SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ અધ્યાત્મમત પરીક્ષા પ્લે, ૨૮ अथैव विधधर्मोपकरणधारिणां न केवल निश्चयतोऽपि तु व्यवहारतोप्यचेलत्वमित्यनु शास्ति जह जलमवगाहन्तो भण्णइ चेलरहिओ सचेलो वि । तह थोवजुण्णकुत्थियचेला वि अचेलया साहू ॥२८॥ ( यथा जलमवगाहमानो भण्यते चेलरहितः सचेलोऽपि । तथा स्तोकजीर्णकुत्सितचेला अप्यचेलकाः साधवः ॥२८॥) यथाहि कटीवस्त्रेण वेष्टितशिरसोपि जलावगाढपुरुषस्य तथाविधपरिभोगप्रकारनेपथ्याद्यभावादचेलकत्वव्यवहारस्तथा कच्छाबन्धाभावात् कूपराभ्यामग्रभाग एव चोलपट्टधारणात् , मस्तकस्योपरि प्रावरणाद्यभावाच्च लोकरूढप्रकारादन्यप्रकारेण परिभोगात् तथाविधनेपथ्याभावाच्च सचेला अपि मुनयोऽचेला व्यवह्रियन्त इति भावः ॥२८॥ [ પરિષહવિજયનું સ્વરૂપ ધર્મોપકરણપ્રવૃત્તિથી અબાધિત ] પૂર્વપક્ષ :-ભૂખ વગેરેની પીડા ઊભી થવાથી આકુળતા થાય છે. આવી આકુળતાને પ્રતિપક્ષી સામાયિકાત્મક સ્થિરતા પરિણામ જાળવી રાખે એ જ નિશ્ચયથી પરિષહવિજય છે તમે કહ્યો એ પ્રતીકાર નહિ. દ્રવ્યસંગ્રહની વૃત્તિમાં કહ્યું છે કે સાધુઓને તીવ્ર સુધા લાગી હોવા છતાં, સુખ-દુઃખ, જીવિત-મરણ, લાભ-અલાભ - નિંદા-પ્રશંસાદિ વિશે સમતા રૂપ પરમ સામાયિક કે જે નિરંતર નવા બંધાતા શુભ-અશુભ કર્મોને અટકાવવામાં અને જૂના બંધાએલા શુભ-અશુભ કર્મોની નિર્જરા કરવામાં સમર્થ હોય છે તેનાથી પિતાને વિશે જ પરમાત્મપણાની ભાવનાથી નિર્વિકાર એ નિત્ય આનંદ ઉત્પન્ન થાય છે. આવા નિત્ય આનંદ રૂપ જે સુખામૃત સંવેદનની નિશ્ચલતા ઊભી થાય છે તે જ પરીષહ વિજય છે. અર્થાત્ તેવા નિર્વિકાર નિત્ય આનંદનું સંવેદન રહ્યા કરવું એ જ પરિષહવિજય છે. ઉત્તરપક્ષ છતાં પણ જેમ સુધાદિવેદનાની હાજરીમાં પણ તેવી સુપરિષહવિજયરૂપ અનાહાર ભાવના જાળવી રાખવામાં ઉપષ્ટભક હોવાથી આહારાદિ વિશે પ્રવૃત્તિને તમે યુક્ત માનો છો તેમ શીતાદિ વેદના હોવા છતાં પણ તે સમતાભાવ જાળવી રાખી પોતાની અચેલપરીષહવિજયરૂપ અપરિગ્રહ સ્વભાવની ભાવનાની ઉપષ્ટભક ધર્મોપકરણપ્રવૃત્તિ પણ યુક્ત કેમ ન થાય ? [ ધર્મોપકરણની હાજરીમાં વ્યવહારનયથી પણ અચેલકતા] વળી પરિમિત, જીર્ણપ્રાય, નિર્દોષ અને પરીષહવિજય કરવામાં ઉપષ્ટભક એવા ધર્મોપકરણને મૂર્છાવિન ધારણ કરનારા સાધુઓ નિશ્ચયથી જ અચેલ છે એવું નથી કિન્તુ વ્યવહારથી પણ અચેલ જ છે એવું જણાવતાં ગ્રન્થકારશ્રી કહે છે – ગાથાર્થ –નદી પાર કરતે વસ્ત્ર પણ માણસ અ૫વસ્ત્રાદિ હોવાના કારણે જેમ નિર્વસ્ત્ર કહેવાય છે તેમ અ૫, જીર્ણ અને કુત્સિત (મૂલ્યવિહીન) વસ્ત્રવાળા સાધુઓ પણ અચેલ કહેવાય છે,
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy