SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મોપકરણની અબાધકતાને વિચાર ननु भवतामपि 'न ग्रन्थः' इति साध्यस्य कोऽर्थः ? इति चेत् ? मूर्छाहेतुत्वमिति गृहाण । मूर्छया प्रवृत्तिरेव हि पुनः पुनस्तदनुसन्धानजननी दृढतरवासनां प्रसूते । अथ ઉત્તરપક્ષ તે પછી અસિદ્ધિ અને બાધ દોષ આવશે કારણ કે વસ્ત્રાદિથી સાધુને મૂર્છા થાય છે એ વાત અસિદ્ધ હેવાથી હેતુ અસિદ્ધ છે. વળી મૂચ્છ વિના વસ્ત્રાદિનું ધારણ કર્મબંધ કરાવે એ હકીકત શાસ્ત્રબાધિત છે કારણ કે શીતાદિકાળમાં પ્રતિમધારી દિગંબર સાધુ પર કેઈ વ્યક્તિ અનુકંપાદિથી કંબલાદિ નાખી દે તે પણ તે કંબલાદિથી તે સાધુને કર્મબંધ થતું નથી તેમજ તેમનું નિર્ચથપણું પણ ટકી રહે છે. એવું તમારા આગમથી તમને પણ પ્રસિદ્ધ જ હોવાથી વસ્ત્રાદિ સાધુને કર્મબંધમાં હેતુભૂત છે એ વાત બાધિત છે. [ગ્રન્થ-અગ્રન્થનો કઈ એકાન્ત નિયમ નથી. પૂર્વપક્ષ –વસ્ત્રાદિ જેઓને મૂચ્છના હેતુરૂપ બને તેઓને “ગ્રન્થ” રૂપ છે એવું અમારું તાત્પર્ય છે તેથી અસિદ્ધિ વગેરે દોષ નથી. ઉત્તરપક્ષ –એ તે અમને ઈષ્ટ જ છે કારણ કે જેઓને કનકાદિ પર મૂચ્છ થવાથી તે ગ્રન્થરૂપ બને છે તેઓને વસ્ત્રાદિ પર પણ જે મૂર્છા થાય છે તે પણ ગ્રન્થરૂપ બને જ છે. બાકી સામાન્યથી તે દેહ વગેરે માટે ઉપકારી આહારાદિની જેમ સુવર્ણ યુવતી વગેરે પણ ગ્રન્થરૂપ બનતા નથી. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં પણ કહ્યું છે કે દેહને ઉપકારી હોવાથી જેમ આહારાદિ ગ્રન્થરૂપ નથી તેમ વિષ ઉતારવા દ્વારા દેહપાલન માટે ઉપકારી હેવાથી સુવર્ણ ગ્રન્થરૂપ નથી. એમ ધર્માતેવાસિની બનેલી યુવતી પણ ગ્રન્થ રૂપ નથી આમ હકીક્તમાં કોઈ વસ્તુ સ્વરૂપથી એકાન્ત ગ્રન્થ નથી. પૂવપક્ષ :- તે પછી સુવર્ણાદિ અમુક વસ્તુઓ ગ્રન્થ છે અને આહારતૃણાદિ ગ્રન્થ નથી એવી વ્યવસ્થા રહેશે નહિ કારણ કે કઈ વસ્તુ નિશ્ચયથી ગ્રન્થરૂપ નથી. ઉત્તરપક્ષ –લેકમાં તેવી કઈ વસ્તુ નથી જે સર્વથા ગ્રન્થરૂપ જ હોય કે અગ્રન્થ હોય, નિશ્ચયથી તે મૂછ જ ગ્રંથ છે અને અમૂછ જ અસભ્ય છે. તેથી રાગદ્વેષ વિનાના સાધુને વસ્ત્રાદિ જે જે સંયમપકારી હોય તે તે અપરિગ્રહ જ છે અને જે જે સંયમપઘાતી હોય તે તે પરિગ્રહ રૂપ છે, આમ આ ગ્રન્થ-અગ્રન્થની વ્યવસ્થા યુક્તિસંગત જ છે-વિલુપ્ત નથી-યદ્યપિ “મુછા પરિગ્નહો વૃત્ત.' એવા શ્રી દશવૈકાલિક સૂત્રના વચનથી મૂરછેં પરિણામ જ નિશ્ચયથી પરિગ્રહ રૂપે કહેવાય છે છતાં અહીં મૂર્છા ઉત્પન્ન કરવામાં પરિણતદ્રવ્ય ગ્રન્થ છે એવા આ વ્યવહાર મતને જ વિશુદ્ધ હેવાથી નિશ્ચયરૂપે કહ્યો છે. પૂર્વપક્ષ તમે પણ અનુમાનમાં “વસ્ત્રાદિ ન ગ્રન્થઃ” એ જે સાધ્યનિર્દેશ કર્યો છે એમાં ગ્રન્થત્વાભાવ રૂપ સાધ્યનો અર્થ શું છે ?
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy