SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૩૩-૧૪૧ ___ यदप्युक्त'-अनुष्ठानरूप' चारित्र' शरीर विना कथ सिद्धानाम् ? इति तत्तथैव, न हि वयं तेषां क्रियारूप चारित्रमभ्युपेमः, किन्तु शुद्धोपयोगरूपम् । न च तस्याप्युत्पत्ताविव स्थितावपि शरीरापेक्षा, केवलज्ञानादेरपि तथाभावप्रसङ्गात् । न च ऋजुसूत्रनयेन तस्य प्रतिसमयोत्पदिष्णुतया मोक्षे शरीर विना तदुत्पत्तिरपि न स्यादिति वाच्य, तन्नये पूर्वपूर्वक्षणानामेवोत्तरोत्तरक्षणहेतुत्वात् , अन्यथा ज्ञानादावप्यप्रतिकारादिति दिगू । अथ माभूद्बाह थक्रियारूपता चारित्रस्य, अस्तु वाभ्यन्तरक्रियारूपत्वं, तथापि न सा सिद्धानां, तद्धेतुयोगादे विलयादित्याशय निरसितुमाह-अपि चेत्यादिना-क्रिया खलु योगाख्या शरीरनामकर्मोपनीततया भगवतामप्यौदयिकी, चारित्रं तु तेषां चारित्रमोहकर्मक्षयोपनीततया શંકા –આ રીતે પ્રતિજ્ઞાતને અનુસરીને જ વ્યવહારાદિ થતા હોય તે પ્રતિજ્ઞાથી સયું! અર્થાત્ પ્રતિજ્ઞાની તો કેઈ જરૂર જ નથી. સમાધાન :- આવું માનવાની જરૂર નથી કારણ કે પ્રધાન સંયમમાં પ્રતિજ્ઞા પણ કારણભૂત હોવાથી આવશ્યક છે. તેથી જ પ્રતિજ્ઞાના ફળભૂત “અવિરતિ નિમિત્તક કર્મબંધની અટકાયત દ્વારા જ સંયમ પણ ફળવાળું બને છે. કોઈ પણ કારણની ગેર. હાજરીવાળું (વિકલાંગ) કર્મ ફળવાળું બનતું ન હોવાથી પ્રતિજ્ઞા પણ ઉપયોગી છે. વસ્તુતઃ પ્રતિજ્ઞાતને ભંગ થવામાં શિષ્ટાચાર વિરોધ હેવાથી જેમ વેષ “હું દીક્ષિત છું, આવું કાર્ય મને ન શોભે વિગેરે વિક૯પ કરાવવા દ્વારા સાધુપણને ઉપયોગી બને છે એજ રીતે પ્રતિજ્ઞા પણ “મેં હજારો સજજને અને અરિહંતાદિ પાંચની સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી છે તે મને આવું કામ ન શેભે ઈત્યાદિ વિક૯પ કરાવવા દ્વારા ઉપયોગી બને છે એમ જાણવું. તેમજ પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞાત અંગે અપ્રમત્તતા લાવવા દ્વારા પ્રવૃત્તિજનક ઉત્સાહને પ્રર્વતાવે છે. તેથી એ રૂપે પણ ઉપયોગી છે. [ શુદ્ધોપયોગરૂપ ચારિત્રની સ્થિતિ શરીરનિરપેક્ષ ] અનુષ્ઠાનાત્મક ચારિત્ર સિદ્ધોને શરીર વિના શી રીતે સંભવે? એવું તમે જે કહ્યું તે બરાબર જ છે. અમે પણ કંઈ તેઓને ક્રિયારૂપ ચારિત્ર હોય છે એમ માનતા નથી, કિન્તુ શુદ્ધોપગરૂપ ચારિત્ર હોય છે એવું માનીએ છીએ. એ શુદ્ધોપયોગને ઉત્પન્ન થવામાં શરીરાપેક્ષા છે પણ ઉત્પન્ન થયા પછી ટકી રહેવામાં કેઈ અપેક્ષા છે નહિ કે જેથી અશરીરી સિદ્ધોને શુદ્ધોપયોગનો અભાવ માનવો પડે. નહિતર તે શરીરસાપેક્ષપણે ઉત્પન્ન થતાં કેવલજ્ઞાનાદિને ટકાવ પણ શરીરસાપેક્ષ માનવો પડવાથી સિદ્ધોને શરીરના અભાવે કેવળજ્ઞાનાદિને પણ અભાવ માનવાની આપત્તિ આવશે. શકા – ઋજુસૂત્રનયમતે મોક્ષમાં શરીર વિના પણ કેવલજ્ઞાનની પ્રતિસમય ઉત્પત્તિ થતી હોવાથી જણાય છે કે કેવલજ્ઞાનને તે ઉત્પત્તિમાં પણ શરીરની અપેક્ષા નથી તે સ્થિતિમાં શા માટે હોય?
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy