SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ર૮૬ અધ્યાત્મમત પરીક્ષા લે. ૧૦૧ . ... नन्वेवमिदानीन्तनप्रायश्चित्तानामपूर्वकरणमकुर्वतां कथं निकाचितकर्मक्षपकत्वं ? इति चेत् ? इदानीन्तनचारित्रस्य मोक्षजनकत्वमिव साक्षान्न कथंचित्, परंपरया तु तद्वदेव संभवीति संभावय । प्रवृत्तिस्तु तत्र कर्मबन्धकर्मानुबन्धापनयनार्थितयैवेति नानुपपत्तिः। एतेन "तद्भवयोग्यनिकाचितकर्मणो भोगादेव क्षये किमर्थं तत्र प्रवृत्तिः ?' इत्यपास्त, निकाचितानामपि बहुकालस्थितिनां ज्ञानावरणीयादीनां क्षयाय तत्रप्रवृत्तेः । પણ તેવા શુભ અધ્યવસાયે મુખ્યત્વે તીવ્રતપથી જ ઉત્પન્ન થતા હોવાથી તે દ્વારા થતાં કર્મક્ષય પ્રત્યે પણ તેની જે હેતુના આગમમાં કહી છે તે અસંગત જરાય નથી એ જાણવું. શંકા :-પ્રાયશ્ચિત્તાદિ, અપૂર્વકરણ દ્વારા જ નિકાચિત કર્મોને ક્ષય કરે છે એવું જે કહેશે તે આ પંચમકાળમાં સાધુ વગેરેથી કરાતા પ્રાયશ્ચિત્ત અપૂર્વકરણજનક બનતાં ન હોવાથી નિકાચિતકર્મોનો ક્ષય શી રીતે કરશે ? [ સાંપ્રતકાલીન પ્રાયશ્ચિત્તાદિ પણ પરપરાએ નિકાચિત કર્મક્ષપક] સમાધાન :--જેમ સાંપ્રતકાલીન ચારિત્ર કઈ રીતે સાક્ષાત્ મોક્ષજનક બનતું ન હોવા છતાં પરંપરાએ તે બને જ છે તે રીતે પ્રાયશ્ચિત્ત પણ પરંપરાએ નિકાચિતકર્મક્ષપક બની શકે જ છે એમ જાણવું. શંકા છતાં આને અર્થ તે એ જ થાય છે કે જ્યાં સુધી અપૂર્વકરણાદિ ન પ્રવર્તે ત્યાં સુધી તે કરેલા પ્રાયશ્ચિત્તાદિ પણ નિકાચિતકર્મને ક્ષય કરતાં નથી. તેથી અપૂર્વકરણપ્રાપ્તિ પૂર્વે જ જેને વિપાકકાળ આવી જવાનું હોય તેવા નિકાચિત કર્મોને તે પ્રાયશ્ચિત્તાદિ કરવા છતાં ભોગવવા જ પડે છે. તેથી પિતે બાંધેલા કર્મો તેવા (અપૂર્વકરણ પ્રાપ્તિ પૂર્વે જેને વિપાક કાળ આવી જાય એવા) નથી જ એ નિશ્ચય ન હોવાના કારણે પ્રાયશ્ચિત્ત કરવા છતાં સ્વકૃતકર્મને ભોગ આશંકિત જ રહેતું હોવાથી પ્રાયશ્ચિત્તાદિમાં સાંપ્રતકાલીન સુજ્ઞ પ્રવૃત્તિ કરશે ? [ સાંપ્રતકાલીન પ્રાયશ્ચિત્તની પ્રવૃત્તિ સુસંગત ] સમાધાન પ્રાયશ્ચિત્તાદિ, થએલા કર્મબંધને દૂર કરે છે અને પડેલા અશુભનુબંધને તેડે છે. તેથી કર્મબંધ-કર્મ અનુબંધ ને દૂર કરવાની ઈચ્છાથી પણ પ્રાયશ્ચિત્તાદિની પ્રવૃત્તિ થતી હોવામાં કે અનુપપત્તિ નથી. (તાત્પર્ય એ છે કે થઈ ગએલ દુષ્કૃતથી બંધાએલ કર્મો પોતે ભોગવવા ન પડે એવી ઈછા તે જીવને પ્રવર્તે જ છે. તેથી એ ભોગવવા ન પડે એ માટેના ઉપાયને જીવ શેતે હોય છે. એ ભગવટામાંથી પિતાને બચાવ કરી શકે એ જે કઈ સ્વાધીન ઉપાય હોય તો એ પ્રાયશ્ચિત્ત જ છે એમ તેણે ખાતરી થવાથી એ પ્રાયશ્ચિત્તમાં પ્રવૃત્તિ કરે છે. ] એ કારણથી જ “તે ભવમાં જ ભોગવવાને યોગ્ય એવા નિકાચિત કર્મોનો ભોગથી જ ક્ષય થવાને હોવાથી પ્રાયશ્ચિત્તાદિમાં પ્રવૃત્તિ અનુપ પન્ન થશે એવી શંકા પણ નિરસ્ત થઈ જાય છે, ઉપરાંત,
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy