SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ पर्यन्तानि तद्गोचरतया भवन्ति, प्रथमः पुनराद्यो मूलगुणो नवविधो नवभेदः पृथिव्यप्तेजोवायुवनस्पतिद्वित्रिचतुःपञ्चेन्द्रियरक्षणविषयत्वाद् भवति तत्र तेषु स्थानेष्विति ।। ३९६।। ટીકાર્ય ઃ चरणातिचारः સ્થાનેવિતિ।। ચારિત્રનો અતિચાર=ચારિત્રનો અતિક્રમ, બે પ્રકારે છે. કેવી રીતે બે પ્રકારે છે ? એથી કહે છે મૂલગુણમાં અને ઉત્તરગુણમાં=મૂલગુણ-ઉત્તરગુણના વિષયમાં ચારિત્રનો અતિક્રમ છે, ત્યાં=બે પ્રકારમાં, મૂત્નોત્તરમુળવિષય એ જાતિમાં એકવચન છે, મૂલગુણોમાં છ સ્થાનો છે=પ્રાણાતિપાતવિરમણ વગેરે રાત્રિભોજન વિરતિ પર્યંત તેના વિષયપણાથી છ સ્થાનો થાય છે, વળી પ્રથમ=પહેલો મૂલગુણ, નવ ભેદવાળો છે, પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિયના રક્ષણનું વિષયપણું હોવાથી તે સ્થાનોમાં=પૃથ્વીકાયાદિ સ્થાનોમાં, થાય છે. ।।૩૯૬।। ગાથા-૩૯૬૩૯૭ ..... 511211 : ભાવાર્થ: જે સાધુ આય-વ્યયની તુલના કર્યા વગર ઉત્સર્ગ માર્ગથી વિપરીત આચરણા કરે છે, તેમને અતિચારની પ્રાપ્તિ થાય છે. તે અતિચાર ચારિત્રના અતિક્રમરૂપ છે અને તે મૂલગુણ વિષયક અને ઉત્તરગુણ વિષયક થાય છે. મૂલગુણમાં પ્રાણાતિપાતથી માંડીને રાત્રિભોજન વિરમણવ્રત સુધી છ સ્થાન છે અર્થાત્ પાંચ મહાવ્રત અને છઠ્ઠું રાત્રિભોજન વિરમણવ્રત એ છ સ્થાન વિષયક અતિચારની પ્રાપ્તિ છે, જેમ કાલિકાચાર્યએ સાધ્વીના શિયળના રક્ષણ માટે યુદ્ધ કર્યું, ત્યારે આય-વ્યયની તુલના કરતાં સાધ્વીના શિયળના રક્ષણમાં અધિક લાભ દેખાયો અને યુદ્ધમાં થનાર હિંસાથી અલ્પ દોષ દેખાયો, તેથી તે યુદ્ધમાં સાક્ષાત્ ત્રસ જીવોની હિંસા થવા છતાં પ્રથમ મહાવ્રતમાં અતિચારની પ્રાપ્તિ થઈ નહિ અને જે સાધુ આયવ્યયનો વિચાર કર્યા વગર પૃથ્વીકાય વગેરે નવ પ્રકારના જીવોમાંથી કોઈ જીવોનો વધ થાય તેમ હોય છતાં તેની ઉપેક્ષા કરીને પ્રવૃત્તિ કરે તો પ્રથમ વ્રતનાં નવ સ્થાનોમાંથી તે તે સ્થાનના અતિક્રમણરૂપ અતિચારની પ્રાપ્તિ થાય. તેથી જે ક્રિયામાં પૃથ્વીકાય આદિના વધ વગર સંયમનો નિર્વાહ થઈ શકે તેમ ન હોય અથવા તેવી વસ્તુ સંયમના પ્રયોજનથી સાધુને આવશ્યક હોય ત્યારે ક્ષીણ થયેલા જંઘાબળવાળા ન હોય તો સ્વયં નિર્દોષની ગવેષણા કરે અને નિર્દોષ ન મળે ત્યારે સંયમવૃદ્ધિનો બીજો ઉપાય ન જણાય તો દોષિત ગ્રહણ કરે. ચારિત્રનો અતિક્રમ ન થાય અને ઉપાય હોવા છતાં દોષિત ગ્રહણ કરે તો પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણોની અશુદ્ધિ પ્રાપ્ત થાય. વળી સ્વયં આરંભનું કરણ હોય અથવા કરાવણ હોય છતાં સાધુ આય-વ્યયની તુલના ન કરે, તો જે પ્રકારે પૃથ્વીકાય વગેરેનો વધ થાય, તે પ્રકારે તેના અતિક્રમણરૂપ અતિચાર પ્રાપ્ત થાય. II૩૯૬II ૨૩ सेसुक्कोसो मज्झिम, जहन्नओ वा भवे ઉત્તરમુળળે વિજ્ઞો, વંસળનાખેમુ અદ્રુદું चउद्धा उ । રૂ૧૭||
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy