SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ અધ્યાત્મમત પરીક્ષા પ્લે. ૧૦૧ [ કાર્ય–કારણુભાવ જ સ્વભાવગ્રાહક બની શકે ] ઉત્તર૫ક્ષ :–અમારે પ્રશ્ન પ્રજનપ્રશ્ન નથી કે હેતુપ્રશ્ન નથી પણ પ્રમાણપ્રશ્ન છે. અર્થાત્ “આવા વૈલક્ષણ્યનું ગ્રાહક પ્રમાણ કયું છે? એવું અમે પૂછી રહ્યા છીએ જેનો તમારી પાસે કઈ જવાબ નથી. કારણ કે કાર્ય-કારણે ભાવ જ તે સ્વભાવના ગ્રાહક પ્રમાણ તરીકે સંભવી શકે છે જે તમને તો માન્ય નથી. જે કાર્યકારણભાવનું ગ્રહણ કર્યા વિના પણ કેઈ અન્ય પ્રમાણથી સ્વભાવનું ગ્રહણ થઈ શકતું હેત તે તો દંડમાં ઘટકારણુતાને જાણ્યા વિના પણ “દંડથી જ ઘડો બને છે એવો સ્વભાવ ખબર પડી જવાની આપત્તિ આવશે. પૂર્વપક્ષ –કાર્યકારણભાવ જ સ્વભાવગ્રાહક પ્રમાણ છે એવી તમારી વાત અયુક્ત છે કારણ કે પાણીને ઠંડાપણાને સ્વભાવ કઈ જાતને કાર્યકારણભાવ જાણ્યા વિના જ સ્પાશન પ્રત્યક્ષથી જાણી શકાય છે. ઉત્તરપક્ષ-પાણી શીતસ્પર્શનું સમાયિકારણ છે એવા કાર્યકારણુભાવની જાણ થયા પછી જ પાણીમાં શીત સમવાય તેવા રૂપ રવભાવ છે એવો નિશ્ચય થાય છે તેથી શીતસમવાયાત્મક સ્વભાવને ગ્રહ કાર્યકારણ ભાવગ્રહાધીન જ છે પછી ભલે “જળમાં જ ઠંડક છે, એવા સ્વભાવનું જ્ઞાન કારણુતાગ્રહને આધીન ન હોય. . . [નિયતપૂર્વવર્ણિતાગ્રહ સ્વભાવગ્રાહક છે-પૂર્વપક્ષ ] પૂર્વપક્ષ –“નિયતપૂર્વવર્તિતાનું ગ્રહણ કરવા દ્વારા કાર્યકારણ ભાવગ્રહ થાય છે. જેમકે બે-ચાર સ્થળે દંડાદિની હાજરીમાં ઘટત્પત્તિ અને ગેરહાજરીમાં ઘટોત્પત્તિને અભાવ જોઈને નિયતપૂર્વવર્ણિતાનું ગ્રહણ થાય છે કે “ઘટકાર્ય પૂર્વે દંડ અવશ્ય હાજર હોય છે. આ ગ્રહણ થયા પછી જ “તેથી દંડ, ઘટ પ્રત્યે કારણ છે એવો કાર્યકારણભાવગ્રહ થાય છે અને ગ્રહ થયા પછી “દંડથી જ ઘડો ઉત્પન્ન થાય” એવા સ્વભાવનો ગ્રહ થાય છે એ તમારો અભિપ્રાય છે પણ એ બરાબર નથી કારણ કે કાર્ય કારણભાવના • ગ્રહને વચ્ચે લાવ્યા વિના પણ નિયતપૂર્વવર્ણિતાના ગ્રહથી જ દંડથી જ ઘટ થાય એ સ્વભાવગ્રહ શકય હોવાથી વચ્ચે કાર્યકારણુભાવગ્રહ માન યુક્ત નથી. i [ નિયતપૂર્વવત્તિતા જ કારણુતા છે-ઉત્તરપક્ષ ] *ઉત્તરપક્ષ તમારી વાત સાચી છે, છતાં નિયતપૂર્વાવધિમત્વ એટલે કે કાર્યની પૂર્વ અવધિવાળા અવશ્ય હોવું આવા પ્રકારને નિયતપૂર્વવત્તિતારૂપ સ્વભાવ જ કારણુતા રૂપ હોવાથી તેને ગ્રહ એ જે કારણુતાગ્રહ છે. આ વાત અન્યત્ર ચર્ચેલ છે. તેથી સ્વભાવ ગ્રહ માટે પણ કારણુતાગ્રહ આવશ્યક હોવાથી કાર્યકારણભાવ માન આવશ્યક જ હોવાના કારણે આયુષ્યને સોપક્રમ-નિરુપક્રમ વિભાગ યુક્ત જ છે. તેમજ તેની અપવર્તનની જેમ ઈ કર્મોની અપવર્નના પણ કારણ જન્ય જ છે, વળી જેમ એ અપવર્તનાકરણ વીર્યજન્ય છે તેમ ઉદીરણાકરણ પણ વીર્યજન્ય હોવાથી
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy