SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ધર્મપરીક્ષા ભાગ-૨/ ગાથા-૪પ सूत्रसंमतिप्रदर्शनमत्यसमञ्जसं, ततः पुलाकबकुशप्रतिसेवाकुशीलत्रयवृत्त्यपकृष्टसंयमस्थाननियतसज्वलनोदयव्याप्य एव व्यापारविशेषः प्रतिषेवणारूपः स्वीकर्त्तव्यः, स एव च साधूनां गर्हणीय इति । “इत्तो उ वीयरागो ण किंचि वि करेइ गरहणिज्जं तु ।।" इत्यनेन तदत्यंताभाव एव वीतरागस्य प्रतिपाद्यते, न तु द्रव्यहिंसाऽभावोऽपीति प्रतिपत्तव्यम् ।।४५।। ટીકાર્ય : અથ ... પિત્તવ્યમ્ II અથથી પૂર્વપક્ષી કહે છે – ઉપશાંતમહવીતરાગને મોહનીયની સતાહેતુક ક્યારેક અનાભોગ સહકારિકરણના વશથી ગર્તાપરાયણ જનનું પ્રત્યક્ષપણું હોવાથી ગહણીય એવો જીવઘાત થાય જ છે, પરંતુ તેના વડેકગણીય એવા જીવઘાત વડે, યથાખ્યાતચારિત્રનો લોપ થતો નથી; કેમ કે ઉસૂત્રપ્રવૃત્તિનું જ તેના લોપનું હેતુપણું છે= થાખ્યાતચારિત્રના લોપનું હેતુપણું છે. અહીં પ્રશ્ન થાય કે ગહણીય જીવઘાત ઉસૂત્રપ્રવૃત્તિરૂપ કેમ નથી ? તેથી પૂર્વપક્ષી કહે છે – પ્રતિષિદ્ધના પ્રતિસેવનમાત્રથી ઉસૂત્રપ્રવૃત્તિ નથી, પરંતુ સાંપરાયિકીક્રિયાના હેતુ એવા મોહનીયતા ઉદયથી સહકૃત પ્રતિષિદ્ધના સેવનથી ઉસૂત્રપ્રવૃતિ છે, અને તે સાંપરાયિકીક્રિયાના હેતુ એવા મોહનીયતા ઉદયથી સહકૃત પ્રતિસેવનવાળી ક્રિયા ઉપશાંતમોહવીતરાગને થતી નથી; કેમ કે તેનું મોહનીયતા અનુદયજન્ય ઈર્યાપથિકીક્રિયાથી બાધિતપણું છે. કેમ ઉપશાંતમોહવીતરાગને ઉસૂત્રપ્રવૃત્તિ બાધિત છે ? તેમાં હેતુ કહે છે – ઉસૂત્રપ્રવૃત્તિ અને ઈર્યાપથિકીક્રિયાનું સહાનવસ્થાન છે. જે કારણથી આગમ છે – જેના ક્રોધ-માન-માયા-લોભ વિચ્છિન્ન છે તેના વડે ઈર્યાપથિકીક્રિયા કરાય છે તે પ્રમાણે જ યાવત્ ઉસૂત્રકરનારની સાંપરાયિકીક્રિયા કરાય છે. તે સાંપરાયિકીક્રિયા, ખરેખર ઉસૂત્ર જ કરાય છે. (ભગવતીસૂત્ર શતક૭, ઉદ્દેશો-૧) “ત્તિ' શબ્દ ભગવતીસૂત્રના ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. તે રીતે=ઉસૂત્રપ્રવૃત્તિનું અને ઈર્યાપથિકીક્રિયાનું સહાનવસ્થાન છે તે રીતે, આનાથી=ઉપશાંતવીતરાગથી, ઉસૂત્રપ્રવૃત્તિની પ્રતિબંધક એવી ભાવથી ઈર્યાપથિકીક્રિયા જ છે. અને યથાખ્યાતચારિત્રની પ્રતિબંધક એવી મોહનીયતા ઉદયજન્ય સાંપરાયિકીક્રિયા છે એ પ્રમાણે સમ્યગુ પર્યાલોચનમાં ઉપશાંત વીતરાગને ઉસૂત્રપ્રવૃત્તિ નથી અથવા યથાખ્યાતચારિત્રની હાનિ નથી. આ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું; કેમ કે દ્રવ્યવધતું ગણીયપણું હોતે છતે અને પ્રતિષિદ્ધના પ્રતિસેવનરૂપપણું હોતે છતે તેનાથી દ્રવ્યવધથી, ઉપશાંતમોહવાળાને પણ યથાખ્યાતચાસ્ત્રિના અને તિગ્રંથપણાના વિલોપના પ્રસંગનું વજલેપપણું છે.
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy