________________
અધ્યાત્મમતપરીક્ષા લૈ. ૧૬૩
न खलु स्त्रीणां ज्ञानापेक्षया पुरुषेभ्यो हीनत्व मोक्षप्राप्तिप्रतिकूल, माषतुषादीनां तादृशज्ञानं विनापि तत्प्राप्तिश्रवणात् , अगीतार्थानां गीतार्थपारतन्न्यस्यैव ज्ञानफलवत्तया ज्ञानरूपत्वात् । तथा च हारिभद्रं वचः- [पंचा० ५०१]
"'गुरुपारतंतं नाणं सद्दहणं एयसंगय चेव ।
एत्तो उ चरित्तीणं मासतुसाईण निहिटूठं ।'त्ति ॥ चारित्र प्रकर्षण केवलज्ञानावाप्तेः परमभावदशायामसिद्धं च ज्ञानहीनत्वमपि । एतेन 'त्रियो न निर्वाणभाजः, विशिष्टपूर्वाध्ययनाऽधिकारित्वादभव्यवद्' इत्यपास्ताम् । एवं लब्ध्यपेक्षया हीनत्वमपि तासां न प्रतिकूलं, “वादविक्रियाचारणादिलब्धिहेतुसंयमविशेषविरहे कथ तासां तदधिकमोक्षहेतुतत्सत्त्व ?” इति हि परस्याशयः, सोऽय' दुराशयः, माषतुषादीनां लब्धिविशेषहेतुसंयमाऽभावेऽपि मोक्षहेतुतच्छ्रवणात् । क्षायोपशमिकलब्धिविरहेऽपि क्षायिकलब्धेरप्रतिघातात् , अन्यथाऽवधिज्ञानादिकमुपमृद्य केवलज्ञानस्याऽप्रादुर्भावप्रसङ्गात् ।
જ્ઞિાન-લબ્ધિ વગેરેની હીનતા મોક્ષ પ્રાપ્તિની અબાધક]. સ્ત્રીઓને પૂર્વાદિનું જ્ઞાન હોતું નથી. પુરુષોની અપેક્ષાએ તેઓની આ હીનતા મોક્ષપ્રાપ્તિ પ્રત્યે કંઈ પ્રતિકુળ નથી કારણકે માષતુષાદિ મુનિઓને તેવી હીનતા હોવા છતાં મુક્તિ થએલી સંભળાય છે. હેયના ત્યાગ અને ઉપાદેયના આદરરૂપ જ્ઞાનનું કુળ ગીતાને પરતંત્ર રહેવા દ્વારા અગીતાર્થ ને પણ મળી જ જતું હોવાથી તેઓનું આ ગીતાર્થપાતંત્ર્ય જ જ્ઞાનરૂપ બની જાય છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પણ કહ્યું છે કે “વિશિષ્ટજ્ઞાનવિકલ પણ જ્ઞાનાધિક આચાર્યાધીન જીવોને ગુરુનું પાતંત્ર્ય જ્ઞાનફળસાધક હોવાથી જ્ઞાન જ છે. તેમજ આવા જ્ઞાનને અનુરૂપ શ્રદ્ધા જ સમ્યક્ત્વ છે. આવું હોવાથી જ વિશિષ્ટ જ્ઞાન વિનાના પણ માલતુષાદિ ચારિત્રીઓને પણ ચારિત્ર હવું કહ્યું છે.” ચારિત્રપ્રકર્ષથી કેવલજ્ઞાન પ્રાપ્ત થએ છતે પરમભાવદશામાં જ્ઞાનહીનત્વ રહેતું ન હોવાથી તે હેતુ પણ અસિદ્ધ બની જાય છે. તેથી જ “સ્ત્રીઓ મુક્તિ પામતી નથી, કારણ કે વિશિષ્ટ પૂર્વ અધ્યયનની અધિકારી હોય છે. જેમકે અભવ્ય જીવ એવું અનુમાન પણ પરાસ્ત જાણવું. એમ લબ્ધિને આશ્રીને તેઓનું હીનત્વ પણ મોક્ષને પ્રતિકૂળ નથી, કારણ કે એને પ્રતિકુળ કહેવામાં તમારો આશય તે આવો જ હેઈ શકે છે કે “વાદલબ્ધિ, વૈક્રિયલબ્ધિ, ચારણલબ્ધિ વગેરેને હેતુ બની શકે એવી કક્ષાનું સંયમ પણ જે તેઓને હોતું નથી તે મોક્ષહેતુભૂત બને એવું શ્રેષ્ઠ સંયમ તો શી રીતે હોય?” આ આશય દુરાશય છે, કારણ કે માષતુષાદિને લબ્ધિવિશેષના હેતુભૂત સંયમ ન હોવા છતાં મેક્ષના હેતુભૂત સંયમ જેમ સંભવ્યું હતું તેમ, સ્ત્રીઓને પણ સંભવે છે. ક્ષાયોપથમિક લબ્ધિના અભાવમાં પણ ક્ષાયિક લબ્ધિઓ કંઈ પ્રકટ થતી અટકી જતી નથી. નહિતર તે અવધિજ્ઞાનાદિ થયા વગર કેવલજ્ઞાન થઈ જ નહિ શકે ! १. गुरुपारतन्त्र्य ज्ञान श्रद्धानमेतत्संगत चैव । एतस्मात्तु चारित्रिणां माषतुषादीनां निर्दिष्टम् ॥