SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ છઠો પ્રકાશ જન્મ કૃત્ય ૩૯૫ અખંડિત અને પરિપૂર્ણ પૌષધ કરવો તે રૂપ જાણવી. ૫. પાંચમી પડિમા નામની પ્રતિમા એટલે કાયોત્સર્ગપ્રતિમા તે, પૂર્વોક્ત પ્રતિમાની ક્રિયા સહિત પાંચ માસ સુધી સ્નાન વર્જી, રાત્રિએ ચઉવિહાર પચ્ચકખાણ કરવું, દિવસે બ્રહ્મચર્ય પાળવું, તથા કાછડી છૂટી રાખી ચાર પર્વતિથિએ ઘરમાં, ઘરના દ્વારમાં અથવા ચૌટામાં પરિષહ-ઉપસર્ગથી ન ડગમગતાં આખી રાત સુધી કાઉસ્સગ્ન કરવો તે રૂપ જાણવી. હવે કહીશું તે સર્વ પ્રતિમામાં પૂર્વોક્ત પ્રતિમાની ક્રિયા સાચવવી પડે તે જાણી લેવું ૬. છઠ્ઠી બ્રહ્મચર્યપ્રતિમા તે છ માસ સુધી નિરતિચાર બ્રહ્મચર્ય પાળવું તે રૂપ જાણવી. ૭. સાતમી સચિત્તપરિહાર પ્રતિમા તે, સાત માસ સુધી સચિત્ત વર્જવું તે રૂ૫ જાણવી. ૮. આઠમી આરંભપરિહાર પ્રતિમા તે આઠ માસ સુધી પોતે કાંઈપણ આરંભ ન કરવો તે રૂ૫ જાણવી. ૯. નવમી પ્રેષણપ્રતિમા તે નવ માસ સુધી પોતાના નોકર વગેરે પાસે પણ આરંભ ન કરાવે તે રૂપ જાણવી. ૧૦. દશમી ઉદિષ્ટપરિહારપ્રતિમા તે દસ માસ માથું મુંડાવવું, અથવા ચોટલી જ રાખવી, નિધાનમાં રાખેલા ધન સંબંધી કોઈ સ્વજન સવાલ કરે તો તે જાણમાં હોય તો દેખાડવું, અને ન હોય તો હું જાણતો નથી એમ કહેવું, બાકી ગૃહકૃત્ય તજવું, તથા પોતાને માટે તૈયાર કરેલો પણ આહાર ભક્ષણ કરવો નહીં તે રૂપ જાણવી. ૧૧. અગિયારમી શ્રમણભૂતપ્રતિમા તે, અગિયાર માસ સુધી ઘર આદિ છોડવું. લોચ અથવા મુંડન કરાવવું, ઓઘો, પાત્રો આદિ મુનિવેષ ધારણ કરવો, પોતાની આધીનતામાં રહેલાં ગોકુળ વગેરેને વિષે વાસ કરવો, અને પ્રતિમા વીદાયશ્રમ પાસવાય મિક્ષાં ફેર એમ કહી સાધુની માફક આચાર પાળવો, પણ ધર્મલાભ શબ્દ ન ઉચ્ચારવો તે રૂપ જાણવી, આ રીતે અગિયાર શ્રાવક પ્રતિમાનું સ્વરૂપ કહ્યું છે. ઈતિ સત્તરમું દ્વાર. અંતિમ આરાધના ૧૮. અંતે એટલે આયુષ્યનો છેડો સમીપ આવે, ત્યારે આગળ કહીશું તે પ્રમાણે સંલેખના આદિ વિધિ સહિત આરાધના કરવી, એનો ભાવાર્થ એ છે કે :- 'તે પુરુષે અવશ્ય કરવા યોગ્ય કાર્યનો ભંગ થએ અને મૃત્યુ નજદીક આવે છતે પ્રથમ સંલેખના કરી પછી ચારિત્ર સ્વીકાર કરી' વગેરે ગ્રંથોક્ત વચન છે, માટે શ્રાવક અવશ્ય કર્તવ્ય જે પૂજા પ્રતિક્રમણ વગેરે ક્રિયા, તે કરવાની શક્તિ ન હોય તો, અથવા મૃત્યુ નજદીક આવી પહોચે તો દ્રવ્યથી તથા ભાવથી બે પ્રકારે સંલેખના કરે, તેમાં અનુક્રમે આહારનો ત્યાગ કરવો તે દ્રવ્યસંલેખના અને ક્રોધાદિકષાયનો ત્યાગ કરવો તે ભાવસંખના છે. કહ્યું છે કે :- શરીર સંલેપનાવાળું ન હોય તો મરણ વખતે સાત ધાતુનો એકદમ પ્રકોપ થવાથી જીવને આર્તધ્યાન ઉત્પન્ન થાય છે. હું તારું આ (શરીર) વખાણતા નથી કે શરીર કેવું લાગે છે? કે તારી આંગળી ભાંગી કેમ? માટે હે જીવ! તું ભાવસંખના કર. નજદીક આવેલ મૃત્યુ સ્વપ્ન શકુન તથા દેવતાના વચન વગેરેથી ધારવું. કહ્યું છે કે – માઠાં સ્વપ્ન. પોતાની હંમેશની પ્રકૃતિમાં જુદી રીતનો ફેરફાર, માઠાં નિમિત્ત, અવળા ગ્રહ, સ્વરનાં સંચારમાં વિપરીત પણું એટલાં કારણોથી પુરુષે પોતાનું મરણ નજદીક આવેલું જાણવું. આ રીતે સંલેખના કરી સકળ શ્રાવક ધર્મના ઉદ્યાપનને માટે
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy