SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૮૩-૩૮૪, ૩૮૫ शाम्यमित्यर्थः । यदि यतते प्रयत्नं करोति ततोऽवश्यं नियमाद् यतिः सुसाधुरेव 'यथाशक्ति भगवदाज्ञाकरणात् तत्कर्तुर्गोतमादेरिव यतित्वसिद्धेः' इति ॥३८४।। ટીકાર્ય : સોડનત્તરોત્તોડ ..... તિસિદ્ધ તિ છે તે પણ અનંતરમાં કહેવાયેલો પણ, ૨ શબ્દથી આનાથી અન્ય પણ દ્રવ્યાદિ આપત્તિને પામેલો શું ? એથી કહે છે – પરાક્રમ=સંઘયણનું વીર્ય, તેનો વ્યવસાય=બાહ્ય ચેષ્ટા, ધૃતિ=મતનું વીર્ય, પરાક્રમ વ્યવસાય અને ધૃતિ એ પ્રમાણે દ્વન્દ સમાસ છે, તેમનું બળ=પોતાના કાર્યમાં પ્રવૃત્તિનું સામર્થ્ય, વિજ=પોતાનું, તે જ નિજક અને નિજક એવું તે પરાક્રમ વ્યવસાય-ધૃતિબળ એ પ્રમાણે સમાસ છે, એને નહિ ગોપવતા, કેવી રીતે નહિ ગોપવતા ? એથી કહે છે – કૂટચરિત્રને મૂકી=માયાચેષ્ટિત અર્થાત્ શાક્યને ત્યાગ કરીને જો યત્ન કરે તો અવશ્વ=નિયમથી, યતિ છે=સુસાધુ જ છે; કેમ કે યથાશક્તિ ભગવાનની આજ્ઞાનું કારણ હોવાથી તેના કર્તા ગૌતમાદિની જેમ સાધુત્વની સિદ્ધિ છે. પ૩૮૪ના ભાવાર્થ : વર્તમાનકાળમાં જે સાધુ સંસારથી અત્યંત ભય પામ્યા છે, પાર્શ્વસ્થા વગેરેનું સ્વરૂપ યથાર્થ જાણે છે અને તેના પરિવાર માટે શક્ય યત્ન કરે છે, આમ છતાં સંઘયણબળના અભાવને કારણે, રોગાદિ કારણે કે જીર્ણ શરીરને કારણે જે પ્રમાણે ભગવાને સર્વ કરવાનું કહ્યું છે, તે પ્રમાણે બાહ્યથી કરી શકે નહિ, તોપણ બાહ્યથી અને અંતરંગથી ભગવાનની આજ્ઞા શું છે ? તેનું સ્મરણ કરીને કદાચ બાહ્યથી તેવું કૃત્ય ન કરી શકે તોપણ અંતરંગથી તે પ્રકારના ભાવોની વૃદ્ધિના ઉપાયરૂપે તે કૃત્ય કરવાના બળવાન અભિલાષવાળા છે, તેથી પોતાની શક્તિને ગોપવ્યા વગર ધૃતિ-બળપૂર્વક અને વંચનારૂપ માયાને છોડીને જો યત્ન કરતા હોય તો કષાયાકુળ થયા વગર સર્વ શક્તિથી જિનવચનાનુસાર કૃત્ય કરીને મારે મોહનો નાશ કરવો છે, તેવો સામાયિકનો પરિણામ તે સાધુમાં વિદ્યમાન હોવાથી તે ભાવસાધુ છે, જેમ ગૌતમાદિ મુનિઓ સંયમમાં યત્ન કરીને ભાવયતિ હતા, તેમ અપ્રમાદથી યથાશક્તિ ભગવાનની આજ્ઞાનું પાલન કરે, તેઓ ભાવસાધુ છે. Il૩૮૩-૩૮૪ની અવતરણિકા : कूटचरितः तर्हि किम्भूतो भवतीत्याहઅવતરણિતાર્થ :તો ફૂટચારિત્રવાળો કેવા પ્રકારનો હોય છે ? એથી કહે છે – ગાથા : अलसो सढोऽवलित्तो, आलंबणतप्परो अइपमाई । एवं ठिओ वि मनइ, अप्पाणं सुट्ठिओ मि त्ति ॥३८५।।
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy