SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિન કૃત્યપ્રકાશ - ૨૪૯ પણ ખરાબ ચેષ્ટાઓ જોવાથી મૂળથી નિર્મળ એવું પણ સ્ત્રીઓનું મન વરસાદના પવનથી શુદ્ધ આરિસાની જેમ પ્રાયે બગડે છે, માટે નાટક જોવા વગેરે કામો તજવાં. પુરુષ પોતાની સ્ત્રીને રાત્રિએ બહાર રાજમાર્ગે અથવા કોઈને ઘેર જતાં અટકાવે, કુશીલિની તથા પાખંડીની સોબતથી દૂર રાખે, દેવું લેવું સગા-વહાલાનું આદરમાન કરવું, રસોઈ કરવી વગેરે ગૃહકાર્યમાં તેને અવશ્ય જોડે, તથા આપણથી છૂટી-એકલીને જુદીન રાખે, સ્ત્રીને રાત્રિએ બહાર જતાં અટકાવવાનું કારણ એ છે કે, મુનિરાજની જેમ કુલીન સ્ત્રીઓને પણ રાત્રિએ હરવું-ફરવું ઘણું નુકશાનકારી છે. ધર્મ સંબંધી આવશ્યક વગેરે કામને અર્થે મોકલવી હોય તો મા, બહેન વગેરે સુશીલ સ્ત્રીઓના સમુદાયની સાથે જ જવાની આજ્ઞા આપવી. સ્ત્રીઓનાં ગૃહકાર્યો સ્ત્રીઓએ ઘરમાં કયાં કયાં કામ કરવાં એ વિષે કહે છે - પથારી ઉપાડવી, ઘર સાફ કરવું, પાણી ગાળવું, ચૂલો તૈયાર કરવો, થાળી આદિ વાસણ ધોવાં, ધાન્ય દળવાં તથા ખાંડવાં, ગાયો દોહવી, દહીં વલોવવું, પાક કરવો, જમનારાઓને ઉચિતપણે અન્ન પીરસવું, વાસણ વગેરે ચોખ્ખાં કરવાં, તથા સાસુ, ભરથાર, નણંદ, દીઅર વગેરેનો વિનય સાચવવો. એ રીતે કુલવધૂનાં ગૃહકૃત્યો જાણવાં. સ્ત્રીને ગૃહકૃત્યોમાં અવશ્ય જોડવાનું કારણ એ છે કે, તેમ ન કરે તો સ્ત્રી સર્વદા ઉદાસ રહે. સ્ત્રી ઉદાસીન હોય તો ગૃહકાર્યો બગડે છે. સ્ત્રીને કાંઈ ઉદ્યમ ન હોય તો તે ચપળ સ્વભાવથી બગડે છે. ગૃહકૃત્યોમાં સ્ત્રીઓનું મન વળગાડવાથી જ તેમનું રક્ષણ થાય છે. સ્ત્રીની સાચવણી શ્રી ઉમાસ્વાતિજીએ પ્રશમરતિ ગ્રંથમાં કહ્યું છે કે-પુરુષે પિશાચનું આખ્યાન સાંભળીને કુળસ્ત્રીનું હંમેશાં રક્ષણ કરવું, અને પોતાનો આત્મા સંયમ યોગ વડે હંમેશાં ઉદ્યત રાખવો. સ્ત્રીને આપણાથી છૂટી ન રાખવી-એમ કહ્યું, એનું કારણ એ છે કે-પ્રાયે માંહોમાંહે જોવા ઉપર જ પ્રેમ રહ્યો છે. કહ્યું છે કે-જોવાથી, વાર્તાલાપ કરવાથી, ગુણનાં વખાણ કરવાથી, સારી વસ્તુ આપવાથી, અને મન માફક કામ કરવાથી, પુરુષને વિશે સ્ત્રીને દઢ પ્રેમ થાય છે. ન જોવાથી, અતિશય જોવાથી, ભેગા થયે ન બોલવાથી, અહંકારથી અને અપમાનથી એ પાંચ કારણથી પ્રેમ ઘટે છે. પુરુષ હંમેશાં મુસાફરી કરતો રહે તો સ્ત્રીનું મન તેના ઉપરથી ઉતરી જાય અને તેથી કદાચ વિપરીત કામ પણ કરે, માટે સ્ત્રીને આપણાથી બહુ દિવસ છૂટી ન રાખવી. સ્ત્રી સાથે વર્તના પુરુષ વગર કારણે ક્રોધાદિકથી પોતાની સ્ત્રીની આગળ "તારા ઉપર બીજી પરણીશ” એવાં અપમાન વચનન કહે, કાંઈક અપરાધ થયો હોય તો તેને એકાંતમાં એવી શીખામણ દે કે પાછો તે એવો અપરાધ ન કરે. ઘણી ક્રોધે ભરાણી હોય તો તેને સમજાવે, ધનના લાભની અથવા નુકશાનની વાત તથા ઘરમાંની ગુપ્ત મસલતો તેની આગળ કહે નહીં." "તારા ઉપર બીજી પરણી લાવીશ” એવાં વચન ન
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy