SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૫૯-૪૬૦ અહીં=લોકમાં કે પ્રવચનમાં, વચનીયમાં=નિંઘપણામાં પડત નહિ, તે આ પ્રમાણે મિથ્યાભિનિવેશથી આ=જમાલિ, ‘કરાતું હોય તે કરાયું', એ પ્રમાણે ભગવાનના વચનની અશ્રદ્ધા કરતો ‘કરાયેલું કરાયું છે' એ પ્રકારે વિપરીત પ્રરૂપણારૂપ અહિત આચરણથી જ આ નિહ્નવ છે એ પ્રમાણે લોકની મધ્યમાં નિંઘપણામાં પડ્યો, અત્યંત દુષ્કર તપને કરતો હોતે છતે પણ કિલ્બિષિક દેવપણાને અને અનંતભવને પ્રાપ્ત કર્યા અને પ્રજ્ઞપ્તિમાં કહેવાયું છે હે ભગવાન ! જો જમાલિ અરસ આહારવાળા અણગાર છે તો કયા કારણથી લાંતક દેવલોકમાં તેર સાગરોપમની સ્થિતિવાળા સુદેવ કિલ્બિષિકમાં સુદેવપણાથી ઉત્પન્ન થયા ? ભગવાન કહે છે હે ગૌતમ ! જમાલિ આચાર્યના શત્રુપણાથી વગેરે કારણથી કિલ્બિષિકમાં ઉત્પન્ન થયા. હે ભગવાન! તે દેવલોકથી આયુષ્યના ક્ષય વડે ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! પાંચ તિર્યંચ યોનિમાં મનુષ્ય દેવલોક ગમન કરીને સંસારમાં ભમીને ત્યારપછી સિદ્ધ થશે. ।।૪૫૯Ī] = અવતરણિકા :વિશ્વ ૧૧૩ ભાવાર્થ : પૂર્વની ગાથામાં કહ્યું એ પ્રકારે શમભાવમાં યત્ન કરનારા મહાત્માઓ ચોરી આદિ પાપોથી દૂર રહે છે અને જેઓ શમભાવના પરિણામવાળા નથી, તેઓ સર્વ અનુચિત પ્રવૃત્તિ કરે તેવી સંભાવના છે. વળી શમભાવને પામ્યા પછી પણ કોઈ મહાત્મા સ્ખલના પામે તો તે પણ સર્વ પ્રકારનાં પાપ કરે તેવી સંભાવના છે. સર્વ નિષ્નવોમાં પ્રથમ જમાલિ નિહ્નવ થયા, તેથી તે નિષ્નવ ગણના નેતા કહેવાયા. તેમણે રાજ્યલક્ષ્મીને છોડીને આત્મકલ્યાણ માટે સંયમ ગ્રહણ કર્યું, છતાં મિથ્યા અભિનિવેશને વશ થઈને ભગવાનના વચનનો અપલાપ કરીને આ લોકમાં અને પ્રવચનમાં નિંઘતા પામ્યા; કેમ કે મરીને ફિલ્બિષિક દેવ થયા અને દુર્ગતિની પરંપરા પામ્યા, તેથી વિવેકી લોકોએ પ્રમાદ વગર શમભાવમાં ઉદ્યમ કરવો જોઈએ, જેથી શમભાવના પરમાર્થને બતાવનારા ભગવાનના માર્ગનો અપલાપ કરીને જમાલિની જેમ નિહ્નવતા પ્રાપ્ત ન થાય. II૪૫લા અવતરણિકાર્ય : વળી=પૂર્વની ગાથામાં કહ્યું કે સન્માર્ગમાં પ્રવર્તેલા પણ સ્ખલના પામેલા મહાત્માઓ જમાલિની જેમ અવસ્તુતાને પ્રાપ્ત કરે છે. બીજું શું પ્રાપ્ત કરે છે ? તે વિશ્વથી બતાવે છે ગાથા = इंदियकसायगारवमएहिं, सययं किलिट्ठपरिणामो । कम्मघणमहाजालं, अणुसमयं बंधई जीवो ||४६०।।
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy