SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૯૭ ગાથાર્થ : શેષ=મૃષાવાદ વગેરેનો અતિચાર, ઉત્કૃષ્ટ-મધ્યમ-જઘન્ય થાય અથવા ચાર પ્રકારે થાય, ઉત્તરગુણમાં અનેક પ્રકારે અતિચાર થાય, દર્શન અને જ્ઞાનમાં આઠ આઠ પ્રકારે અતિચાર થાય.IIB૯૭ll ટીકા : शेषो मृषावादादिरुत्कृष्टो मध्यमो जघन्यश्चेति त्रिविधो भवति, ‘वा भवे चउद्धा उ' त्ति चतुर्द्धा वा भवेत् द्रव्यादिभेदात्, तुशब्दः स्वगतानेकभेदद्योतकः ‘उत्तरगुणणेगविह'त्ति उत्तरोत्तरगुणविषयोऽतिचारोऽनेकविधो भवति । पिण्डविशुद्ध्यादिगोचरत्वात् तेषां चानेकरूपत्वादिति, 'दंसणनाणेसु अट्ठट्ठ'त्ति दर्शनज्ञानयोरष्टाष्टपदान्यतिचारगोचरत्वेन भवन्ति । तत्र दर्शने निःशङ्कितादीनि, ज्ञाने कालविनयादीनि, इह च चारित्रातिचारस्य प्रागभिधानं चारित्रस्य मोक्षान्तरङ्गताख्यापनार्थमिति । अयं च सर्वोऽप्यतिचारो वितथप्रवृत्तौ सम्भवत्यतः सम्यक् प्रवर्तितव्यं, सम्यक् प्रवृत्तिं च वाञ्छता ज्ञाने यत्नो विधेयः, ज्ञानशून्यस्य हि प्रवृत्तिर्महतेऽनर्थाय ।।३९७।। ટીકાર્ય : શેષો ...... અનર્થાય છે. શેષ=પહેલા મહાવ્રતના અતિક્રમ સિવાયના મૃષાવાદ વિરમણ વગેરે વ્રતનો અતિક્રમ, ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય ત્રણ પ્રકારે છે અથવા દ્રવ્ય વગેરેના ભેદથી ચાર પ્રકારે થાય, ગાથામાં તુ શબ્દ સ્વગત અર્થાત્ પ્રત્યેકમાં અનેક ભેદને જણાવતાર છે. ઉત્તરોત્તરગુણતા વિષયવાળો અતિચાર અનેક પ્રકારે છે; કેમ કે પિંડવિશુદ્ધિ આદિ વિષયપણું છે અને તેમનું–પિંડવિશુદ્ધિ વગેરેનું અનેક રૂપપણું છે, દર્શન-જ્ઞાનમાં આઠ આઠ અતિચારના વિષયપણાથી આઠ આઠ સ્થાનો છે. ત્યાં=દર્શનના વિષયમાં, નિઃશંકિત વગેરે આઠ અતિચારનાં સ્થાનો છે અર્થાત્ નિઃશંકિત વગેરે સ્થાનોનું ઉલ્લંઘન કરવાથી અતિચારની પ્રાપ્તિ છે, જ્ઞાનના વિષયમાં કાલ-વિનય વગેરે આઠ સ્થાનો છે અને અહીં=પ્રસ્તુત ગાથામાં, ચારિત્રના અતિચારનું પૂર્વમાં કથન ચારિત્રની મોક્ષની અંગતા જણાવવા માટે છે અને આ સર્વ પણ અતિચાર=પૂર્વમાં વર્ણન કર્યું એ સર્વ પણ અતિચાર, વિપરીત પ્રવૃત્તિ હોતે છતે સંભવે છે. આથી સમ્યક્ રીતે પ્રવર્તવું જોઈએ અને સમ્યગુ પ્રવૃત્તિને ઈચ્છતા સાધુએ જ્ઞાનમાં યત્ન કરવો જોઈએ, ઉદકજે કારણથી, જ્ઞાનશૂન્ય જીવની પ્રવૃત્તિ મોટા અર્થ માટે થાય છે. li૩૯૭ળા ભાવાર્થ - ગાથા-૩૯૬માં ચારિત્રના અતિચારોના ભેદો બતાવ્યા. તેમાં મૂળગુણનાં છ સ્થાનો બતાવ્યાં. તેમાં પ્રથમ મહાવ્રતને આશ્રયીને અતિચારનાં નવ સ્થાનો બતાવ્યાં. હવે શેષ મહાવ્રતોના અર્થાત્ મૃષાવાદ
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy