SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ શ્રાવિધિ પ્રકરણ કહ્યું છે કે – કોઈ પુરુષ સર્વથા રત્નમય એવા જિનમંદિરવડે સમગ્ર પૃથ્વીને અલંકૃત કરે, તે પુણ્ય કરતાં પણ ચારિત્રની ઋદ્ધિ અધિક છે. તેમજ પાપકર્મ કરવાની પીડા નથી, ખરાબ સ્ત્રી, પુત્ર તથા ધણી એમનાં દુર્વચન સાંભળવાથી થનારું દુઃખ નથી, રાજા આદિને પ્રણામ કરવો ન પડે, અન્ન, વસ્ત્ર, ધન, સ્થાન એની ચિંતા કરવી ન પડે, જ્ઞાનની પ્રાપ્તિ થાય, લોકથી પૂજાય, ઉપશમ સુખમાં રતિ રહે, અને પરલોક, મોક્ષ આદિ પ્રાપ્ત થાય, ચારિત્રમાં આટલા ગુણ રહ્યા છે, માટે હે બુદ્ધિશાળી પુરુષો ! તમો તે ચારિત્ર આદરવાને અર્થે પ્રયત્ન કરો. ચૌદમું દ્વાર અત્રે સમાપ્ત થયું. આરંભનો ત્યાગ ૧૫. હવે કદાચ કોઈ કારણથી અથવા પાળવાની શક્તિ વગેરે ન હોવાથી શ્રાવક જો ચારિત્ર ન આદરી શકે, તો આરંભ-વર્જનાદિક કરે. તે જ કહે છે. અથવા દીક્ષા આદરવાનું ન બને તો આરંભનો ત્યાગ કરવો. તેમાં પુત્રાદિક કોઈપણ ઘરનો કારભાર નભાવે એવો હોય તો સર્વ આરંભ છોડવો, અને તેમ ન હોય તો સચિત્ત વસ્તુનો આહાર વગેરે કેટલોક આરંભ જેમ નિર્વાહ થાય તેમ તજવો. બની શકે તો પોતાને માટે અન્નનો પાક વિગેરે પણ ન કરે. કહ્યું છે કે – જેને માટે અન્નપાક (રસોઈ) થાય, તેને માટે જ આરંભ થાય છે. આરંભમાં જીવહિંસા છે અને જીવહિંસાથી દુર્ગતિ થાય છે. એમ પંદરમું દ્વાર સમાપ્ત થયું. બાહચર્યવ્રત પાલન ૧૬. શ્રાવકે માવજીવ બ્રહ્મચર્ય પાળવું. જેમ પેથડશાહે બત્રીશમે વર્ષે બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું અને પછી તે ભીમસોનીની મઢીમાં ગયો. બ્રહ્મચર્ય વગેરેનું ફળ અર્થ. દીપિકામાં કહ્યું છે. ઈતિ સોળમું દ્વાર. શ્રાવકની ૧૧ પ્રતિમાઓ ૧૭. શ્રાવકે પ્રતિમાદિ તપસ્યા કરવી. આદિ શબ્દથી સંસારતારણાદિક કઠણ તપસ્યા જાણવી. તેમાં એકમાસિકી આદિ ૧૧ પ્રતિમાઓ કહી છે તે બતાવે છે : दसण १ वय २ सामाइअ ३ पोसह ४ पडिमा ५ अबंभ ६ सचित्ते ७ । आरंभ ८ पेस ९ ऊद्दिट्ठवज्जए १० समणभूए ११ अ ||१|| અર્થ:- ૧. પહેલી દર્શનપ્રતિમા તે, રાજાભિયોગાદિ છ આગાર રહિત, શ્રદ્ધાના પ્રમુખ ચાર ગુણે કરી સહિત એવા સમકિતને ભય, લોભ, લજ્જા આદિ દોષવડે અતિચાર ન લગાડતાં એક માસ સુધી પાળવું અને ત્રિકાળ દેવપૂજા વગેરે કરવું તે રૂપ જાણવી. ૨. વ્રતપ્રતિમા તે બે માસ સુધી ખંડના તથા વિરાધના વગર પાંચ અણુવ્રત પાળવાં, તથા પ્રથમ પ્રતિમાની ક્રિયા પણ સાચવવી, તે રૂપ જાણવી. ૩. ત્રીજી સામાયિકપ્રતિમા તે, ત્રણ માસ સુધી ઉભયકાળ પ્રમાદ તજી બે ટંક સામાયિક કરવું તથા પૂર્વે કહેલ પ્રતિમાની ક્રિયા પણ સાચવવી તે રૂ૫ જાણવી. ૪. ચોથી પૌષધપ્રતિમા તે, પૂર્વોક્ત પ્રતિમાના નિયમ સહિત ચાર માસ સુધી ચાર પર્વતિથિએ
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy