SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૮૭-૪૮૮ ટીકા : यथा यथा सर्वं समस्तमुपलब्धं ज्ञानावरणक्षयोपशमेनागमरहस्य, यथा यथा सुचिरं प्रभूतकालं तपउपवने सुसाधुमध्ये उषितं स्थितं तेन तथा तथा कर्मभरगुरुर्मिथ्यात्वादिकर्मभाराक्रान्तः सन् संयमनिर्बाहिर आगमोक्तानुष्ठानबहिर्भूतोऽसौ जातः सम्पन्न इति ।।४८७।। ટીકાર્ય : યથા યથા. સમ્પન્નતિ ા જે જે પ્રમાણે સર્વત્રસમસ્ત, જ્ઞાનાવરણના ક્ષયોપશમથી આગમરહસ્ય ઉપલબ્ધ કરાયું, જે જે પ્રમાણે સુચિ=ઘણો કાળ, તપઉપવનમાં=સુસાધુની મધ્યમાં રહેવાયું, તેના કારણે તે તે પ્રકારે કર્મના ભારથી ગુરુ થયેલો જીવ=મિથ્યાત્વ વગેરે કર્મના ભારથી આક્રાંત થયો છતો જીવ, સંયમ નિબંહિર આગમમાં કહેલા અનુષ્ઠાનથી બહિર્ભત એવો, આ થયો. I૪૮મા ભાવાર્થ : જે જીવોમાં મિથ્યાત્વ પ્રચુર પરિમાણમાં છે, તે જીવો ગુરુકર્મવાળા છે. તેથી તેવા જીવો સુંદર આલંબનને પણ વિનાશનું જ કારણ કરે છે તે બતાવતાં કહે છે – ગુરુકર્મી જીવો જે જે પ્રકારે શાસ્ત્ર ભણીને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી આગમના રહસ્યને પ્રાપ્ત કરે છે, તે તે પ્રકારે હું વિદ્વાન છું, શાસ્ત્રમાં નિપુણ છું, જગપૂજ્ય છું વગેરે ભાવો કરીને સંયમથી બહિર્ભત અનુષ્ઠાનવાળા થાય છે અર્થાત્ જ્ઞાન ભણીને પણ સંસારના અન્ય કારણ તુલ્ય કાર્ય કરીને વિનાશને પ્રાપ્ત કરે છે. વળી જે જે પ્રકારે દીર્ઘકાળ સુસાધુની મધ્યમાં રહે છે તે તે પ્રકારે કર્મગુરુ જીવો મહાત્માની સુંદર પ્રકૃતિવાળા પરિણામથી વાસિત થતા નથી, પરંતુ મહાત્માઓની ક્ષતિ જોઈને તેમની હીનતાની જ વિચારણા કરે છે અને પોતાની તુચ્છ આચરણાના ગર્વથી કષાયોની વૃદ્ધિ કરે છે, પરંતુ સંયમનાં અનુષ્ઠાનો સેવીને આગમમાં કહેવાયેલા અનુષ્ઠાનથી બહિર્ભત બને છે; કેમ કે આગમમાં કહેવાયેલ સર્વ અનુષ્ઠાનો કષાયોના શમનમાં પ્રવર્તે છે અને મિથ્યાત્વાદિ કર્મથી આક્રાંત જીવો જે કાંઈ કરે છે, તે મોહધારાની વૃદ્ધિનું કારણ બને તે રીતે કરે છે. તેથી તેમની અધ્યયનની ક્રિયા અને સુસાધુની મધ્યે રહેવાની ક્રિયા સર્વ વિનાશનું કારણ બને છે. ll૪૮ળા અવતરણિકા - तदेतदस्य सदृक्षमिति दर्शयन्नाहઅવતરણિકાર્ય : તે આ=ગાથા-૪૮૭માં કહ્યું કે કર્મગુરુ જીવો વિપરીત પ્રવૃત્તિ કરે છે તે આ, આની સદશ છે=ગાથા-૪૮૮માં બતાવે છે એની સદશ છે. એ પ્રકારે બતાવતાં કહે છે –
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy