SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૯૩ प्रयोगेण तत्र गाढप्रतिबन्धं लक्षयति, तस्यैवंविधस्य न च नैव बोधिलाभः प्रेत्य जिनप्रणीतधर्मप्राप्तिलक्षणः, न सुगतिर्मोक्षाख्या, नैव परलोकः सुदेवत्वावाप्तिरूप इति ॥४९३॥ ટીકાર્ય : વં અન્ય ... સુદેવત્વાવતિરૂ૫ રૂતિ | આ રીતે માને છે – હમણાં કહેવાયેલા બે જ માર્ગ સર્વજ્ઞને અભિમત છે, આચરણકરણમાં આળસુ દુર્વિદગ્ધ સાધુનું આચરણ, વળી ઉન્માર્ગ છે; કેમ કે ઉભયલિંગથી શૂન્યપણું છે, આથી જ જે વળી તવ્યતિરિક્તતાને જણાવે છે–ઉભય માર્ગથી રહિતપણાને જણાવે છે, તેને જ કહે છે – નિરર્ચત જ છે=દ્રવ્યાચન અને ભાવાર્ચતથી રહિત જ છે; કેમ કે ચરણ-કરણ અને સમ્યમ્ જિનપૂજનથી રહિતપણું છે, શરીરના સુખનું કાર્ય જ છે-તેનાથી અન્ય કાર્યને છોડવા દ્વારા=શરીરસુખથી અન્ય કાર્ય ભગવાનના અર્ચનને ત્યાગ કરવા દ્વારા, શરીરના સુખનું કાર્ય માત્ર છે, તેમાં લિપ્સા=લંપટતા છે તે તલિપ્સા, શરીરસુખ કાર્યમાત્રમાં તલિપ્સા છે જેમને તે આ તેવા છે=શરીરસુખ કાર્ય માત્ર લિપ્સાવાળા છે, જણાયો છે અર્થ એવા પણ તત્ શબ્દના પ્રયોગથી ત્યાં=શરીરસુખના કાર્યમાત્રમાં, ગાઢ પ્રતિબંધને જણાવે છે, આવા પ્રકારના તેને બોધિલાભ નથી જ=જન્માંતરમાં જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિરૂપ બોધિલાભ નથી, મોક્ષ નામની સુગતિ નથી પરલોકકસુદેવત્વની પ્રાપ્તિરૂપ પરલોક, નથી જ. In૪૯૩ ભાવાર્થ : જેઓ સંયમ ગ્રહણ કર્યા પછી માત્ર સંયમની સ્કૂલ ક્રિયાઓ કરે છે, પરંતુ અંતરંગ રીતે ભગવાનના વચનાનુસાર વીતરાગતાને અભિમુખ ભાવો કરવા માટે લેશ પણ યત્ન કરતા નથી અને શરીરસુખના કાર્ય માત્રમાં લિપ્સાવાળા છે, તેથી લોકો આગળ પૂજાઈને માન-ખ્યાતિ મેળવે છે, અમે સુસાધુ છીએ એવો ગર્વ ધારણ કરે છે, પરંતુ ભગવાનના ગુણોનું સ્મરણ કરીને સંસારના ઉચ્છદ માટે કોઈ યત્ન કરતા નથી તેઓ જિનપ્રતિમાનાં દર્શન કરતા હોય તોપણ જિનતુલ્ય થવાને અનુકૂળ અંતરંગ કોઈ યત્ન કરતા નથી, તેમનો મનુષ્યભવ નિષ્ફળ છે અને તેમના સંયમનાં બાહ્ય કષ્ટોનું કોઈ ફળ નથી. તેવા જીવોને જન્માંતરમાં ભગવાનના શાસનની પ્રાપ્તિરૂપ બોધિલાભ નથી અને પરલોકમાં સુદેવત્વની પ્રાપ્તિ નથી; કેમ કે ભગવાનના અર્ચનથી કંઈક વીતરાગતાને અભિમુખ ભાવો થાય છે, શ્રાવકો પણ ભગવાનનું અર્ચન કરીને ભગવાનના ગુણોથી રંજિત થાય છે અને સુસાધુ પણ ભગવાનના બતાવેલા આચારોને સેવીને ભગવાન તુલ્ય થવા યત્ન કરે છે, તેનાથી તેમને બોધિલાભની પ્રાપ્તિ છે અને તેવો કોઈ યત્ન જેમના આચારમાં નથી, તેઓ પૂર્વભવમાં કરેલા પાપના ઉદયથી સંયમને પામીને સંયમની વિરાધના કરે છે, તેના ફળરૂપે દુરંત સંસારની પ્રાપ્તિ થાય છે. ફક્ત સાધુવેષમાં પણ જેઓ ભદ્રક પરિણામવાળા છે, પાપથી ભય પામેલા છે, કંઈક દયાળુ સ્વભાવવાળા છે, સૂક્ષ્મ બોધનો અભાવ છે તોપણ ભગવાનના વચન પ્રત્યે ઓઘથી બહુમાન છે, શુદ્ધ આચાર પ્રત્યે પક્ષપાત છે, તેમના દયાળુ સ્વભાવને અનુરૂપ કંઈક સુંદર ફળ પણ પ્રાપ્ત થાય છે. I૪૯૩
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy