SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ અધ્યાત્મમત પરીક્ષા શ્લ. ૯૧ अन्नाणजं तु दुक्खं नाणावरणक्खएण खयमेइ । तत्तो सुहमकलंकिअकेवलनाणाऽपुहन्भूयं ॥९१॥ ( अज्ञानजं तु दुःखं ज्ञानावरणक्षयेण क्षयमेति । ततः सुखमकलङ्कितकेवलज्ञानाऽपृथग्भूतम् ॥९॥) यः खलु ज्ञानावरणोदयपारवश्यादात्मनः सूक्ष्मार्थाऽनालोचनादिजन्यः खेदो यश्चातस्मिंस्तबुद्धया प्रत्यर्थपरिणामात् स खलु तद्विलयादेव विलीयमानः स्वभावप्रतिघाताभावादनाकुलत्वाच्च चित्रभित्तिस्थानीय स्वत एव सकलज्ञेयाकारपरिणामरूप केवलज्ञानलक्षण सुखमादधातु, [અજ્ઞાનજન્ય દુ:ખ કેવળીઓને અસંભવિત] પૂવપક્ષ- દુઃખ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે અને જ્ઞાનથી તેને નાશ થાય છે. ગશાસ્ત્ર ગ્રન્થમાં પણ કહ્યું છે કે “આત્માના અજ્ઞાનમાંથી ઉદ્ભવેલું દુઃખ આત્મજ્ઞાનથી હણાય છે. તેથી જેઓને આત્મતત્વને સાક્ષાત્કાર થઈ ગયું છે તેવા કેવળીઓને દુઃખ શી રીતે સંભવી શકે? ઉત્તરપક્ષ-- કેવળીઓને આત્મજ્ઞાન લાધ્યું હોવાથી અજ્ઞાનજન્ય દુઃખને નાશ થયે હેવા છતાં વેદનીય કર્મના ઉદયથી થએલ સુધાદિ દુખોને કંઈ વિલય થયો હોતો નથી એવા આશયથી ગ્રન્થકાર કહે છે – ગાથાર્થ –અજ્ઞાનજન્ય દુઃખ તે જ્ઞાનાવરણને ક્ષય થવાથી જ નાશ પામી જાય છે તેથી નિષ્કલંક કેવલજ્ઞાનથી અપૃથભૂત સુખને કેવળી અનુભવે છે. પણ વેદનીયજન્ય દુઃખ તે હાજર જ હોવાથી અવ્યાબાધ સુખનો અનુભવ હેતે નથી. વિદનીયેાદયજન્ય દુઃખ કેવળીને સંભવિત] જ્ઞાનાવરણ કર્મના ઉદયની પરવશતાના કારણે જીવ જાણવાની ઈચ્છા હોવા છતાં સૂમપદાર્થોનું આલોચન જ્ઞાન કરી ન શકવાના કારણે ખેદ અનુભવે છે તેમજ તેવા પ્રકારની નહિ એવી પણ વસ્તુ વિશે “એ તેવા પ્રકારની છે એવી વિપરીત બુદ્ધિ થવાથી પણ ખેદ થાય છે. જ્ઞાનાવરણના ક્ષયથી જ એ અનાલોચન કે વિપરીતતા દૂર થઈ જાય છે તેમજ હવે “કઈ પણ વસ્તુનો બંધ કરો” એવા સ્વભાવને પ્રતિઘાત રહ્યો ન હોવાથી તેમજ વિપરીતતાદિ પરિણામનાં કારણે થતી આકુળતા પણ રહી ન હોવાથી, ચિત્રભિત્તિ જેવું સકલયાકાર પરિણામરૂપ જે કૈવલજ્ઞાન છે, તદ્રુપ સુખ ભલે ઉત્પન્ન થાય, પણ એટલા માત્રથી તેઓને સકલ દુઃખક્ષય પણ થઈ ગયે છે એવું શી રીતે મનાય? કારણ કે કઈ પણ પદાર્થના દર્શન-જ્ઞાન કરવાના સ્વભાવને પ્રતિઘાત રહ્યો ન હોવા છતાં અવ્યાબાધસુખ રૂ૫ સ્વભાવના પ્રતિઘાતને કંઈ અભાવ થઈ ગયો નથી. તેથી એ પ્રતિઘાતનિમિત્તક દુઃખ હાજર હોવાના કારણે સકલ દુઃખક્ષય મનાય નહિ. સિર્વ ઈષ્ટપ્રાપ્તિ-અનિષ્ટનાશને સિદ્ધાવસ્થામાં જ સંભવ વળી તેઓને સર્વ અનિષ્ટ નાશ પામી ગયા છે કે સર્વ ઈષ્ટની પ્રાપ્તિ થઈ ગઈ છે એવું પણ નથી કે જેના કારણે કોઈ દુઃખ હેતું નથી એમ કહી શકાય, કારણ કે
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy