SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩/ ગાથા-૩૮૫ ગાથાર્થ : આળસુ, શઠ, ગર્વવાળો, આલંબનમાં તત્પર, અતિપ્રમાદી એ પ્રમાણે રહેલો પણ પોતાને સુસ્થિત છું, એ પ્રમાણે માને છે. ll૩૮૫). ટીકાઃ अलसः आलस्योपहतः, शठो मायावी, अवलिप्तो गर्ववान् आलम्बनतत्परो यत् किञ्चिद् व्याजीकृत्य सर्वकार्येषु प्रवर्त्तते, अतिप्रमादी गाढं निद्रादिप्रमादोपेतः, एवं स्थितोऽपि मन्यते आत्मानं यदुत सुस्थितोऽस्मीति मायया च परेषामपि गुणवत्तामात्मनः ख्यापयति यः स कूटचेष्टितो દ્રવ્ય તિ પાર્ટી ટીકાર્ય : સત્તા દ્રવ્ય તિ આળસવાળો=આળસથી હણાયેલો, શઠ=માયાવી, અવલિપ્ત=ગર્વવાળો, આલંબનમાં તત્પર=જે કંઈકને આલંબન લઈને બધાં કાર્યોમાં પ્રવર્તે છે, અતિપ્રમાદી=ગાઢ નિદ્રા વગેરે પ્રમાદથી યુક્ત, આ પ્રમાણે રહેલો પણ પોતાને માને છે, શું માને છે તે વતથી બતાવે છે – હું સુસ્થિત છું એ પ્રમાણે માને છે અને માયાથી બીજાઓની પણ ગુણવત્તા જે પોતાની કહે છે, તે કૂટ ચારિત્રવાળો જાણવો. ll૩૮પા ભાવાર્થ : કેટલાક સાધુઓ અનેક પ્રકારના દોષોથી યુક્ત હોય છે, તો વળી કેટલાક તે અનેકમાંથી કોઈક દોષના કારણે કૂટ ચારિત્રવાળા પાર્થસ્થા બને છે. જેમ કેટલાક આળસ દોષવાળા હોય છે, તેથી સંયમની સર્વ ક્રિયા સ્વશક્તિ અનુસાર અપ્રમાદથી કરવા તત્પર બનતા નથી, છતાં શઠ વગેરે બીજા દોષોવાળા ના હોય તોપણ દેશપાર્શ્વસ્થા હોઈ શકે, પરંતુ પોતાના આળસદોષને દોષરૂપ ન માને અને પોતે સંયમમાં સુસ્થિત છે, તેમ માને તો વિપર્યાસ દોષ હોવાને કારણે મિથ્યાત્વની પણ પ્રાપ્તિ થાય. વળી કેટલાક સાધુ આળસુ હોય તેમ શઠ પણ હોય અર્થાત્ પોતે આત્મવંચના કરીને પોતાની જાતને ઠગતા હોય, બીજાને ઠગતા હોય અને ગૃહસ્થને પણ “અમે સુસાધુ છીએ” એમ બતાવીને ઠગતા હોય તેઓ ફૂટ ચારિત્રવાળા છે. વળી જે કંઈકને આલંબનરૂપે ગ્રહણ કરીને સર્વ કાર્યોમાં પ્રવર્તે છે અર્થાત્ ચૈત્યનિર્માણ વગેરે બાહ્ય કૃત્યો પોતાને કર્તવ્ય છે, તેમ માનીને તે બધાં કાર્યોમાં પ્રવર્તે છે, પરંતુ મોહના નાશને અનુકૂળ ઉચિત યતનામાં પ્રવર્તતા નથી, તે સાધુ ફૂટ ચારિત્રવાળા છે. વળી ગાઢ નિદ્રા વગેરે પ્રમાદદોષથી યુક્ત છે, તેથી સુખના અર્થી હંમેશાં આહારાદિ કરીને નિદ્રા કરનારા છે, પરંતુ શક્તિને ગોપવ્યા વગર સંયમમાં ઉસ્થિત થતા નથી, છતાં પોતાને સંયમમાં ઉપસ્થિત માને છે, તેઓ કૂટ ચારિત્રવાળા છે અને બીજા પાસે પણ પોતે શાસ્ત્ર ભણેલા છે, ઉત્સર્ગ-અપવાદને સામે રાખીને પ્રવૃત્તિ કરનારા છે વગેરે કહીને પોતાની
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy