SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૭ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૮૯-૪૯૦ શંખ, ફરી તે થતું નથી, ફરી કરાય એ પુનઃકરણ ફરી કરવાને માટે શક્ય નથી, લોખંડ અને તે તાંબાથી વીંધાયેલું=શુલ્બથી મિશ્ર થયેલું, કંઈ પરિકર્મને પામતું નથી=પુનઃકરણરૂપ કંઈપણ પરિકર્મને પામતું નથી; કેમ કે ઘડવાના અંત પામેલું ઘડી ન શકાય એવું, લોખંડ છે એ પ્રકારની પ્રસિદ્ધિ છે, તે પ્રકારે જે પ્રકારે દાંતો બતાવ્યાં તે પ્રકારે, તેઓ પણ=ભારેકર્મી જીવો પણ, ચિકિત્સા કરવા માટે શક્ય નથી, એ પ્રકારે ઉપાય છે. ૪૮૯I ભાવાર્થ : લાખને અગ્નિથી બાળીને ભસ્મીભૂત કરવામાં આવે ત્યારપછી તે લાખ કાર્ય કરવા સમર્થ બનતું નથી, શંખને તોડી નાખવામાં આવે તો તેમાંથી ફરી શંખ થતો નથી અને તાંબાથી મિશ્ર લોખંડ હોય તો તે બરછટ થઈ જાય છે. તેથી શસ્ત્ર વગેરે રૂપે ઘડી શકાતું નથી, તેમ કર્મની પ્રચુરતાવાળા જીવોને ભગવાનરૂપી વચનની ઔષધિથી પણ ગુણની પ્રાપ્તિ થતી નથી. આથી જ સંસારી જીવો અનંતકાળથી સંસારમાં ભટકે છે, અનંતી વખત તીર્થકરોનો અને ઉત્તમ પુરુષોનો યોગ થયો તોપણ તેમનો કર્મરોગ અલ્પ થયો નહિ અને કોઈક રીતે કર્મરોગ અલ્પ થાય છે ત્યારે જીવ ચરમાવર્તમાં આવે છે તે વખતે યોગ્ય ઉપદેશક મળે તો ઉચિત ઔષધપાન દ્વારા તેમનો ભાવરોગ અલ્પ થાય છે. વળી ચરમાવર્તમાં આવેલા જીવને પણ કોઈક નિમિત્તે ભાવરોગ પ્રચુર બને છે, ત્યારે તેમને ભગવાનનું ઔષધ પણ સમ્યગુ પરિણમન પામતું નથી. આથી હળવા કર્મવાળા જીવો પ્રસ્તુત ગ્રંથના ઉપદેશને સૂક્ષ્મ રીતે ભાવન કરીને પોતાની શક્તિ અનુસાર ત્રણ ગુપ્તિની વૃદ્ધિ થાય તે રીતે યત્ન કરશે અને જે ભારેકર્મી જીવો છે, તેમને આ ઉપદેશ સમ્યગુ પરિણમન પામશે નહિ, તેથી તેઓ માટે ઉપદેશ ભાવરોગનું ઔષધ થઈ શકે નહિ. I૪૮લા અવતરણિકા : तथा चाह અવતરણિકાર્ય :અને તે રીતે કહે છેઃઅયોગ્યને ઉપદેશ પરિણમન પામતો નથી તે રીતે કહે છે – ગાથા : को दाही उवएस, चरणालसयाण दुवियड्डाण ? इंदस्स देवलोगो, न कहिज्जइ जाणमाणस्स ।।४९०।। ગાથાર્થ - ચારિત્રમાં આળસુ એવા દુર્વિદગ્ધને કોણ ઉપદેશ આપે? દેવલોકના સ્વરૂપને જાણતા એવા ઈન્દ્રને દેવલોક કહેવાનો હોતો નથી. II૪૯૦
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy