SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મોપકરણની અબાધકતાનો વિચાર ૧૦૫ હેતુભૂત છે. એમાં રહેલ એ અતિશયવિશેષ બીજના સ્વભાવરૂપ જ છે. “પતાની જે કાર્યજનન પરિણતિ” એ જ સ્વભાવ શબ્દનો અર્થ હોવાથી બીજને એ સ્વભાવ જ હેતુ કહેવાય છે. પ્રશ્ન :- જે ચરમક્ષણભાવી બીજ છે એ જ પ્રથમક્ષણભાવી હેવાથી તાદશ અતિશયાત્મક સ્વભાવ પ્રથમક્ષણમાં પણ છે જ. તેથી જે એ સ્વભાવમાત્ર જ અંકુર પ્રત્યે હેતુભૂત હોય તે પછી એ આદ્ય બીજક્ષણ જ શા માટે અંકુરાદ કરતી નથી? સમાધાન :- પ્રથમક્ષણ, દ્વિતીયક્ષણ વગેરેમાં અનુગત હોય એવી દ્રવ્યાત્મક કઈ વસ્તુ નથી કે જેમાં પહેલેથી જ કુર્ઘદ્રપ–ાત્મક સ્વભાવ હોવાના કારણે શરૂઆતમાં જ કાર્યોત્પાદ થઈ જવાની આપત્તિ આવે. કિન્તુ એક જ સંતાનરૂપે વ્યવસ્થિત (ગોઠવાયેલી) પરિણતિ પરંપરા જ વસ્તુ છે અર્થાત્ તેવી પરંપરાઓ જ પ્રત્યેક વસ્તુઓ છે, તે પરંપરામાં સંકળાએલ હોય એવું કોઈ એક સ્વતંત્ર દ્રવ્યરૂપ વસ્તુ નથી. બીજપ્રથમક્ષણમાં બીજદ્વિતીયક્ષણજનનપરિણતિ છે, બીજદ્વિતીયક્ષણમાં બીજતૃતીય ક્ષણજનન પરિણતિ છે...એમ યાવત્ બીજઉપાત્યક્ષણમાં બીજચમક્ષણજનનપરિકૃતિ છે. આ બધી ક્ષણમાં અંકુરજનન પરિણતિરૂપ કુર્વિદ્વવત્વ ન હોવાથી તેઓમાંની કઈ અંકુરોત્પાદ કરતી નથી. ચરમક્ષણ બીજમાંઅંકુરજનનપરિણતિ=કુદ્રપવ હોવાથી એ અંકુરોત્પાદ કરે છે. આમ ચમક્ષણથી ભિન્ન એવી પૂર્વેક્ષણમાં અંકુરજનન પરિણતિરૂપ સ્વભાવ જ ન હોવાથી તેઓ શી રીતે અંકુરોત્પાદ કરી શકે? બાકી એ બધી બીજક્ષણમાં અનુગત એવું કઈ બીજદ્રવ્ય જે હોય તે તે અંતે એ બીજદ્રવ્ય અંકુરો૫ાદ કરતું હોવાથી અંકુરજનન પરિણતિરૂપ સ્વભાવવાળું અવશ્ય માનવું જ પડે છે અને તેથી પ્રથાદિ ક્ષણેમાં પણ તેને તે જ સ્વભાવ હોવાથી ત્યારે પણ એ શા માટે અંકુરો પાદ ન કરી દે? પૂર્વપક્ષ - બીજદ્રવ્યમાં તે પહેલેથી અંકુરજનનસ્વભાવ હાજર જ હોય છે પણ સહકારી લાભ થયો ન હોવાથી એ પહેલા અંકુરોત્પાદાત્મક કાર્ય કરતું નથી અને જ્યારે એ લાભ થાય છે ત્યારે કાર્ય કરે છે તેથી બીજરૂપ અનુગતદ્રવ્યાત્મક વસ્તુ માનવામાં કઈ અનુ૫૫ત્તિ નથી. ઉત્તરપક્ષ – “સહકારી સંનિહિતબીજ કાર્ય કરે છે” એવો સહકારીવટિત કાર્યકારણભાવ માનવા કરતાં “તાદશાતિશયયુક્ત બીજચમક્ષણ અંકુરિત્પાદ કરે છે? એ વિલક્ષણબી જવઘટિત કાર્યકારણ ભાવ માનવામાં લાઘવ હોવાથી વિલક્ષણબીજવરૂપે માત્ર બીજચમક્ષણમાં જ કારણતા માનવી યુક્ત છે નહિ કે સહકારી સંનિહિતત્વરૂપે બીજદ્રવ્યમાં. કારણ કે સહકારી સંનિહિતત્વમાં પૃથ્વી-જળ-પવનાદિ બધા સહકારીઓને સમાવેશ કરવો પડતે હેવાથી ગૌરવ છે. ૧૪
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy