SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૭૪ અધ્યાત્મમત પરીક્ષા શ્લો. ૫૮ ननु केय देशोपकारिता ? किं सूक्ष्मकार्यजनकता उत तदभिव्यञ्जकता आहोस्वित् सामग्र्येकदेशत्व ? नाद्यः, दण्डचक्रादेरपि प्रत्येक सूक्ष्मघटजननप्रसङ्गात् । न द्वितीयो, अलब्धात्मलाभस्य तस्याऽभिव्यक्त्यसंभवात् , सति वस्तुनि ज्ञानजननयोग्य ह्यभिव्यञ्जकमुच्यते प्रदीपादिवदिति । न च दण्डादिना प्रत्येकमभिव्यज्यमानमपि सूक्ष्म घटमीक्षामहे । अलक्षणीय શંકા :-આ રીતે બનેને તુલ્ય પણે મોક્ષજનક માનવામાં વ્યભિચાર આવવારૂપ અતિપ્રસંગ આવશે–અર્થાત્ બેમાંથી કેઈપણ એક ક્ષણ પણ સ્વાવ્યવહિતોત્તરમાં મેક્ષાત્મકકાર્યને ઉત્પન્ન કરી દેતી હોવાથી ઈતરક્ષણરૂપ કારણની ગેરહાજરીમાં પણ કાર્ય થઈ જવારૂપ વ્યતિરેક વ્યભિચારની આપત્તિ આવશે. સમાધાન :-અમે કંઈ જ્ઞાન અને ક્રિયાની સાવ ભિન્ન ભિન્ન ક્ષણેને મોક્ષજનક કહેતા નથી પણ સ્યાદવાદને અનુસરીને તે બન્નેથી કથંચિઠ્ઠ અભિન્ન અને બને રૂપે પરિણત એવી એક આત્મક્ષણને જ મેક્ષહેતુભૂત કહીએ છીએ. તેથી બેમાંથી એકે ય ની ગેરહાજરીમાં આત્મા ઉભયથી પરિણત થએલો ન હોવાથી કારણ અસંપૂર્ણ રહે છે અને તેથી કાર્ય જ થતું ન હોવાથી વ્યભિચારરૂપ અતિપ્રસંગ આવતું નથી. વળી સ્યાદવાદ અનુસારે જ્ઞાન-ક્રિયા આત્માથી કથંચિદ્ર ભિન્ન પણ હોવાથી તે બેને પણ મક્ષહેતુ તરીકે કહીએ છીએ એ જાણવું. શકા :-શૈલેશી ચરમક્ષણરૂપે પરિણમેલ આત્મક્ષણમાં જ્ઞાન અને ચારિત્ર બન્નેની ક્ષણપરંપરા ભેગી થઈ હોવાથી એ ક્ષણમાં જ્ઞાનનિરૂપિતત્વ અને ચારિત્રનિરૂપિતત્વરૂપ વિરુદ્ધધર્માધ્યાસ થવાના કારણે ક્ષણને ભંગ થવાની=બે અંશ પડી જવાની આપત્તિ આવશે. [યુગપ૬ અનેક ધર્મો અવિરૂદ્ધ સમાધાન -જેમ એક જ ચિત્રજ્ઞાનમાં નીલ-પીતારિરૂપ અનેક ભિન્ન ભિન્ન યાકાર અવિરુદ્ધપણે રહે છે તેમ એક જ શિલેશીચરમક્ષણરૂપે પરિણુત આત્મામાં યુગપતું, (એક સાથે) ઘણું ઘણું ધર્મો હોવા અવિરુદ્ધ જ છે અને તેથી એના ભેદે ક્ષણભેદ થવાની આપત્તિ નથી શકા –એકલા જ્ઞાન કે એકલી ક્રિયામાં મુક્તિજનકશક્તિ નથી તે તે બેના સમુદાયમાં તે શક્તિ શી રીતે હોય? કહ્યું છે કે જેમ રેતીના પ્રત્યેક કણમાં તેલ નથી તો તેને સમુદાયમાં પણ તે હોતું નથી, તેમ પ્રત્યેક જ્ઞાન કે ક્રિયામાં નિર્વાણુજનકતા નથી તેથી સમુદિત તે બેમાં તે શક્તિ કહેવી યુક્ત નથી.' સમાધાન -જેઓ પ્રત્યેક સ્વતંત્રરીતે દેશપકારી હોય છે તેઓના જ સમુદાયને અમે સર્વોપકારી તરીકે કહીએ છીએ. તેથી રેતીકણનું દષ્ટાન્ત અહી લાગુ પડતું નથી. કહ્યું પણ છે કે સિકતા કણમાં જેમ તેલનો સર્વથા અભાવ છે તેમ જ્ઞાન અને ક્રિયામાં કંઈ મેક્ષસાધતાને સર્વથા અભાવ નથી. એક એક પૃથગમાં જે દેશે કારિતા હોય છે તે સમુદાયમાં સંપૂર્ણ થાય છે.”
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy