SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ ૬૯ પવનવડે જેમ ધ્વજા હાલ્યા કરે તેમ જે મૂઢ માણસોથી ભરમાઈ જાય અને ગુરુએ કહેલાં વચનનો વિશ્વાસ રાખે નહીં તે "પતાકા સમાન શ્રાવક” જાણવો. पडिवन्नमसग्गाहं, न मुअइ गीयत्थसमणुसिट्ठो वि । थाणुसमाणो एसो, अपओसि मुणिजणे नवरं ||३|| આમાં એટલું વિશેષ છે કે, ગીતાર્થે ઘણો સમજાવ્યો હોય છતાં પણ પોતે લીધેલો કદાગ્રહ (હઠ) કદી છોડે જ નહીં. તે "ખીલા સરખો શ્રાવક" સમજવો. વિશેષ એ છે કે મુનિજન ઉપર દ્વેષ ન કરે. उम्मग्गदेसओ निह्नवोसि, मूढोसि मंदधम्मोसि । इय सम्मपि कहतं, खरंटए सो खरंटसमो ||४|| ગુરુ જો કે ખરો અર્થ કહેતા હોય તો પણ તે ન માનતાં છેવટે તેમને (ગુરુને) એમ પણ બોલવા માંડે કે "તું ઉન્માર્ગદર્શક છે, નિહૂનવ છે, મૂર્ખ છે, ધર્મથી શિથિલ પરિણામી છે." એમ દુ-ર્વચનરૂપ મળથી ગુરુને ખરડે તે "ખરટેક શ્રાવક" સમજવો. જેમ પ્રવાહી (નરમ) અશુચિ પદાર્થને અડકતાં ખરેખર માણસ પણ ખરડાય છે. તેમ શિખામણ આપનારને જ જે દુર્વચન બોલે તે "ખરંટક શ્રાવક" સમજવો. जह सिढिलमसूई दवं, छुप्पं तं पिहु नरं खरंटेई। एवमणुसासगंपि हु, दुसंतो भन्नई खरंटो ||५|| જેમ પ્રવાહી (નરમ) અશુચિ પદાર્થને અડકતાં ખરેખર માણસ પણ ખરડાય છે. તેમ શિખામણ આપનારને જ જે દુર્વચન બોલે તે "ખરંટક શ્રાવક" સમજવો. निच्छयओ मिच्छत्ती, खरंटतुल्लो सवित्ति तुल्लोवि । ववहारओ य सड्ढा, वयंति जिणवरा ईमु ||६|| ખરંટક અને સપત્ની (શોકય સમા) શ્રાવક એ બન્નેને શાસ્ત્રકારે તો નિશ્ચયનયમતથી મિથ્યાત્વી જ કહ્યા છે; પરંતુ જિનેશ્વર ભગવંતના દહેરાસર વગેરેની સારસંભાળ રાખે છે તેથી તેને વ્યવહાર શ્રાવક કહેવા. શ્રાવક શબદનો અર્થ દાન, શીલ, તપ અને ભાવનાદિક શુભ યોગે કરીને અષ્ટ પ્રકારનાં કર્મ સમયે સમયે નિર્જરાવે (પાતળાં કરે, કે ઓછાં કરે, કે નિર્બળ કરે) તેને અને યતિ (સાધુ) પાસેથી સમ્યક સામાચારી સાંભળે તેને "શ્રાવક” કહીએ. અહીં "શ્રાવક” શબ્દનો અભિપ્રાય (અર્થ) પણ "ભાવશ્રાવક”માં જ ઘટે છે. કહેલું છે કે : अवन्ति यस्य पापानि, पूर्वबद्धान्यनेकशः । ભાવૃતw વર્નિત્ય, કાવ: સોમથીયો |૧
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy