SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૯૧ गम्यत इति सक्षेपार्थः, विस्तरार्थः कथानकगम्यस्तच्चेदं राजगृहे मेतार्यनामा तपस्वी गोचरचर्यया प्रविष्टः सुवर्णकारभवनं, तत्र च श्रेणिकराजदेवाचनिकार्थं निवाष्टशतं सौवर्णिकयवानां प्रविष्टोऽभ्यन्तरे सुवर्णकारः, भक्षितं तत्क्रौञ्चेन, निर्गतस्तददृष्ट्वासौ मुनिं पृष्टवान्, क्रौञ्चकरुणया नाख्यातं मुनिना, ततोऽसकृत्प्रश्नेऽप्यकथयति मुनौ राजभयाज्जातोऽस्य कोपः, वेष्टितमार्द्रचर्मरज्ज्वा तन्मस्तकं, गाढबन्धानिर्गते लोचने, समुल्लसितजीववीर्यानलदग्धकर्मेन्धनः प्राप्य केवलं तत्क्षणमेव समाप्तायुष्कः प्राप्तो मोक्षमिति ।।९१।। ટીકાર્ય : વેચત્તે .... મોમિતિ | આના દ્વારા વેષ્ટા કરાય એ વેદ, મસ્તકનો વેષ્ટ કરાય એ શિરોવેષ્ટ, કરણભૂત એવા તેના વડે મસ્તક વેષ્ટિત કરાયે છતે બે ચક્ષુઓ બહાર નીકળ્યાં, કોનાં-મેતાર્ય ભગવાનનાં, આ મહાત્મા મનથી પણ-વચન-કાયાથી દૂર રહો મતથી પણ, તેના કરનારામાં કુપિત થયા નહિ, એ પ્રકારનો સંક્ષેપથી અર્થ છે, વિસ્તારથી અર્થ કથાનકથી ગમ્ય છે અને તે આ છે – રાજગૃહમાં મેતાર્થ નામના તપસ્વી ગોચરચર્યાથી સોનીના ઘરમાં પ્રવેશ્યા અને ત્યાં શ્રેણિક રાજાની દેવપૂજા માટે એકસો આઠ સોનાના જવ બનાવીને સોની અત્યંતર ભાગમાં પ્રવેશ્યો. ક્રૌંચ પક્ષી વડે તે ભક્ષણ કરાયા, બહાર નીકળેલા એવા તેણે તેને નહિ જોઈને મુનિને પૂછયું, ક્રોંચની કરુણાથી મુનિ વડે ન કહેવાયું, તેથી વારંવાર પ્રશ્ન કરાયે છતે પણ મુનિ નહિ કહેવા છતાં અને રાજાના ભયથી આને કોપ થયો, તેમનું મસ્તક ભીની ચામડાની દોરીથી વીંટળ્યું. ગાઢ બંધનથી બે લોચન બહાર નીકળ્યાં, સમુલ્લસિત થયેલા જીવવીર્યરૂપ અગ્નિથી બળાયાં છે કર્મબંધન જેમના વડે એવા તેઓ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરીને તે ક્ષણે જ સમાપ્ત થયેલા આયુષ્યવાળા મોક્ષને પામ્યા. ll૧/l ભાવાર્થ : મેતાર્ય મુનિના મસ્તકે સોનીએ ચામડાની પાઘડી બાંધી. તેથી તેમનાં બે ચક્ષુ બહાર નીકળ્યાં, તોપણ તે મુનિ શમભાવમાં લીન હતા, તેથી મનથી પણ તેમનું ચિત્ત કોપને અભિમુખ થયું નહિ, પરંતુ આત્માના નિરાકુળ સ્વભાવમાં વિશ્રાંતિને અનુકૂળ દૃઢ વ્યાપારવાળું હોવાથી ધર્મની વૃદ્ધિ થઈ અને ધર્મની વૃદ્ધિના પ્રકર્ષથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તેથી એ ફલિત થાય કે આત્માના નિરાકુળ સ્વભાવમાં વિશ્રાંતિને અનુકૂળ યત્ન કરનારા મહાત્માઓ ધર્મની વૃદ્ધિ માટે યત્ન કરતા હોય ત્યારે ભાવથી દેહનો ત્યાગ કરેલો છે, તેથી દેહના નાશ પ્રત્યે પણ તેઓ નિરપેક્ષ પરિણામવાળા છે અને તે ભાવના પ્રકર્ષથી તે મહાત્મા વીતરાગ બને છે. આ રીતે ધર્મની વૃદ્ધિ માટે અવંતિ સુકુમાલે દેહત્યાગ કર્યો, તેમ ઘણા મહાત્માઓએ દેહનો ત્યાગ કર્યો છે. II૯૧ાા
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy