SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૪૧-૪૨ आशाम्बरा हि यद्यपि तस्तैः प्रबन्धैर्दू पिता एव पूर्वाचाथै स्तथाप्ययमाध्यात्मिकप्रतीकारायव प्रचिक्रंसितः प्रबन्धोऽनुषङ्गतो दिगंवरप्रतीकारेऽपि प्रभूष्णुरिति भावः । आशसन्ति हि मार्यमुत्कटतया संभातमापाततो, नेवागृह्य दिगम्बरान्न च पुनः श्वेताम्बरानासते । किञ्चित्किञ्चिदुदञ्चितोचितवचःसञ्चारमाध्यात्मिकाः छिद्रान्वेषितया निरन्तरममी सर्वत्र मैत्रीकृतः ।।१।। लब्धेव प्रतिपक्षलक्षदलनात् पट्तक संपर्कजग्रन्थक्षोदविनोदनोदनयनोऽप्यभ्यासकेलिश्रमम् । एतत्प्रक्रमकैतवाज्जिनवचःपीयूषपाथोनिधावध्यात्मामृतमज्जने सपदि मद्वाग्देवताभ्युद्यता ॥२।।४।। तदेव धर्मोपकरणस्याध्यात्मविरोधतां समाधाय तल्लाभोपायमुपदिशति पंचसमिओ तिगुत्तो सुविहियववहारकिरियपरिकम्मो । __पावइ परमज्झप्पं साहू विजिइन्दियप्पसरो ॥४२॥ (पंचसमितस्त्रिगुप्तः सुविहितव्यवहार क्रियापरिकर्मा । प्राप्नोति परमाध्यात्म साधुर्विजितेन्द्रियप्रसरः ॥४२॥) છે જો કે પૂર્વાચાર્યોએ તે તે ગ્રન્થમાં દિગંબરોની માન્યતાઓનું નિરાકરણ કર્યું જ છે, છતાં આધ્યાત્મિકેના પ્રતિકાર માટે કરાતો આ પ્રબધ સાથે સાથે દિગંબરને પણ પ્રતીકાર કરવામાં સમર્થ જ છે, આ અમારો આશય છે. એનું મુખ્ય કારણ એ છે કે – “નામધારી અધ્યાત્મવાદીઓ કંઈક કંઈક ઔચિત્યપૂર્ણ (અધ્યાત્માનુસારી) બેલીને બીજાઓના છિદ્રોનું અન્વેષણ કરવા માટે બધે જ મૌત્રીભાવને દેખાવ કરે છે (પણ અંદરખાને) દૂરથી કે ઉપર ઉપરથી જે કઈ ઘા કરવા યોગ્ય દેખાય (સામે આવે) તેને ખતમ કરી દેવાની ઉત્કટ આશંસા રાખે છે, એમાં આ દિગંબર છે અથવા આ શ્વેતામ્બર છે એવો કોઈ આગ્રહ એટલે કે ભેદ પાડતા નથી.” આ રીતે એ લોકો દિગમ્બરે ભેગા અમને શ્વેતામ્બરાને પણ જ્યારે હાંસીપાત્ર બનાવે છે ત્યારે એ નામધારી અધ્યાત્મવાદીઓનો અમે પ્રતિકાર કરીએ અને એમાં દિગંબરોને પણ ઝપાટામાં લઈ લઈએ તે તે યુક્ત જ છે. (આ પદ્યને અમે આ રીતે બેસાડયું છે–અન્ય વિદ્વાને બીજી રીતે પણ બેસાડી શકે છે.) તથા, આ છએ દર્શનેના તર્કના સંપર્કથી ઉત્પન્ન ગ્રન્થના વિદલનના હર્ષ રૂપી જલથી આ નયનવાળી હોવા છતાં જાણે લાખે પ્રતિપક્ષી (યુક્તિઓ)ના વિઘટનને આશ્રયને થયેલી અભ્યાસ રૂપી કીડાથી પરિશ્રમ પામેલી ન હોય તેવી આ અમારી વાણીરૂપી દેવતા હવે આ ગ્રન્થ રચનાના બહાને જિનવચનરૂપી સુધાસમુદ્રમાં અધ્યાત્મરૂપી અમૃત સ્નાન કરવાને કટિબદ્ધ થઈ રહી છે. ૧૪૧ આમ ધર્મોપકરણ–અધ્યાત્મવિરોધી નથી એવું જણાવીને ગ્રન્થકાર હવે અધ્યાત્મપ્રાપ્તિના ઉપાયો બતાવે છે
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy