SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૬૧ ૨૬૧ આ હોતે છત=સાધુ એકાકી વિચરતે છતે, અનવસ્થા થાય છે; કેમ કે જીવોના પ્રમાદપ્રચુરપણાને કારણે બીજાઓની પણ તે પ્રવૃત્તિ થાય છે=કલ્યાણના અર્થી સાધુમાં પણ અનાદિથી સ્થિર થયેલ પ્રમાદપ્રચુરપણું હોવાને કારણે કોઈ સાધુને એકાકી વિચરતા જોઈને બીજાઓની પણ તે પ્રકારે એકાકી વિચારવાની પ્રવૃત્તિ થાય છે. આથી=એકાકી વિહારમાં અતવસ્થા છે, આથી એકાકીને વિચરવામાં સ્થવિરકલ્પનો ભેદ છેઃસ્થવિરકલ્પનો વિનાશ છે; કેમ કે લોહની, શલાકાતી, કલ્પતાની આપત્તિ છે, વધારે શું કહેવું? જ શબ્દ અવધારણ અર્થમાં છે અને તે=અવધારણ, પર્યતમાં અંતમાં, યોજાશે, એક એવો સ્વાયુક્ત પણ=સુષ્ણુ અપ્રમત્ત પણ, બીજો દૂર રહો, શું=એક અપ્રમત્ત પણ શું? તપ છે પ્રધાન જેમાં એવું સંયમ તપસંયમ, તેને વિનાશ કરે છે, અચિરથી=શીધ્ર જ વિનાશ કરે છે. ll૧૬૧II ભાવાર્થ સર્વ તીર્થકરોએ સાધુને એકાકી રહેવાનો નિષેધ કર્યો છે, માટે કલ્યાણના અર્થી સાધુએ ભગવાનના વચનનું સ્મરણ કરીને પણ એકાકી વિચરવું જોઈએ નહિ, વળી એકાકી વિચરવાથી અનવસ્થાની પ્રાપ્તિ થાય છે, કેમ કે કલ્યાણ માટે સંસાર છોડીને આવેલા સાધુમાં પણ અનાદિકાળથી સ્થિર થયેલ પ્રમાદપ્રચુરતા છે, તેથી કોઈને એકાકી વિચરતા જોઈને બીજાને પણ થાય કે આ રીતે હું વિચરીશ તો ગચ્છના ઉપદ્રવથી મુક્ત થઈશ, તેમ માનીને એકાકી વિહારની પ્રવૃત્તિ કરે, તેથી એકાકી વિહાર કરનાર સાધુ અન્યને પણ ભગવાનના વચનથી વિપરીત પ્રવૃત્તિ કરવામાં પ્રબળ કારણ બને છે, એથી ઉન્માર્ગમાં પ્રવર્તાવવારૂપ દોષની પ્રાપ્તિ થાય છે. વળી, એકાકી વિહારથી ભગવાને બતાવેલા સ્થવિરકલ્પનો વિનાશ થાય છે; કેમ કે એકાકી વિહાર સ્થવિરકલ્પરૂપ ઉત્તમ આચારમાં લોખંડની શલાકા નાખીને તેને છિન્ન-ભિન્ન કરવાની પ્રવૃત્તિ તુલ્ય છે, વસ્તુતઃ સ્થવિરકલ્પનો આચાર છે કે જઘન્યથી એક ગીતાર્થ હોય અને પાંચ સાધુ શેષકાળમાં સાથે વસે છે અને ચાતુર્માસમાં જઘન્યથી સાત સાધુ સાથે વસે છે. એકાકી વિહાર કરનાર આ વ્યવસ્થાનો નાશ કરે છે, વધારે શું કહેવું? કોઈ સાધુ શુદ્ધ ભિક્ષાચર્યાથી સંયમના સર્વ આચારોમાં અપ્રમત્ત હોય તો પણ તે તપ, સંયમને એકાકી સાધુ શીધ્ર નાશ કરે છે; કેમ કે જીવ નિમિત્ત પ્રમાણે ભાવો કરવાના સ્વભાવવાળો છે, તેથી જેઓને અત્યંત સંવેગ છે એથી અપ્રમાદપૂર્વક સંયમની આચરણાઓ કરે છે તેવા પણ સાધુને ગુણવાન ગુરુના સારણાદિ દ્વારા સંયમની વૃદ્ધિ થાય છે અને એકાકી રહેવાથી સારણાદિનો અભાવ પ્રાપ્ત થાય છે, સ્વયે સંવેગને અતિશય કરવો અતિદુષ્કર છે અને સંવેગના પરિણામને અતિશય ન કરી શકે તો સંયમની વાચ્ય આચરણા વિદ્યમાન હોવા છતાં અંતરંગ તપ-સંયમનો પરિણામ નાશ પામે છે; કેમ કે અંતરંગ તપ-સંયમનો પરિણામ પાંચ ઇન્દ્રિયોના સંવરપૂર્વક આત્માના અસંગભાવની વિશ્રાંતિને અનુકૂળ યત્ન સ્વરૂપ છે અને તે સંવેગપૂર્વકના ઉપદેશશ્રવણથી જીવે છે, જ્યારે ગીતાર્થગુરુના અભાવને કારણે એકાકી સાધુને તે પ્રકારના સંવેગપૂર્વકનો ઉપદેશ પ્રાપ્ત થતો નથી, તેથી અપ્રમાદી સાધુનું પણ તપ-સંયમ અલ્પકાળમાં નાશ પામે છે. II૧૧ાા
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy