SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધવિધિ પ્રકરણ આ ચાર પ્રકારના શ્રાવકો કયા નયમાં ગણી શકાય ? એમ જો કોઈ પૂછે તો તેને આચાર્ય ઉત્તર આપે છે કે, વ્યવહારનયમતે તો તેવા પ્રકારનો વ્યવહાર હોવાથી એ ચારે ભાવ-શ્રાવકપણે ગણાય છે, અને નિશ્ચયનયને મતે તો શોક સમાન તથા ખરંટક સમાન એ બે પ્રકારના શ્રાવકો મિથ્યાત્વી પ્રાયઃ ગણાવ્યાથી દ્રવ્ય-શ્રાવક જાણવા અને બીજા સર્વ પ્રકારના શ્રાવકોને ભાવ-શ્રાવક સમજવા. કહ્યું છે કે : चिंतइ जइकज्जाई, न दिट्ठखलिओ न होई निन्नेहो। एगंतवच्छलो जइ जणस्स जणणिसमो सड्ढो ||१|| સાધુનાં કામ (સેવા-ભક્તિ) કરે, સાધુનું પ્રમાદાચરણ દેખી સ્નેહ રહિત થાય નહીં, તેમજ સાધુ લોકો ઉપર સદાય હિત-વત્સલ રહે તે "માતા સમાન શ્રાવક" જાણવા. हियए ससिणेहो च्चिअ, मुणिजणमदायरो विणयकम्मे । भायसमो साहूणं, पराभवे होई सुसहाओ ||२|| . સાધુનો વિનય-વેયાવચ્ચ કરવામાં અનાદરવાળો હોય પણ હૃદયમાં સ્નેહવંત હોય અને કષ્ટ વખતે ખરેખર સહાયકારી થાય એવા શ્રાવકને "ભાઈ સમાન શ્રાવક" જાણવા. मित्तसमाणो माणा, इसिं रूसई अपुच्छिओ कज्जे । मन्नतो अप्पाणं, मुणीण सयणाओ अमहि |३|| સાધુ ઉપર ભાવ (પ્રીતિ) રાખે, સાધુ અપમાન કરે તથા વગર પૂછયે કામ કરે તો તેમનાથી રીસાય ખરો, પણ પોતાનાં સગાંવહાલા કરતાં પણ તેમને (સાધુને) અધિક ગણે તેને "મિત્ર સમાન શ્રાવક" સમજવા. ' थड्ढो छिद्दप्पेही, पमायखलियाई निच्चमुच्चरइ । सड्ढो सबत्तिकप्पो, साहूजण तणसमं गणइ ||४|| પોતે અભિમાની હોય, સાધુનાં છિદ્ર જોતો રહે અને જરા માત્ર પણ છિદ્ર દીઠું હોય તો સર્વ સાંભળે તેમ બોલતો રહે, સાધુને તૃણ સમાન ગણે તે "શોકય સમાન શ્રાવક" સમજવા. બીજા ચતુષ્કમાં કહેલા આદર્શ શ્રાવકનું વર્ણન - गुरुभाणिओ सुत्तत्थो, बिंबिअइ अवितहे मणे जस्स। . सो आयंससमाणो सुसावओ वन्निओ समए ||१|| ગુરુએ દેશનામાં સૂત્ર અથવા અર્થ જે કહેલો હોય તે હૃદયમાં ખરેખરો ધારે. ગુરુ ઉપર સ્વચ્છ હૃદય રાખે; એવા જે શ્રાવક હોય તેને જૈનશાસનમાં "દર્પણ સમાન સુશ્રાવક" કહ્યાં છે. पवणेण पडागा इव, भामिज्जइ जो जणेण मूटेण | अविणिच्छिअ-गुरुवयणो, सो होइ पडाइआ तुल्लो ||२||
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy