SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન-ચારિત્રપ્રાધાન્યવિચાર ૧૮૭ __ यथाहि-नभोगमनमुद्दिश्य देवताऽऽवानाय प्रवर्त्तमानस्य मन्त्रानुस्मरण तत्प्रवृत्तिहेतुः तथा कर्मक्षयमुद्दिश्य चारित्रे प्रवत्तमानस्य प्रवचनज्ञानमपि तत्प्रवृत्तिहेतुः, अग्रिमफलं त्वविनाभावादिति परमार्थः । જ્ઞાનરહિત ક્રિયાનું ફળ અ૫ કહ્યું છે કારણ કે યથાર્થજ્ઞાન જ યથાર્થ પ્રવૃત્તિ કરાવતું હોવાથી તેની ગેરહાજરીમાં યથાર્થ પ્રવૃત્તિ ન હોવાથી પૂર્ણ ફળ મળતું નથી. [કિયાસહકૃત મંત્રજ્ઞાનમાં જ ફળદાયકત્વ કિયાને નિરપેક્ષપણે મંત્રસ્મરણમાત્રથી ઝેર ઉતરી જવું–આકાશમાં ગમન થવું વગેરે દેખાતું હોવાથી જ્ઞાન જ પ્રધાન છે એવું વ્યવહારવાદીએ જે કહ્યું તે પણ શોભતું નથી કારણ કે ત્યાં પણ મંત્રનો જાપ કરવા વગેરે રૂપ ક્રિયાથી સહકૃત મંત્રજ્ઞાન જ ઉક્તફળને આપે છે, અસહકૃત નહિ, તેથી ક્રિયા પણ પ્રધાન છે જ. કશું જ છે કે “મંત્રાદિ વિશે પણ પરિજા પાદિ ક્રિયા સહકારી છે જ કારણ કે મંત્રાદિ માત્ર કંઈ ફળના સાધનભૂત નથી. સમ્યજ્ઞાન માત્રથી ફળપ્રાપ્તિ થતી નથી કારણ કે તે પોતે સ્વયં અક્રિય છે.” પૂવપક્ષ :-જાપ કરવો એ પણ ધારાવાહીજ્ઞાનરૂપ જ છે, ક્રિયારૂપ નથી તેથી મંત્રના તેવા જ્ઞાનમાત્રથી જ વિષઘાતાદિ રૂપ ફળપ્રાપ્તિ થતી હોવાથી એ જ પ્રધાન છે. વળી “જ્ઞાન અક્રિય હોવાથી આકાશની જેમ કાર્યજનક નથી એવું પણ માનવું નહિ કારણ કે કિયા તો સંયોગ-વિભાગાદિ સ્વરૂપ કાર્ય પ્રત્યે જ હેતુ છે. તે સિવાયના કાર્યો છે તે વિના પણ આકાશાદિમાં પણ માનેલા જ છે. તેથી અક્રિય એવું આકાશ પણ જેમ કાર્યજનક બની શકે છે તેમ મંત્રસ્મરણાદિ પણ બને જ છે. ઉત્તરપક્ષ તમારી વાત સાચી છે છતાં નગમનાદિ ક્રિયામાં સ્વયં જનારની પ્રવૃત્તિ ન હોવા છતાં મંત્ર સાથે સંકળાએલ દેવતા તો તેને ઈષ્ટસ્થળે મૂકવાની પ્રવૃત્તિ કરે જ છે. તેથી એ ફળપ્રાપ્તિમાં કિયાનિરપેક્ષત્વ તો નથી જ કહ્યું જ છે કે પ્રશ્ન:-નગમનાદિ કાર્ય જે ફક્ત મંત્રજ્ઞાનથી જ કરાયું નથી તો શેનાથી કરાયું છે? ઉત્તર :–જે દેવતાનો સમય સંકેત મંત્રમાં સ્થાપિત થયેલ હોય તે દેવતાથી જ તે કાર્ય કરાય છે અને દેવતા તે સક્રિય જ હોય છે. તેથી એ નભેગમનાદિ મંત્રજ્ઞાનપગ માત્રનું ફળ નથી.” આમ જેમ નભોગમનના ઉદ્દેશથી દેવતાના આહાન માટે કરાતું મંત્રાનુસ્મરણ દેવતાની પ્રવૃત્તિમાં હેતુભૂત છે તેમ કર્મક્ષયના ઉદ્દેશથી ચારિત્રમાં પ્રવૃત્તિ માટે વ્યાપૃત થતું પ્રવચનશાન પણ ચારિત્ર પ્રવૃત્તિમાં હેતુભૂત છે. નગમન-કર્મક્ષયરૂપ અગ્રિમફળ તો એ દેવ–ચારિત્રની પ્રવૃત્તિથી અવશ્ય થનારું હોઈ થઈ જ જાય છે. એ પરમાર્થ છે. | [ફળપ્રાપ્તિમાં ક્રિયા પણ આવશ્યક]. આમ જ્ઞાન પ્રવૃત્તિમાં હેતુભૂત છે એવું પ્રતિપાદન કર્યું એનાથી જ દેવતાના આહાન કરવારૂપ કાર્ય અંગે તે માત્ર મંત્રસ્મરણાત્મક જ્ઞાન જ જેમ હેતુ છે તેમ
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy