SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ જ્ઞાનસાગરસૂરિ મહારાજે શું કહ્યું ? તે સ્પષ્ટ કરે છે - “હે કપિલ ! ‘સ્થંપિ’ એ પ્રકારના મરીચિના વચનમાં ‘અ’િ શબ્દ એવકાર અર્થમાં છે. તેથી ‘ત્વમેવ’ અર્થાત્ ‘અહીં જ’ એ પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય. અને અહીં જ એટલે સાધુમાર્ગમાં નિરૂપચરિત અર્થાત્ વાસ્તવિક ધર્મ છે. અને ‘હૃપિ’ શબ્દથી અહીં પણ=પોતાના માર્ગમાં પણ, સ્વલ્પ પણ ધર્મ વિદ્યમાન છે. એ પ્રમાણે મરીચિએ કહ્યું. તે સાંભળીને મરીચિ પાસે કપિલે પ્રવ્રજ્યા ગ્રહણ કરી અને આ દુર્વચનથી મરીચિએ સંસારની વૃદ્ધિ કરી.” આ પ્રમાણે જે જ્ઞાનસાગરસૂરિ મહારાજે કહ્યું છે તેમાં પણ માર્ગભેદના અભિધાનથી જ ધર્મભેદનું અભિધાન છે અર્થાત્ સાધુમાર્ગમાં જેમ ધર્મ છે તેમ મરીચિથી પરિગૃહીત લિંગના આચારરૂપ માર્ગમાં ધર્મ છે એ અભિપ્રાયથી મરીચિએ કથન કર્યું છે, પરંતુ શ્રાવક ધર્મને આશ્રયીને ધર્મ છે, તેમ કહેલ નથી; કેમ કે સાધુ અને શ્રાવકનો માર્ગ એક મોક્ષમાર્ગ છે તેમાં ધર્મભેદ સંભવતો નથી. પરંતુ સાધુમાર્ગમાં પૂર્ણધર્મ છે અને શ્રાવકમાર્ગમાં તેની સરખામણીએ કંઈક અલ્પ ધર્મ છે. જ્યારે મરીચિએ કહેલા માર્ગમાં તો લેશ પણ ધર્મ નથી, છતાં ત્યાં ધર્મ છે તેમ કહેલ છે. માટે મરીચિનું વચન ઉત્સૂત્ર જ છે, એમ જાણવું. ટીકા ઃ यत्तु मरीचिवचनमिदमावश्यकनिर्युक्तौ दुर्भाषितमेवोक्तं न तूत्सूत्रमिति नेदमुत्सूत्रं वक्तव्यमिति केनचिदुच्यते तदसत्, दुर्भाषितपदस्यानागमिकार्थोपदेशे रूढत्वात् तदुत्सूत्रताया व्यक्तत्वात् । तदुक्तं પંચાશસૂત્રવૃત્ત્વો: (૧૨/૧૭) 'संविग्गोणुवएसं ण देइ दुब्भासियं कडुविवागं । जाणतो तंमि तहा अतहक्कारो उमिच्छत्तं ।। व्याख्या : संविग्नो=भवभीरुर्गुरुः, अनुपदेशं = नञः कुत्सितार्थत्वेन कुत्सितोपदेशमागमबाधितार्थानुशासनं, न ददाति=परस्मै न करोति, तद्दाने संविग्नत्वहानिप्रसङ्गात् । किम्भूतः सन् ? इत्याह - दुर्भाषितमनागमिकार्थोपदेशं कटुविपाकं=दारुणफलं दुरन्तसंसारावहं मरीचिभवे महावीरस्येव जानन् = अवबुध्यमानः, को हि पश्यन्नेवात्मानं कूपे क्षिपतीत्यादि ।' तथा श्रावकदिनकृत्यवृत्तावप्युक्तं - 'विपरीतप्ररूपणा उन्मार्गदेशना, इयं हि चतुरन्तादभ्रभवभ्रमणहेतुમરીબાવેરિવેતિ ।” ટીકાર્થ ઃयत्तु मरीचिवचन . ...... મરીધ્યાવેરિવેતિ । વળી, મરીચિનું આ વચન આવશ્યકનિર્યુક્તિમાં દુર્ભાષિત જ કહેવાયું છે, ઉત્સૂત્ર નહીં. એથી આ=મરીચિનું વચન, ઉત્સૂત્ર કહેવું જોઈએ નહિ એ પ્રમાણે જે કોઈક વડે કહેવાય છે. તે અસત્ છે=કોઈકનું તે કથત મૃષા છે; કેમ કે દુર્ભાષિત પદનું અનાગમિક અર્થના
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy