SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ઉપદેશમાલા ભાગ-૩| ગાથા-૪૯૦ ટીકા - को दास्यत्युपदेशं तत्त्वगोचरं ? न कश्चित्, चरणे चारित्रेऽलसाः प्रमादिनस्त एव चरणालसकास्तेषां, दुर्विदग्धानां विपरीतशास्त्रपल्लवग्राहिणां तदभिमानद्वारेण दृष्टान्तमाह-इन्द्रस्य देवलोको न कथ्यते जानानस्येति तद्गुणज्ञत्वात् तस्य तत्पुरतस्तं वर्णयतः केवलमुपहास्यता, तथा तेऽपि किल वयमेव जानीम इत्युपदिशन्तमुपहसन्ति न पुनस्ते किञ्चिज्जानन्ति प्रबलमोहनिद्रावष्टब्धत्वाद्, अन्यथोन्मार्गप्रवृत्तेरयोगादिति ॥४९०।। ટીકાર્ય : જે વાસ્થત્યુલેશ ..... ગોપતિ | તત્ત્વ વિષયક ઉપદેશને કોણ આપે ?=કોઈ આપે નહિ, કોને આપે નહિ ? એથી કહે છે – ચારિત્રમાં આળસુ=પ્રમાદી, તે જ ચારિત્રના આળસુ છે, તેમને ઉપદેશ કોણ આપે ? એમ અવય છે. વળી તે કેવા છે ? તેથી કહે છે – દુર્વિદગ્ધોને=વિપરીત શાસ્ત્રપલ્લવગ્રાહી એવા અભિમાન દ્વારા દુર્વિદગ્ધ જીવોને, કોણ ઉપદેશ આપે ? દાંતને કહે છે – જાણતા એવા ઇન્દ્રને દેવલોક કહેવાતો નથી; કેમ કે તેના ગુણનું જ્ઞાન છે, તેથી તેનું–દેવલોકવું, તેની આગળ=ઈન્દ્રની આગળ, તેનું વર્ણન કરતાં કેવલ ઉપહાસ્યતા થાય, તે પ્રમાણે તેઓ પણ=દુર્વિદગ્ધ જીવો પણ, ખરેખર અમે જ જાણીએ છીએ, એ પ્રમાણે ઉપદેશ આપનારને હસે છે, પરંતુ પ્રબળ મોહનિદ્રાનું અવષ્ટબ્ધપણું હોવાથી તેઓ કંઈ જાણતા નથી, અન્યથા=પ્રબળ મોહનિદ્રાથી યુક્ત ન હોય તો, ઉન્માર્ગની પ્રવૃત્તિનો અયોગ છેડ્યશાસ્ત્રના બોધથી ઉન્માર્ગની પ્રવૃત્તિનો અયોગ છે. ૪૯૦મા ભાવાર્થ : કેટલાક જીવો ધર્મબુદ્ધિથી સંયમ ગ્રહણ કરે છે તોપણ જડતા અને મૂઢતાને કારણે જિનવચનના નિયંત્રણથી શાસ્ત્રની પ્રવૃત્તિ કરતા નથી. શાસ્ત્રો ભણે છે, પરંતુ શાસ્ત્રનો ઉપરછલ્લો બોધ કરીને સંતોષ માનતા હોય છે. તેમની મતિ શાસ્ત્રના તાત્પર્યને સ્પર્શનારી હોતી નથી, છતાં તેમને અભિમાન હોય છે કે અમે શાસ્ત્રના મર્મને જાણીએ છીએ, તેવા જીવોને ઉપદેશ આપવા કોઈ સમર્થ નથી; કેમ કે મોહના પ્રાચુર્યને કારણે સ્વચ્છંદ મતિથી આચરણ કરવાની તેમની મનોવૃત્તિ હોય છે અને બોધના વિપર્યાસ આપાદક કર્મોને કારણે શાસ્ત્રના પરમાર્થને સ્પર્શવાને અભિમુખ તેમની મતિ નથી, તેથી સ્થૂલથી શાસ્ત્રોના શબ્દોના અર્થોને ગ્રહણ કરીને પોતે બોધવાના છે, તેમ માને છે અને મૂર્ખ લોકો આગળ પોતે શાસ્ત્રોના પદાર્થો કહી શકે છે, તેથી પોતે વિદ્વાન એવું અભિમાન ધરાવે છે, તેમને ઉપદેશ દ્વારા માર્ગનો બોધ કરાવવો અશક્ય છે, પરંતુ જેઓ ભવથી ભય પામેલા છે, વળી પોતાની અલ્પ બુદ્ધિમાં રહેલી અલ્પતાને
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy