SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરથી મહારાજાના હાથ વધુ મજબૂત બનાવે છે. પૂજ્ય ઉપાધ્યાયજી મ. ને આ બનારસીદાસ પણ એ જ જીવ લાગ્યો હોવાનું જણાય છે. નિગ્રંથસાધુએ ગ્રન્થ (પરિગ્રહ)ને ત્યાગ કરવો જોઈએ.” ઈત્યાદિ જણાવનાર “ઠે જણ” ઈત્યાદિ વચન પરથી દિગમ્બરોએ એવો નિયમ બાંધ્યો કે સાધુએ વસ્ત્રપાત્ર વગેરે પણ રાખવા ન જોઈએ. દિગમ્બરનું કહેવું એમ છે કે જે વસ્ત્રાપાત્રાદિ રાખવામાં આવે છે, તે પણ ધન વગેરેની જેમ પરિગ્રહરૂપ હોઈ પાંચમાં પરિગ્રહવિરમણમહાવ્રતનો ભંગ થઈ જાય છે. વળી વસ્ત્ર પાત્રાદિની “કાપ કાઢવો” વગેરે રૂપ સારસંભાળ કરવામાં રાગદ્વેષ થાય છે. તેમજ વસ્ત્રપાત્રાદિના સંરક્ષણ માટે સંરક્ષણનુબંધી રૌદ્ર ધ્યાન પણ પ્રવર્તે છે. “ન ના વાંસ ન વળે વાંકૂત” એ ન્યાયે વસ્ત્રાદિધર્મોપકરણને જ સાધુએ રાખવા ન જોઈએ. જેથી પછી ઉપરોક્ત દોષ થવાને સંભવ પણ ન રહે. આની સામે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજનું કહેવું છે કે સંયમ સાધનામાં સહાયક વસ્ત્રાદિને રાખવા માત્રથી તે પરિગ્રહરૂપ બની જતા નથી, પણ એના પર મૂચ્છ થાય, એજ પરિગ્રહરૂપ બને છે. “મુછ પાણી ઘુત્તો”. “આ મારા સંયમપાલનમાં ઉપયોગી છે.” એવી બુદ્ધિથી જયણું પૂર્વક વસ્ત્રાદિની સારસંભાળ કરવામાં રાગાદિ થતા નથી કે સંરક્ષણનુબધી રૌદ્રધ્યાન પણ થતું નથી. બાકી વસ્ત્રાદિ રાખવામાં મૂછદિને સંભવ હેવા માત્રથી જે એ ત્યાજ્ય હોય તે તે દિક્ષા લેવા માત્રથી સાધુએ આહારને અને શરીરને પણ ત્યાગ કરી દેવો પડે. કેમકે આહાર અને શરીર પર તે વસ્ત્રાદિ કરતાં પણ વધુ મૂછ થવાનો સંભવ છે. મૂછને સંભવ હોવા છતાં સંયમે પકારી હાઈ આહાર-શરીરાદિનું ગ્રહણ-ધારણ જે માન્ય છે, તે વસ્ત્રાદિ પણ સંયમે પકારી હે ઈ તેનું ગ્રહણધારણ પણ શા માટે માન્ય ન બને? આ જ ચર્ચામાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે ભેગા ભેગા આ વિષયની પણ છણાવટ કરી છે. (૧) સ્થવિરકતપશ્ચર્યા ઉત્સર્ગને સંલગ્ન જ છે. (૨) પ્રવૃત્તિ શ્રેષમૂલક પણ હોઈ શકે છે. (૩) દ્વેષ પ્રશસ્ત પણ હોઈ શકે છે. (૪) આવશ્યક ક્રિયાઓમાં શ્રેણિપ્રાપક ધ્યાન છે. (૫) શાસ્ત્રીય વિધાનનું લક્ષ્ય જયણા છે. (૬) બાહ્ય ક્રિયાપકને નુકશાન (૭) એકાન્ત સ્વભાવવાદી બૌદ્ધ વગેરેને મત (૮) ધન વગેરેની આપ લે શક્ય છે? વગેરે. ધર્મોપકરણની વિચારણા બાદ આ ગ્રંથમાં બીજે મુખ્ય વિષય છે, દ્રવ્યલિંગની વંદનીયતાનો વિચાર, “પાસસ્થાદિનું દ્રવ્યલિંગ અવંદનીય છે.” એવી શાસ્ત્રોક્તિને પકડીને પ્રતિમાલપક કહે છે કે સાધુતાના ગુણથી હીન હોવાથી જે પાસત્યાદિનું દ્રવ્યલિંગ અવંદનીય છે તે પ્રતિમા પણ અવંદનીય છે, કેમકે તેમાં પણ ભગવાનના કેવલજ્ઞાનાદિ ગુણ નથી. તેમજ એ એવું પણ કહે છે કે વળી જે પાસસ્થાદિના દ્રવ્યલિંગમાં સાધુતાના ગુણેને આરોપ અશક્ય છે તે પ્રતિમામાં પણ ભગવાનના ગુણેને આરા૫ અશકય છે.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy