SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮-૯ ૧૫ હોવાથી લબ્ધ પ્રતિષ્ઠાવાળા છે, તેથી જેમ દેવતાદિથી શક્રાદિ અલંઘનીય વાક્યવાળા છે, તેમ સુસાધુઓથી અલંઘનીય વાક્યવાળા ગુણવાન ગુરુ છે. ॥૮॥ ભાવાર્થ ઃ ગુણવાન ગુરુ યોગ્ય શિષ્યને સંસારસાગરથી તારવામાં પ્રબળ કારણ છે, તેથી યોગ્ય શિષ્યમાં હંમેશાં પંચાચારના પાલનની વૃદ્ધિ થાય એ પ્રકારની ઉચિત આજ્ઞા આપે છે, તેથી આ ગુણવાન ગુરુ ઉચિત આજ્ઞા આપનારા છે, એ પ્રકારે ગુરુ લબ્ધ પ્રતિષ્ઠાવાળા હોય છે, એથી યોગ્ય શિષ્યોને કર્તવ્યવિષયક આદેશદાનમાં તેઓ અલંઘનીય વાક્યવાળા હોય છે, જેમ દેવતાઓ વડે શક્રાદિ અલંઘનીય વાક્યવાળા છે, વળી જેમ સુરગણને ઇન્દ્ર, ગ્રહ-ગણ અને તારાઓમાં ચંદ્ર, લોકોમાં રાજા તેમ સાધુગણમાં સન્માર્ગદાયક ગુરુ આનંદને દેનારા છે; કેમ કે યોગ્ય શિષ્યોને ઉચિત અનુશાસન આપીને સુખની વૃદ્ધિને કરનારા છે, માટે ગુરુનું વચન અત્યંત ભક્તિથી સાંભળવું જોઈએ. ॥૮॥ અવતરણિકા : तदेवमपि स्थिते वयपर्यायाभ्यां लघुतरं गुरुं मत्या मन्दबुद्धिर्यः परिभवेत्तदनुशास्तिं दृष्टान्ते નાહ અવતરણિકાર્ય : તે કારણથી આ પ્રમાણે પણ સ્થિત હોતે છતે=ગુણવાન ગુરુ શિષ્યોના સર્વ કલ્યાણનું એક કારણ છે એ પ્રમાણે સ્થિત હોતે છતે, જન્મથી અને પર્યાયથી લઘુતર ગુરુને માનીને જે મંદ બુદ્ધિવાળો પરિભવને કરે અર્થાત્ ગુરુને પરિભવ કરે, તેની અનુશાસ્તિને દૃષ્ટાંત દ્વારા કહે છે – ગાથા: बालोत महीपालो, न पया परिहवइ एस गुरुउवमा । जं वा पुरओ काउं, विहरंति मुणी तहा सो वि ।।९।। ગાથાર્થ ઃ બાલ રાજા છે એ પ્રમાણે માનીને પ્રજા પરિભવ કરતી નથી, આ=આવા સ્વરૂપવાળી, ગુરુની ઉપમા છે, જે સામાન્ય સાધુને પણ=ગીતાર્થ સાધુને પણ, આગળ કરીને મુનિઓ વિચરે છે, તે પ્રમાણે આચાર્યની જેમ તેમનો પણ=સામાન્ય ગીતાર્થ સાધુનો પણ પરાભવ કરવો જોઈએ નહિ. III ટીકા – महीपालो राजा बालः शिशुरिति मत्वा न प्रजा तदनुचरलोकस्तं परिभवति न्यक्करोति । एषैवंरूपा गुरोराचार्यस्योपमा गुरूपमा । आस्तां तावदाचार्यो यं वा सामान्यसाधुमपि वयः
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy