SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત પરીક્ષા શ્લો. ૯૯ नन्वेवमुचितप्रवृत्तावभिष्वङ्गाभावप्रशस्तरागयोः पृथक्कारणताद्वयकल्पने: गौरवम् , अन्यथा व्यभिचारो; मम तु तत्र प्रशस्तरागस्यैकस्यैव हेतुत्वमिति लाघवमिति चेत् ? न, अप्रमत्तप्रवृत्त्यनुरोधेनाऽप्रशस्तरागद्वेषापूर्वकत्व-प्रमादापूर्वकत्वलक्षणौचित्यद्वयान्तर्भावेनोक्तकारणताद्वयकल्पनायाः प्रामाणिकत्वात् । अस्तु वोचितप्रवृत्तित्वावच्छेदेनाप्रशस्तरागाद्यभावस्यैव हेतुत्व', न. चानुचित· प्रवृत्तित्वावच्छिन्न प्रति प्रशस्तरागाद्यभावस्य हेतुतायां विनिगमनाविरहः, अप्रमत्तप्रवृत्तौ व्यभिचारात् । न चाप्रमत्तानां प्रवृत्तिरेव नास्तीति सांप्रत, योगदुष्प्रणिधानरूपप्रमादत्यागेऽपि तैस्तत्सुप्रणिधानाऽत्यागात् , सर्वथा योगनिरोधस्य शैलेश्यवस्थाभावित्वात् , इति किमित्यानेडितविस्मरणशीलताऽऽयुष्मतः ॥९९॥ જે પ્રવૃત્તિ પૂર્વથી જ ચાલી આવતી હોય તેમાં ઈચ્છા આવશ્યક હોતી નથી. ભગવાનને પણ કમક્ષપણના પ્રજનવાળી પ્રવૃત્તિ પૂર્વથી (છદ્રસ્થ અવસ્થાથી) જ ચાલી આવતી હાઈ તે માટે કઈ ઈચ્છાની અપેક્ષા રહેતી નથી. એથી જ અપ્રમત્તયતિની પ્રવૃત્તિ ઈચ્છા નિરપેક્ષ હોય છે. મેહનીયને ઉદય હોવા છતાં અપ્રમત્તયતિની પ્રવૃત્તિમાં ઈચ્છાપૂર્વકત્વ હોતું નથી. એનું એ પણ કારણ છે કે તેઓની પ્રવૃત્તિ ઉચિત જ હોઈ સામાયિક પૂર્વકની હોય છે. જે ઈચ્છાપૂર્વકની હોય તે અનુચિત પ્રવૃત્તિની પણ સંભવના રહે, પણ તેમ છે નહિ કહ્યું છે કે- તૃણ કાંચનાદિ જડ વસ્તુઓમાં તેમજ શત્રુમિત્રાદિ ચેતનવસ્તુમાં માધ્યચ્ય ભાવ સામાયિક છે તેમજ રાગદ્વેષાત્મક અભિન્કંગ રહિતનું ઉચિત પ્રવૃત્તિયુક્ત ચિત્ત સામાયિક છે. અહીં ઉચિત પ્રવૃત્તિયુક્ત તાદશચિત્તને સામાયિક કહ્યું તેનાથી જણાય છે કે જે નિરભિવંગચિત્તાત્મક સામાયિકની હાજરી હોય તે ઉચિત પ્રવૃત્તિ થાય જ, અર્થાત્ સામાયિક જ ઉચિત પ્રવૃત્તિનું કારણ છે, નહીં કે ઈચ્છા. [ઉચિત પ્રવૃત્તિમાં પ્રશસ્ત રાગ હેતપૂર્વપક્ષ]. પૂર્વપક્ષ શ્રી અરિહંતાદિ વિશેના પ્રશસ્તરાગથી પણ ઉચિત પ્રવૃત્તિ થાય છે. તેથી ઉચિત પ્રવૃત્તિ પ્રત્યે જેમ અભિવૃંગાભાવને હેતુ માને છે તેમ પ્રશસ્તરાગને પણ સ્વતંત્ર હેતુ માનવો જ પડશે. આ રીતે બે પૃથફ કારણે માનવામાં ગૌરવ છે અને બેમાંથી એક ને જ કારણ માનવામાં જેને કારણ તરીકે સ્વીકાર્યું હોય તેની ગેરહાજરીમાં પણ ઈતરથી ઉચિતપ્રવૃત્યાત્મક કાર્ય થઈ શકતું હોવાથી વ્યતિરેક વ્યભિચાર દોષ સ્પષ્ટ જ છે. અમે તે ઉચિત-પ્રવૃત્તિપ્રત્યે માત્ર પ્રશસ્તરાગને જ હેતુ માનતા , હેવાથી અમારે લાઘવ છે અને નિરભિન્કંગચિત્તને તે તે પ્રત્યે હેતુ ન માન્યું હોવાથી છે . વ્યભિચાર પણ નથી. " [ઉચિત પ્રવૃત્તિ પ્રત્યે અપ્રશસ્તરાગાભાવ હેતુ–ઉત્તરપક્ષ]. ઉત્તરપક્ષ પ્રમત્તની શ્રી અરિહંતાદિની ભક્તિ આદિ પ્રવૃત્તિની જેમ અપ્રમત્તની પ્રવૃત્તિ પણ ઉચિત પ્રવૃત્તિ જ હોવાથી પ્રવૃત્તિમાં ઔચિત્ય બે પ્રકારનું માનવું પડે છે
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy