SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬. ઉપદેશમાલા ભાગ-૧ / ગાથા-૯, ૧૦-૧૧ पर्यायाभ्यां हीनमपि गीतार्थतया प्रदीपकल्पं पुरतः कृत्वा अग्रतो विधाय गुरुत्वेन गृहीत्वेति भावः, विहरन्त्यप्रतिबद्धतया मुनयः साधवः तथा सोऽपि गुरुरिव महीपालवद् वा तैर्न परिभवनीयः, तत्परिभवे दुस्तरभवदण्डप्राप्तेरित्याकूतम् ।।९।। ટીકાર્ય : મદીપાતો ....... સાવૃતમ્ | મહીપાલ=રાજા, બાલ=શિશુ છે, એ પ્રમાણે માનીને પ્રજા=તેનો અનુચર લોક તેનો પરાભવ કરતો નથી, આ આવા સ્વરૂપવાળી, આચાર્ય એવા ગુરુની ઉપમા છે, આચાર્ય તો દૂર રહો=આચાર્યની તો રાજા જેવી ઉપમા છે, પરંતુ જે પણ=સામાન્ય સાધુ પણ, વય અને પર્યાય દ્વારા હીન પણ ગીતાર્થપણાને કારણે પ્રદીપ જેવા છે તેને આગળ કરીને= ગુરુપણાથી ગ્રહણ કરીને, મુનિઓ વિચરે છેસાધુઓ અપ્રતિબદ્ધપણાથી વિચરે છે, અને તે પણ= ગીતાર્થ એવા સામાન્ય સાધુ પણ, ગુરુની જેમ અથવા રાજાની જેમ તેઓએ=મુનિઓએ, પરાભવ કરવા જોઈએ નહિ; કેમ કે તેમના પરાભવમાં દુસ્તાર એવા ભવદંડની પ્રાપ્તિ છે, એ પ્રમાણે આશય છે. III ભાવાર્થ : આચાર્ય હોય અથવા સામાન્ય સાધુ હોય, પરંતુ ગીતાર્થ હોવાને કારણે પ્રદીપ જેવા છે, તેથી જેમ અંધકારમાં પ્રદીપ માર્ગને બતાવે છે, તેમ મોક્ષપથમાં જનારા સુસાધુ માટે તેઓ જિનવચન અનુસાર માર્ગ બતાવીને પ્રદીપ જેવું કાર્ય કરે છે. તેવા ગીતાર્થ સાધુનો સામાન્ય સાધુએ ક્યારેય પરાભવ કરવો જોઈએ નહિ, પરંતુ તેવા ગીતાર્થ સાધુને આગળ કરીને વિહાર કરવો જોઈએ. જેમ બાળ પણ રાજા પ્રજા દ્વારા પરાભવ કરાતો નથી, તેમ વયથી બાળ હોય તોપણ ગીતાર્થતાને કારણે સન્માર્ગદર્શક ગીતાર્થ સાધુ મુનિઓ દ્વારા ક્યારેય પરાભવ કરાતા નથી અને જેઓ તેમનો પરાભવ કરે છે, તેઓ દુઃખે કરીને છૂટી શકાય એવા ભવદંડને પ્રાપ્ત કરે છે; કેમ કે ગીતાર્થ સાધુની અવહેલનાથી દુરંત સંસારના પરિભ્રમણની પ્રાપ્તિ થાય છે. III અવતરણિકા: तदियता विनेयस्योपदेशो दत्तः, अधुना गुरोः स्वरूपमाहઅવતરણિકાર્ય - તે કારણથી આટલી ગાથા દ્વારા વિવેયનો ઉપદેશ અપાયો, હવે ગુરુના સ્વરૂપને કહે છે – ભાવાર્થ : યોગ્ય ગુરુની અવગણના કરીને શિષ્ય અનર્થને ન પામે તે કારણથી ગાથા-ફથી અત્યાર સુધી શિષ્યોને ઉપદેશ અપાયો. હવે શિષ્ય દ્વારા કેવા ગુરુ સેવનીય હોવા જોઈએ કે જેમની આરાધના કરીને શિષ્યને હિતની પ્રાપ્તિ થાય, માટે ગુરુનું સ્વરૂપ કહે છે –
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy