SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધવિધિ પ્રકરણ સમ્યક્ત્વ । સહિત બાર વ્રતધારી, સર્વથા સચિત્ત પરિહારી, એકાહારી, (એક જ વાર ભોજન કરે) તિવિહાર, ચઉવિહાર પચ્ચક્ખાણ કરનાર બ્રહ્મચારી, ભૂમિશયનકારી, શ્રાવકની અગિયાર પડિમા (પ્રતિમા) વહનાર તેમજ બીજા પણ કેટલાક અભિગ્રહને ધારણ કરનાર; આનંદ, કામદેવ અને કાર્તિક શેઠાદિ જેવાને 'ઉત્તરગુણશ્રાવક’ સમજવા. SS "વ્રતશ્રાવક"માં વિશેષ બતાવે છે કે, દ્વિવિધ એટલે કરું નહીં, કરાવું નહીં, ત્રિવિધ એટલે મનથી, વચનથી અને કાયાથી; એમ ભંગની યોજના કરતાં, તેમજ ઉત્તરગુણ અને અવિરતના ભાંગાથી યોજના કરતાં, એક સંયોગી, દ્વિકસંયોગી, ત્રિકસંયોગી અને ચતુષ્કસંયોગી, એમ શ્રાવકના બારે વ્રતના મળી નીચે મુજબ ભાંગા થાય છે. तेरस कोडी सयाई, चुलसीई जुयाइं बारस य लक्खा । सत्तासीइ सहस्सा, दुन्नि सया तह दुग्गा य ॥ તેરસો ચોરાસી કરોડ, બાર લાખ, સત્યાસી હજાર, બસો ને બે ભાંગા જાણવા. અહિં કોઈકને કદાચ એવી શંકા ઉત્પન્ન થાય કે, મનથી, વચનથી, કાયાથી, કરૂં નહીં, કરાવું નહીં, કરતાં પ્રત્યે અનુમોદું નહીં, એવો નવ કોટીનો ભાંગો ઉપરના કોઈપણ ભાંગામાં કેમ કહ્યો નહીં ? તેને ઉત્તર બતાવે છે. શ્રાવકને દ્વિવિધ ત્રિવિધ ભાંગે પચ્ચક્ખાણ હોય છે પણ ત્રિવિધ ત્રિવિધ ભાંગે પચ્ચક્ખાણ હોય નહીં. કેમકે વ્રત લીધા પહેલાં જે જે કાર્ય જોડી રાખેલાં હોય તથા દીકરા વગેરેએ વ્યાપારમાં ઘણો લાભ મેળવ્યો હોય તેમજ કોઈએ એવો મોટો અલભ્ય લાભ મેળવ્યો હોય તો શ્રાવકથી અંતર્જલ્પરૂપ અનુમોદન થયા વિના રહેતું નથી. માટે ત્રિવિધ ત્રિવિધ ભાંગો નિષેધ્યો છે, છતાં પણ (શ્રાવક) "પ્રજ્ઞપ્તિ" ગ્રંથમાં ત્રિવિધે ત્રિવિધે શ્રાવક માટે પચ્ચક્ખાણ કહેલાં છે, તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આશ્રીને વિશેષ પચ્ચક્ખાણ ગણાવેલાં છે. મહાભાષ્યમાં પણ કહ્યું છે કે : केइ भांति गिहिणो, तिविहं तिविहेण नत्थि संवरणं । ત ન નો નિદ્દિક, પન્નત્તી વિશેષોનં ૧ કેટલાક આચાર્યો એમ કહે છે કે : ગૃહસ્થને ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણ નથી એમ નહિ. જે કારણથી "પન્નત્તી"માં નીચે લખેલા કારણે શ્રાવકને 'ત્રિવિધ' પચ્ચક્ખાણ ક૨વાની જરૂર હોય તો કરવાં કહ્યાં છે. पुत्ताइसंततिनिमित्तमत्तमेक्कारसिं पवण्णस्स । जंपंति केइ गिहिणो, दिक्खाभिमुहस्स तिविहंपि ||२|| શ્રાવકની પડિયા (પ્રતિમા) એટલે શ્રાવકપણામાં અડગપણે અભિગ્રહવિશેષનું પાલન કરવું તેના અગીયાર પ્રકાર છે. ૧. સમકિતપ્રતિમા, ૨. વ્રતપ્રતિમા, ૩. સામાયિકપ્રતિમા, ૪. પૌષધપ્રતિમા, ૫. કાયોત્સર્ગપ્રતિમા, ૬. અબ્રહ્મવર્જકપ્રતિમા, (બ્રહ્મવ્રત પાળે), ૭. સચિત્તવર્જકપ્રતિમા, (સચિત્ત આહાર ન કરે), ૮. આરંભવર્જકપ્રતિમા, ૯. પ્રેષ્યવર્જકપ્રતિમા, ૧૦. ઉચ્છિષ્ટવર્જકપ્રતિમા, ૧૧. શ્રમણભૂતપ્રતિમા.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy