SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ ક્ષેત્રદેવતાનો કાઉસ્સગ્ન કરી તેની થોય સાંભળે અથવા પોતે કરે, પછી પંચમંગળ કહી સંડાસા પ્રમાર્જીને નીચે બેસે. ૧૬. પછી પૂર્વોક્ત વિધિએ જ મુહપત્તિ પડિલેહી ગુરુને વાંદણા દેવાં. તે પછી "રૂછામો સટ્ટિ" કહી ઢીંચણ ઉપર બેસવું. ગુરુ સ્તુતિ કહી "નમોડસ્તુ વર્તમાનાય” વગેરે ત્રણ થોય ઉચ્ચ સ્વરે કહેવી. તે પછી નમોઘુર્ણ કહી પ્રાયશ્ચિત્તને માટે કાઉસ્સગ્ન કરવો. ૧૭-૧૮. રાઈવ પ્રતિક્રમણનો વિધિ આ રીતે દેવસી પ્રતિક્રમણનો વિધિ કહ્યો. રાઈય પ્રતિક્રમણ વિધિ પણ એ પ્રમાણે જ છે. તેમાં એટલો જ વિશેષ છે કે-પ્રથમ મિચ્છામિ દુક્કડ દઈને પછી શકસ્તવ કહેવું. ૧૯. ઉઠીને યથાવિધિ કાઉસ્સગ્ન કરે અને તેમાં લોગસ્સ ચિંતવે તથા દર્શનશુદ્ધિને માટે બીજો કાઉસ્સગ્ન કરી તેમાં પણ લોગસ્સ જ ચિંતવે. ૨૦. ત્રીજા કાઉસ્સગ્નમાં રાત્રિએ થયેલા અતિચાર અનુક્રમે ચિંતવે અને પછી પાળે. તે પછી સિદ્ધસ્તવ કહી સંડાસા પ્રમાજી બેસે. ૨૧. પૂર્વની જેમ, મુહપત્તિની પડિલેહણા, વંદના તથા લોગસ્સ સૂત્રના પાઠ સુધી કરવું તે પછી વંદના, ખામણાં, પાછી વંદના કરી થોયની ત્રણ ગાથા કહી કાઉસ્સગ્ન કરવો. રર. તે કાઉસ્સગ્નમાં આ રીતે ચિંતવે કે જેથી મારા સંયમયોગની હાનિ ન થાય તે તપસ્યાને હું અંગીકાર કરું. પહેલાં છમાસી તપ કરવાની તો મારામાં શક્તિ નથી. ૨૩. છમાસીમાં એક દિવસ ઓછો, બે દિવસ ઓછા એમ કરતાં ઓગણત્રીસ દિવસ ઓછા કરીએ તો પણ તેટલી તપસ્યા કરવાની મારામાં શક્તિ નથી. તેમજ પંચમાસી, ચોમાસી, ત્રિમાસી, બેમાસી તથા એક માસખમણ પણ કરવાની મારામાં શક્તિ નથી. ૨૪. માસખમણમાં તેર ઊણા કરીએ ત્યાં સુધી તથા સોળ ઉપવાસથી માંડી એકેક ઉપવાસ ઓછો કરતાં ઠેઠ ચોથભક્ત (એક ઉપવાસ) સુધી તપસ્યા કરવાની પણ મારામાં શક્તિ નથી. એમ જ આયંબિલ આદિ, પોરિસિ તથા નવકારસી સુધી ચિંતવવું. ૨૫. ઉપર કહેલી તપસ્યામાં જે તપસ્યા કરવાની શક્તિ હોય તે હૃદયમાં ધારવી. અને કાઉસ્સગ્ન પાળી મુહપત્તિ પડિલેહવી. પછી સરળ ભાવથી વાંદણાં દઈ જે તપસ્યા મનમાં ધારી હોય તેનું યથાવિધિ પચ્ચકખાણ લેવું. ૨૬. પછી રૂછામો મજુસર્ટેિ કહી નીચે બેસી ધીમા સ્વરથી ત્રણ થોયના પાઠ કહે તે પછી નમોત્થાં વગેરે કહી ચૈત્યવંદન કરવું. ૨૭. પખિ પ્રતિક્રમણનો વિધિ હવે ચૌદશે કરવાનું પફિખ પ્રતિક્રમણ કહીએ છીએ. તેમાં પહેલાં અગાઉ કહ્યા પ્રમાણે દેવસી પ્રતિક્રમણ સૂત્રના પાઠ સુધી વિધિ કહી, પ્રતિક્રમણ કરી, પછી આગળ કહેવાશે તે અનુક્રમ પ્રમાણે સારી રીતે કરવું. ૨૮. પ્રથમ મુહપત્તિ પડિલેહવી તથા વંદના કરવી, પછી સંબુદ્ધા ખામણાં તથા અતિચારની આલોચના કરી, પછી વાંદણા તથા પ્રત્યેક ખામણાં કરવાં પછી વાંદણા પછી પફિખસૂત્ર કહેવું. ર૯. પ્રતિક્રમણ સૂત્ર કરી ઊભા થઈ કાઉસ્સગ્ન કરવો તે પછી મુહપત્તિ પડિલેહી, વાંદણા દઈ પાયેતિક
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy