SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત પરીક્ષા શ્લે, ૧૦૧ एव च सर्वस्य कर्मणः प्रदेशतो भोगनियमः, अनुभागतस्तु तद्भजनैव' इति भगवन्तोऽभ्यधुः । यदागमः-"तत्थ ण जौं त अणुभागकम्म त अत्थेगइ वेएइ अत्ोगइ णो वेएइ, तत्थ ण जत पदेसकम्म त णियमा वेएई” त्ति । भाष्यकारोऽप्यभ्यधात्सव्वं च पएसतया भुज्जइ कम्ममणुभागओ भइअं । तेणावस्साणुभवे के कयणासादओ तस्स ॥ ત્તિ I [વિમા૦ ૨૦૪૬] એવું નથી. તેથી જ જેમ ધાન્યના દાણું ખવાઈ જાય એટલા માત્રથી ધાન્ય પરિણામને ત્યાગ કરે છે અને ધાન્ય તરીકે નષ્ટ થયેલા કહેવાય છે. પછી પુષ્ટિ ભલે ન કરી હોય, તેમ કર્મલિકે પણ ભગવાઈ જવા માત્રથી કર્મ પરિણામને ત્યાગ કરે છે અને ક્ષય પામેલા કહેવાય છે. પછી સુખદુઃખ ભલે ને આવ્યા હોય. આમ પ્રાયશ્ચિત્તાદિથી કર્મની સ્થિતિ હણાય છે. ભસ્મક ગજનિત જઠરાગ્નિના ઉદ્દભૂતસ્પર્શમાં જ ખવાતા અનાજન રસ હણાઈ જાય છે. કેઈ વિશેષ પુષ્ટિ વગેરે થતા નથી તેમ કર્મોનો રસ તે અર્થવ સાયવિશેષથી હણાઈ જાય છે જેથી જીવને તે કર્મલિકો ભોગવવા છતાં કોઈ વિશેષ અસર થતી નથી. કર્મો પ્રદેશોદયથી અવશ્ય ભેગવવા જ પડે] તેથી જ પ્રસન્નચકાદિએ બાંધેલા સાતમી નરકાદિ પ્રોગ્ય કર્મ તે જ ભવમાં પ્રદેશદયથી ભોગવવા છતાં સાતમી નારક પ્રાગ્ય ભયંકર દુઃખ ભેગવવા પડયા ન હતા. વળી આવું હોવાથી જ પૂર્વમહર્ષિઓએ “બધા કર્મોને પ્રદેશથી તે ભેગવવા જ પડે છે, અનુભાગથી ભોગવવામાં ભજના છે, અર્થાત્ બધા કર્મોનો રસ ભોગવવો જ પડે એ નિયમ નથી” એવું કહ્યું છે. આગમમાં પણ કહ્યું છે કે “તે કર્મોને વિશે જે અનુભાગકર્મ હોય છે, જીવ તેમાંનું કેટલુંક ભેગવે છે અને કેટલુંક ભોગવતું નથી. પણ જે પ્રદેશકર્મ હોય છે તેને તો જીવ નિયમ ભોગવે જ છે.” ભાષ્યકારે પણ કહ્યું છે કે–સર્વ કર્મોને પ્રદેશરૂપે તો ભોગવવા જ પડે છે, અનુભાગરૂપે ભોગવવામાં ભજના છે. તેથી બાંધેલું કર્મ અવશ્ય ભોગવવાનું હોવાથી કૃતાનાશાદિ કયા દોષે છે? અર્થાત કેઈ દોષ નથી.” [કમ ઉભા રહેવા છતાં સ્થિતિહાસ શક્ય ]. વળી કાળ સાથેના સંબંધરૂપ સ્થિતિનું અપવર્તન અયુક્ત છે..ઈત્યાદિ તમે જે કહ્યું તે પણ અસત છે. અમુક કર્મને ભોગ ૧૦૦ વર્ષમાં થાય, બીજાને ૧૦૦૦ વર્ષમાં થાયઈત્યાદિ વિશેષતા લાવવામાં તેવા પ્રકારની સ્થિતિબંધ અધ્યવસાયથી ઉત્પન્ન થએલ સ્થિતિ વિશેષ જ નિયામક છે. તાત્પર્ય એ છે કે એક જ સમયે જ્ઞાનાવરણાદિ જે કર્મ બંધાય છે તેના પણ તેવા અધ્યવસાયના કારણે જુદા જુદા નિષેકો રચાય છે 1. तत्र यत्तदनुभागकर्म तदस्त्येक वेदयति, अस्त्येककन वेदयति, तत्र यत्तत्प्रदेशकर्म तन्नियमाद वेदयति । १. सर्वच प्रदेशतया भुज्यते कर्मानुभावतो भाज्यम् । तेनावश्यमनुभवे के कृतनाशादयस्तस्य ।।
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy