SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ક૨૮ અધ્યાત્મમત પરીક્ષા , ૧૬-૧૬ - इह खलु क्षपणकस्येदमभिप्रेतं-"'इत्थीलिङ्गसिद्धा” इति सूत्रो लिङ्ग वेदरूपमधिकृतं न तु "२इत्थीए लिङ्ग इथिलिङ्ग, इत्थीए उवलक्खण ति वुत्तं भवइ, तं च तिविहं वेदो, सरीरंणेवत्थ च, इह सरीरनिव्वत्तीए अहिगारो, न वेयनेवत्थेहिं” ति नन्द्यध्ययनचूर्युक्त स्त्रीशरीररूपम्, एवं च ये पूर्व क्षीणस्त्रीवेदाः सन्तः सिद्धास्ते स्त्रीलिङ्गसिद्धोः । एवं ये पूर्व क्षीणपुरुषवेदाः सन्तः सिद्धास्ते पुरुषलिङ्गसिद्धाः, ये च क्षीणनपुंसकवेदाः सन्तः सिद्धास्ते नपुंसकलिंगसिद्धाः । अमुमेवार्थवीस णपुंसगवेया इत्थीवेयंमि हुँ ति चालीसा । पुंवेए अयाला एगसमयंमि सिझति ।। [ ] इत्यस्मसिद्धान्तोऽप्यनुसरति । शरीरनिर्वृतिमधिकृत्य तु पुंशरीरावस्थित एवं जन्तुः सिद्धयति, स्त्रीशरीरेण मोक्षानवाप्तेः, यतः स्त्रीणां तावद्दुःशीलतया भीरुतया हीनिमग्न દિગંબરને આ અભિપ્રાય છે કે “ઈથીલિંગસિદ્ધા....” એ સૂત્રમાં સ્ત્રીલિંગ તરીકે સ્ત્રીવેદીને અધિકાર છે, નહિ કે નંદીસૂત્રના ચૂર્ણિકારના કહેવા મુજબ સ્ત્રી શરીરને. તેમણે કહ્યું છે કે સ્ત્રીનું લિંગ તે સ્ત્રીલિંગ, કે જે સ્ત્રીના ઉપલક્ષણભૂત છે. અને એ ત્રણ પ્રકારનું છે વેદ, શરીર અને નેપથ્ય. અહીં શરીરરચનાત્મક સ્ત્રીલિંગનો અધિકાર છે, વેદ અને નેપથ્ય રૂપ સ્ત્રીલિંગને નહિ.” તેથી જે સ્ત્રીવેદને પ્રથમ ખપાવીને સિદ્ધ થયા હોય તેઓ સ્ત્રીલિંગસિદ્ધ કહેવાય છે. એમ જેઓ પુરુષવેદને કે નપુંસકવેદને પ્રથમ ખપાવીને સિદ્ધ થયા હોય છે તેઓ કમશઃ પુરુષલિંગસિદ્ધ કે નપુંસકલિંગકસિદ્ધ કહેવાય છે. “એકસમયે નપુંસકવેદી ૨૦, સ્ત્રીવેદી ૪૦, તથા પુરુષવેદી ૪૮ સિદ્ધ થાય છે.” એ અમારો સિદ્ધાન્ત પણ આ જ વાતનું સમર્થન કરે છે. [ સ્ત્રીમુક્તિ ન હવામાં દિગંબરોક્ત હેતુઓ ] શરીરરચનાને આશ્રીને તે પુરુષશરીરધારી જીવ જ સિદ્ધ થાય છે. સ્ત્રી શરીરથી તે મુક્તિપ્રાપ્તિ થતી જ નથી. કારણ કે સ્ત્રીઓને તેઓ દુશીલ હોવાથી, ભીરૂહોવાથી તેમજ લજજાવાળી હોવાથી પરમસાહસથી જ સાધી શકાય એવું અઢારહજાર શીલાંગયુક્ત તેમજ નિર્વસ્ત્રતારૂપ મૂળગુણથી સંકળાએલું એવું ચારિત્ર તેઓને હઈ શકતું જ નથી. એ રત્નત્રયસામ્રાજ્ય વિના તે મોક્ષપ્રાપ્તિ શી રીતે હોય ? હનજીને ઉત્કૃષ્ટ પદપ્રાપ્તિ અસંભવિત હોવાથી પુરુષથી હીન (= નીચી) સ્ત્રીઓને મુક્તિપદપ્રાપ્તિ થતી નથી. વળી મિથ્યાત્વ સહકૃત મહાપાપથી સ્ત્રીપણું બંધાય છે. તેથી ઘણા પાપથી પરાભૂત થયેલી સ્ત્રીઓને પરમપુણ્યના જથ્થાથી પ્રાપ્ત કરવા ગ્ય પરમાનંદ સંપત્તિ શી રીતે પ્રાપ્ત થાય? વળી સ્ત્રીઓ ૭ મી નરકમાં જતી નથી એવું આપણે બને માનીએ છીએ, જે તેઓને : ૧. દીઢિારિદ્વાર | ૨. ત્રિયા: જિંnfમતિ શ્રીલિમ, ત્રિ પક્ષનનિયુત્ત' મતિ, તરવું ત્રિવિષ રે, - शरीर नेपथ्य च । इह शरीरनिवृत्याऽधिकारो न वेदनेपथ्याभ्याम् । 3. विशतिन पुसकवेदाः स्त्रीवेदे भवंति चत्वारिंशत् । पुवेदेऽष्टचत्वारिंशदेकसमये सिध्यन्ति ।।
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy