SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ અધ્યાત્મમત પરીક્ષા લે, ૪૪ પૂર્વપક્ષ - આ રીતે ક્ષણપરંપરા જ માનવામાં તે પૂર્વ પૂર્વેક્ષણમાં દ્વિતીય, તૃતીય, ચતુર્થ ઈત્યાદિરૂપે ભિન્ન ભિન્ન ઉત્તર-ઉત્તર ક્ષણજનન પરિણતિરૂપ ભિન્ન ભિન્ન સ્વભાવ માનવે પડશે. અને તેથી એ દરેક ક્ષણને ભિન્ન ભિન્ન વસ્તુરૂપ માનવી પડશે. અર્થાત્ તે પરંપરામાં આવેલ દરેક વસ્તુઓ એક એક ક્ષણમાં નાશ પામી જાય છે અને ઉત્તરોત્તર ક્ષણે નવા નવા સ્વભાવવાળી જુદી જુદી જ વસ્તુ ઉત્પન્ન થાય છે. આમ ક્ષણભંગુરવસ્તુઓ માનવાની તેમજ એક જ બીજ દ્રવ્યની સામે અનેક બીજક્ષણે માનવાનું તેમજ દરેક ક્ષણેના નાશ-ઉત્પાદ વગેરે માનવાનું ગૌરવ થશે. ઉત્તરપક્ષ - એ ગૌરવ ફળમુખ ગૌરવરૂપ હોવાથી દોષરૂપ નથી. જે ગૌરવ કાર્યકારણુભાવ કલપ્ત (અર્થાત એક વાર નિશ્ચિત) થઈ ગયા પૂર્વે જ ઉપસ્થિત થઈ જાય છે તે જ અભિમત કાર્યતાવ છેદક-કારણુતા વચ્છેદક ધર્મને ગુરુભૂત તરીકે જણાવી અવ છેદક તરીકે અયોગ્ય ઠરાવવા દ્વારા તે રૂપે કાર્યકારણભાવને અટકાવતું થયું દેષરૂપ બને છે. પણ એકવાર કાર્યકારણભાવને નિર્ણય થઈ ગયા પછી જે ગૌરવ ઉપસ્થિત થાય છે તે (કે જે ફળમુખ ગૌરવ કહેવાય છે) કાર્યકારણભાવને અટકાવનારું ન બનવાથી (કારણ કે કાર્યકારણુભાવતે પહેલેથી જ નિશ્ચિત થઈ ગયો છે) દોષરૂપ નથી. પ્રસ્તુતમાં પણ તાદશ સ્વભાવવાળી બીજક્ષણ જ અંકુર પ્રત્યે કારણ છે (બીજ સામાન્ય નહિ) એવો નિશ્ચય થઈ ગયા પછી “બીજક્ષણને ક્ષણિક માનવી પડશે” ઈત્યાદિ રૂપે ઉપસ્થિત થતું ગૌરવ દોષરૂપ બનતું નથી. * પૂર્વપક્ષ – પ્રમાદિ ક્ષણમાં જે અતિશય નહોતે એ ચરમબીજક્ષણમાં શી રીતે આવ્યો ? એવી શંકાના સમાધાનમાં તમારે માનવું જ પડશે કે સહકારી સામગ્રીએ તે અતિશય ઉત્પન્ન કર્યો, અર્થાત સહકારી સામગ્રીથી તાદશ અતિશયયુક્તબીજ અને તાદશ અતિશયયુક્તબીજથી અંકુરોત્પાદ થાય છે એવું તમારે માનવું પડે છે. તે એના કરતાં તે સહકારી સંનિહિત બીજને જ કારણ માનવું ઉચિત છે કારણ કે એમાં અતિશયગર્ભિતતા તેમ જ ક્ષણભંગુરતાની કલ્પના ન હોવાથી લાઘવ છે. - ઉત્તરપક્ષ – સહકારીઓ તાદશ અતિશયયુક્ત બીજક્ષણને ઉત્પન્ન કરે છે એવું અમે માનતા જ નથી કે જેથી તમારી વાત યુક્ત ઠરે.કિન્તુ પૂર્વ પૂર્વક્ષણે જ ઉત્તરોત્તર એવી એવી ક્ષણોને ઉત્પન્ન કરે છે તેથી આ ક૯૫નામાં કોઈ દોષારૂપ ગૌરવ નથી. આ પૂર્વપક્ષ :- જે પૂર્વણુ જવિલક્ષણ સ્વભાવવાળી ઉત્તરક્ષણને ઉત્પન્ન કરનાર હોય તો તો પૂર્વમૃપિંડક્ષણ ઉત્તર બીજક્ષણને ઉત્પન્ન કરે છે એવું માનવાને અતિપ્રસંગ આવશે. કારણ કે એ પણ બીજની પૂર્વેક્ષણ જ છે ને ! ઉત્તરપક્ષ :- એક સંતાનવતી પૂર્વેક્ષણ જ ઉત્તરક્ષણાત્મક ઉપાદેયનું ઉપાદાન હોય છે. ઉપાદાનઉપાદેયભાવ આવો નિયત હોવાથી ભિન્ન સંતાનવતીપૂર્વબીજક્ષણ કે પૂર્વમૃપિંડક્ષણભિન્નસંતાનવતી ઉત્તરબીજક્ષણને ઉત્પન્ન કરશે નહીં, એટલે તમે કહ્યો તે અતિપ્રસંગ આવતું નથી.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy