SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત પરીક્ષા अत्र कश्चिदुपहासशीलो मोहोदयविवशीभावावसन्नपूर्वापरविचारचातुरीकः शङ्कते जह उवहिभारगहणं इ8 दुज्झाणवज्जणणिमित्तं । तो सेयं थीगहणं मेहुणसग्णाणिरोहहा ॥१४॥ [यद्युपधिभार ग्रहणं इष्टं दुनिवर्जननिमित्तम् । तत्श्रेषः स्त्रीग्रहणं मैथुनसंज्ञानिरोधार्थम् ॥१४॥] ગૃહીત કરેલા તે ગોરસાદિનું પરિષ્કાપનાદિ ક્યાં અને શી રીતે કરાય? વળી કરપુટમાં જ પિંડગ્રહણ કરવાનું હોય તો તે સ્નિગ્ધાદિરસયુક્તદ્રવવતુ ટપકી ટપકીને નીચે પડવામાં કંથવા-કડી વગેરેની વિરાધના થતી હોવાથી ચારિત્રશુદ્ધિ શી રીતે થાય ? વળી પાત્ર વિના ગ્લાનદુબળાદિ માટે વહોરી લાવવાનું શક્ય ન હોવાથી તેઓની સંભાળ શી રીતે થાય ? એમ ગુરુ વગેરે કેઈને પણ ભક્ત પાનાદિ આપવાનું સંભવિત ન બનવાથી દાનધર્મનું પાલન પણ શી રીતે થાય ? તેમજ પાત્ર હોય તે જ લબ્ધિવાળા સાધુઓ લબ્ધિવિનાના સાધુઓની, સશક્ત સાધુઓ અશક્ત સાધુઓની, તેમજ વસતિમાં રહેલ સાધુઓ પ્રાપૂર્ણ કે (નવા આવેલ અતિથિ સાધુઓ)ની ભક્તિ કરી શકે. “સંસક્ત ગોરસ–પાણી આદિમાં રહેલાં પ્રાણીઓના પ્રાણની રક્ષા માટે, હાથમાંથી ગળીને પડતાં ટીપાએથી થતી હિંસાના તેમજ તે સાફ કરવા માટે કરાતા પશ્ચાતકર્માદિના પરિહાર માટે તેમજ ગ્લાન–બાળકાદિના અનુગ્રહ માટે પાત્ર જરૂરી છે. પાત્રની હાજરીમાં જ દાનમયધર્મ સિદ્ધ થઈ શકવાથી સાધુઓમાં પરસ્પર સમવભાવન નિર્વાહ થઈ શકે છે. " આ જ પ્રમાણે માત્રક (એક જાતના પાત્રવિશેષ)ને ગુણે પણ જાણી લેવા. આમ શરીરની જેમ વસ્ત્રાદિ પણ ધર્મોપષ્ટભક હોવાથી અંગીકૃત કરવા જ જોઈએ. વસ્ત્રાદિ આપવાદિક છે તેમ માનવામાં તેની બાહ્યસાધનતા કાંઈ બાધક બની જતી નથી કારણ કે જેમ શરીર સંગરૂપ હોવા છતાં સ્વસામગ્રીનું સંનિધાન હોય તે પરમપેક્ષારૂપ સંયમને પ્રતિરોધ થતું નથી તેમ વસ્ત્રાદિસંગ હોવા છતાં પણ પરમોપેક્ષાને કઈ પ્રતિબંધ થતું નથી. તેથી અપવાદ્યપદે વસ્ત્રાદિને અંગીકાર કરવો જ જોઈએ. ૧૩ [વેદેદય નિવારણ માટે અબળા પરિગ્રહની આપત્તિ-પૂર્વપક્ષ] અહીં પ્રબળમહોદયથી વિવશ થએલ અને તેથી પૂર્વાપર વિચાર કરવાની જેની ચતુરાઈ લુપ્ત થઈ ગઈ છે એ કઈ મશ્કરે શંકા કરે છે કે . ' ગાથાર્થ : જેમ વસ્ત્રાદિના અભાવમાં શીતપીડાદિથી થતાં દુર્થાનના પરિહાર માટે વસ્ત્રાદિ ઉપધિનું ગ્રહણ ગુણકારી માને છે તેમ મિથુનસંજ્ઞાથી થતા વિહલતાદિ ૫ આ ધ્યાનના પરિવાર માટે સ્ત્રીનું ગ્રહણ કરવું પણ શ્રેયસ્કર માનવું જોઈએ. ૧. ઓછુંવત્ત પ્રાપ્ત થયે છતે ઓછાવાળાની પૂત્તિ આદિપ સમત્વ સમજવું, નહિ કે સામાયિકભાવ,
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy