SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૮૮ ૧૫૫ ગાથા - विज्जप्पो जह जह, ओसहाई पज्जेइ वायहरणाई । तह तह से अहिययरं, वाएणाऊरियं पोटें ।।४८८।। ગાથાર્થ : આત એવો વૈધ જેમ જેમ વાતહરણ ઔષધોને પિવડાવે છે, તેમ તેમ તેનું-રોગીનું, અધિકતર વાયુથી પુરાયેલું પેટ થાય છે. ll૪૮૮ ટીકા : आप्तो अविप्रतारकः, स चाऽसौ वैद्यश्चाप्तवैद्यः, गाथायामाप्तशब्दस्य परनिपातः प्राकृतत्वात्, स यथा यथौषधानि नागरकादीनि पज्जेइ त्ति पाययति अनात्मवन्तमातुरमिति गम्यते, वातहरणानि वायुनाशकानि, तथा तथा 'से' तस्य आतुरस्याधिकतरं प्रागवस्थायाः समर्गलतरं वातेनापूरितं वायुनाक्रान्तं 'पोट्टे'ति जठरमिति, तथा भगवति सुवैद्ये कर्मवातहरणानि सिद्धान्तपदौषधानि पाययत्यप्यनेकधा पापिष्ठप्राणिरोगिणां चित्तोदरं पापवायुना गाढतरं पूर्यत इत्युपनयः ।।४८८।। ટીકાર્ય : માપ્ત ... રૂત્યુપનાઃ આત=નહિ ઠગનારા, તે આ વૈદ્ય આપ્તવૈધ છે, ગાથામાં નાત શબ્દનો પરનિપાત પ્રાકૃતપણાને કારણે છે, તે=આપ્ત વૈદ્ય, જેમ જેમ ઔષધો=નાગરક વગેરે ઔષધો, આતુરનેત્રરોગીને, પિવડાવે છે, તેમ તેમ તેનું–રોગીનું, પેટ=જઠર, અધિકતર પૂર્વ અવસ્થાથી અધિકતર, વાયુથી પુરાયેલું વાયુથી આક્રાંત થાય છે, તે પ્રમાણે કર્મવાતને હણનારા ભગવાન સુવૈદ્ય સિદ્ધાંત પદરૂપી ઔષધિને અનેક પ્રકારે પિવડાવતે છતે પણ પાધિષ્ઠ પ્રાણીરૂપ રોગીઓના ચિત્તરૂપી ઉદર પાપવાયુથી ગાઢતર પુરાય છે, એ પ્રકારે ઉપાય છે. ૪૮૮ ભાવાર્થ : સામાન્યથી ઉચિત ઔષધ તે તે રોગનું નાશક છે. પરંતુ પ્રબળ રોગની અવસ્થામાં ઔષધનું પાન કરાવવામાં આવે તો તે રોગને વધારે છે, પરંતુ રોગનું શમન થતું નથી, તેથી આપ્ત કોઈક વૈદ્ય કોઈક રોગીને વાતદોષમાં તેનું ઉચિત ઔષધ આપે તોપણ વાયુનો નાશ તો ન થાય, પરંતુ તેનું પેટ વાયુથી અધિક ભરાય છે, તેથી તે અધિક દુઃખી થાય છે, તેમ ભારેકર્મી જીવો ભગવાને આપેલ સિદ્ધાંતરૂપ ઔષધને ગ્રહણ કરે તો પણ તે ઔષધ તેમને વિપરીત પરિણમન પામે છે. આથી શાસ્ત્ર ભણીને હું વિદ્વાન છું વગેરે ભાવો કરે છે અને સંયમ ગ્રહણ કરીને યથાતથા આચરણા કરે છે, છતાં અમે સંયમી છીએ તેમ અભિમાન ધારણ કરે છે, નામ-ખ્યાતિની આશંસા કરે છે અથવા આ લોકના-પરલોકના તુચ્છ ફળોની આશંસા કરે છે, પરંતુ વીતરાગના વચનનું દઢ અવલંબન લઈને શક્તિ અનુસાર દઢ યત્ન
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy