SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૬૦-૪૬૧ ગાથાર્થ : ઈન્દ્રિય, કષાય, ગારવ અને મદથી સતત ક્લિષ્ટ પરિણામવાળો જીવ કર્મરૂપ ઘન મહાજાળને દરેક સમયે બાંધે છે. ll૪૬oll ટીકા : इन्द्रियकषायगौरवमदैः पूर्वोक्तस्वरूपैः सततमनवरत क्लिष्टपरिणामः कलुषाध्यवसायः सन् किं ? क्रियत इति कर्म ज्ञानावरणादि, तदेव जीवचन्द्रतिरोधायकत्वात् घना मेघास्तेषां महाजालं बृहद्वन्दं कर्मघनमहाजालमनुसमयं प्रतिक्षणं बध्नाति स्वप्रदेशैः श्लेषयति जीवः केवलं, न पुनः कश्चिदत्र परमार्थो, वैषयिकसुखस्य दुःखस्वरूपतया पामाकण्डूयनकल्पत्वान्महाऽरतिविनोदद्वारेण विपर्यासात्, तत्राविवेकिनां सुखबुद्धिप्रवृत्तेरिति।।४६०॥ ટીકાર્ય : વિષાર .... સુહબુદ્ધિપ્રવૃત્તિ / પૂર્વે કહેવાયેલા સ્વરૂપવાળા ઇન્દ્રિય-કષાય-ગારવ અને મદથી સતત=નિરંતર, ક્લિષ્ટ પરિણામવાળો જીવ કલુષ અધ્યવસાયવાળો છતો, કરાય એ કર્મ જ્ઞાનાવરણીય આદિ કર્મ તે જ જીવરૂપી ચંદ્રને આચ્છાદકપણું હોવાથી ઘન મેઘ, તેઓની મહાજાળને મોટા સમૂહને, કર્મઘન મહાજાળને અનુસમય=પ્રતિક્ષણ=દરેક ક્ષણે, બાંધે છે=જીવ પોતાના આત્મપ્રદેશોની સાથે કેવળ સંશ્લેષ કરાવે છે, પરંતુ અહીં=ઈદ્રિય વગેરેને વશ થવામાં કોઈ પરમાર્થ નથી; કેમ કે વૈષયિક સુખનું દુઃખરૂપપણું હોવાથી ખરજવાને ખણવા સમાતપણું હોવાથી મહાઅરતિ રૂપ વિનોદ દ્વારા વિપયસ હોવાથી ત્યાં=વૈષયિક સુખમાં, અવિવેકીઓને સુખબુદ્ધિની પ્રવૃત્તિ છે. Im૪૬૦| ભાવાર્થ સંસારી જીવો ઇન્દ્રિયોને વશ થઈને સતત કષાયોવાળા ક્લિષ્ટ પરિણામો કરે છે, ગારવ કરે છે, રૂપ, બળ વગેરેમાં મદ કરીને પ્રત્યેક સમયે કર્મનાં ઘન મહાજાળાં બાંધે છે, પરંતુ કોઈ પ્રકારના સુખને પ્રાપ્ત કરતા નથી, તેથી સુખના અર્થીએ ગુણમાં જ યત્ન કરવો જોઈએ, જેથી તૃણ, કાંચન વગેરેમાં સમાન પરિણામરૂપ ગુણસંપત્તિ પ્રગટ થાય. જેથી વર્તમાનમાં ક્લેશ ન થાય અને મહાક્લેશકારી કર્મબંધની પ્રાપ્તિ થાય નહિ અને જેઓ મૂઢની જેમ કાંઈ વિચારણા કરતા નથી તેઓ ક્લિષ્ટ પરિણામ કરીને કર્મનાં જાળાં બાંધીને સર્વ પ્રકારની દુર્ગતિની કદર્થનાને પ્રાપ્ત કરે છે. I૪૬ના અવતરણિકા :
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy