SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપા. યશવિજયકૃત જાય છે. આમ શુદ્ધાત્માઓ વિશેના અનુરાગના ગ(સંબંધ)રૂપ શુભપયોગને ધારણ કરનારા આ શ્રમણને ગૌણચારિત્ર જ હોય છે, મુખ્ય નહિ. તેથી તેઓ મુખ્ય ચારિત્રવાળા શુદ્ધોપયોગી જીવો વિશે વંદન, નમન, અયુત્થાન (આવે ત્યારે ઊભા થવું), અનુગમન (જાય ત્યારે થોડે સુધી તેમની પાછળ પાછળ મૂકવા જવું) વગેરે કરવાની તેમજ તેઓને ઉપસર્ગાદિથી થએલ પરિશ્રમને દૂર કરવાની જે પ્રવૃત્તિઓ કરે છે તે તેઓ સરાગચર્યા અવસ્થામાં હેઈ નિંદિત નથી. શુદ્ધાત્મભાવની રક્ષા-સ્થિરતા માટેની આ પ્રવૃત્તિઓ તેમજ અનુગ્રહ કરવાની ઈચ્છાપૂર્વક થતાં દર્શન–જ્ઞાનના ઉપદેશની, તથા શિષ્યને દીક્ષા પ્રદાન તથા તેમનું પાલનાદિ કરવાની અને જિનેન્દ્રપૂજાને ઉપદેશ આપવાની પ્રવૃત્તિઓ એ “સરાગચર્યા છે. એમાં રાગને અંશ ભળેલો જ હોવાથી શુદ્ધોપગમાં એને અંતર્ભાવ નહીં કરતા બહાર જ રાખેલી છે અર્થાત્ એ શુદ્ધો પગની સમકક્ષ નથી કિન્તુ હીન કક્ષાની જ છે. પ્રવચનસારમાં કહ્યું છે કે “સિદ્ધાન્તમાં બે પ્રકારના શ્રમણે કહ્યા છે. શુદ્ધ પગવાળા અને શુભેપગવાળા. શુદ્ધોપાગી મહામુનિઓ સમસ્ત કષાયોથી રહિત હોવાના કારણે કર્મના આશ્રવ વિનાના હોય છે જ્યારે શુભેપગી શ્રમણે રાગાદિ કષાયના કણિયાં હાજર હેવાથી સાશ્રવ હોય છે. [૩–૪૫] ધર્મથી પરિણત થએલે આત્મા જે શુદ્ધ પગયુક્ત બને છે તે નિર્વાણ સુખને પામે છે અને જે શુભેપરોગયુકત બને છે તે સ્વર્ગસુખને પામે છે.” [૧-૧૧] શ્રમણપણાની હાજરીમાં અરિહંતાદિ પ્રત્યે ભકિત અને પ્રવચનાભિયુકત છે વિશે વાત્સલ્ય હોવું એ શુભયુક્ત ચર્યા છે અર્થાત્ શુભપયોગીને ગ્યચર્યા છે.” [૩-૪૬] શુદ્ધાત્મતત્વમાં સ્થિર શ્રમણને વિશે વંદન-નમસ્કાર–અભ્યસ્થાન-અનુગમનશ્રમઅપનયનની પ્રવૃત્તિઓ સરાગચર્યામાં નિન્દ નથી.” [૩–૪૭] ૯ પ્રવચનસારની આ બે ગાથાઓનું વિવેચન આ પ્રમાણે છે શુભપયોગી છવો મુનિ છે કે નહિ? એવા પ્રશ્નના ઉત્તરમાં “પા”..[૧-૧૧] ગાથા કહી છે. ધર્મથી પરિણુત થયેલ આત્મા જે શુદ્ધોપયોગ પરિણતિને ધારણ કરે છે તે કર્મો ૫ણું તેની શક્તિને રોકી શકતા નથી. તેથી એ જીવ સ્વીકાર્યમાં સમર્થ એવા ચારિત્રવાળા થવાથી નિર્વાણ સુખને પામે છે અને જે જીવ ધર્મથી પરિણત હોવા છતાં દાન પૂજદિપ શુભપગની પરિણતિ વાળો થાય છે, તે પૂજ્ય વગેરે અંગેના રાગકષાયથી યુક્ત હોવાના કારણે સ્વિકાર્ય કરવામાં અસમર્થ અને કથંચિત્ વિરુદ્ધ કાર્ય કરનાર એવા ચારિત્રવાળો થાય છે અને તેથી નિર્વાણુ સુખને પામતો નથી પણ સ્વર્ગસુખને પામે છે. ભોપયોગ પણ ચારિત્રનું અંગ હેવાથી એવા શુભપયોગી છે પણ શ્રમણ કહેવાય છે અને છતાં એ ચારિત્ર પોતાના સ્વાભાવિક સુખથી વિપરીત એવા સ્વર્ગાદિના ઈન્દ્રિયજન્ય સુખને જ આપવાવાળું હેવાથી કથંચિત્ વિરુદ્ધ કાર્યકારી કહ્યું છે અને તેથી જ શુદ્ધોપગ ઉપાદેય છે, શુભપગ હેય છે. આવા શુભોપયોગી છવમાં રાગપરિણતિની સાથે જ્ઞાનદર્શનની પરિણતિ પણ હેવાના કારણે ધર્મ પણ હોય તે છે જ, તેથી તેઓને શ્રમણ કહ્યા છે.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy