SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ ભાઈની સ્ત્રી, પુત્ર વગેરેના વિષે દાન. આદર વગેરે બાબતમાં સમાન દષ્ટિ રાખવી, એટલે પોતાના સ્ત્રી, પુત્ર વગેરેની માફક તેમની પણ આગતા-સ્વાગતા કરવી. તથા સાવકા ભાઈનાં સ્ત્રી-પુત્ર વગેરેના જ્ઞાન વગેરે સર્વ ઉપચાર તો પોતાના સ્ત્રી-પુત્ર કરતાં પણ વધુ કરવા. કારણ કે, સાવકા ભાઈના સંબંધમાં થોડો પણ ભેદ રાખવામાં આવે તો તેમનાં મન બગડે છે અને લોકમાં પણ અપવાદ થાય છે. એ રીતે પોતાના પિતા સમાન, માતા સમાન તથા ભાઈ સમાન લોકોના સંબંધમાં પણ ઉચિત આચરણ તેમની યોગ્યતા પ્રમાણે ધ્યાનમાં લેવું. કેમકે – ૧. ઉત્પન્ન કરનાર, ૨. ઉછેરનાર, ૩. વિદ્યા આપનાર, ૪. અન્ન-વસ્ત્ર દેનાર અને ૫. જીવ બચાવનાર, એ પાંચે પિતા કહેવાય છે. ૧. રાજાની સ્ત્રી, ૨. ગુરુની સ્ત્રી, ૩. પોતાની સ્ત્રીની માતા, ૪. પોતાની માતા, ૫. પોતાની ધાવમાતા. એ પાંચે માતા કહેવાય છે. ૧. સગોભાઈ, ૨. સાથે ભણનાર, ૩. મિત્ર, ૪. માંદગીમાં માવજત રાખનાર અને પ. માર્ગમાં વાતચીત કરી મૈત્રી કરનાર એ પાંચે ભાઈ કહેવાય છે. ભાઈઓએ માંહોમાંહે ધર્મકરણીની એકબીજાને સારી રીતે યાદ કરાવવી. કેમ કે-જે પુરુષ, પ્રમાદરૂપ અગ્નિથી સળગેલા સંસારરૂપ ઘરમાં મોહનિદ્રાથી સૂતેલા માણસને જગાડે તે તેનો પરમબંધુ કહેવાય. ભાઈઓની માંહોમાંહે પ્રીતિ ઉપર ભરતનો દૂત આવે શ્રી ઋષભદેવ ભગવાનને સાથે પૂછવા ગયેલા અઠાણ ભાઈઓનું દગંત જાણવું. ભાઈ માફક દોસ્તની સાથે પણ ચાલવું. સ્ત્રીનું ઉચિત આ રીતે ભાઈના સંબંધમાં ઉચિત આચરણ કહ્યું. હવે સ્ત્રીની બાબતમાં પણ કાંઈક કહીએ છીએ. પુરુષે પ્રીતિ વચન કરી, સારું માન રાખી પોતાની સ્ત્રીને સ્વકાર્યમાં ઉત્સાહવંત રાખવી. પતિનું પ્રીતિવચન તે એક સંજીવની વિદ્યા છે. તેથી બાકીની સર્વ પ્રીતિઓ સજીવ થાય છે. યોગ્ય અવસરે પ્રીતિ-વચનનો ઉપયોગ કર્યો હોય તો તે દાનાદિકથી પણ ઘણું જ વધારે ગૌરવ પેદા કરે છે. કેમકે પ્રીતિવચન જેવું બીજાં વશીકરણ નથી, કળાકૌશલ જેવું બીજું ધન નથી, અહિંસા જેવો બીજો ધર્મ નથી અને સંતોષ સમાન બીજાં સુખ નથી. પુરુષ પોતાની સ્ત્રીને વરાવવું, પગ દબાવવા વગેરે પોતાની કાયસેવામાં પ્રવર્તાવે. દેશ, કાળ, પોતાનું કુટુંબ ધન વગેરેનો વિચાર કરી ઉચિત એવા વસ્ત્ર, આભૂષણ આદિ તેને આપે, તથા જ્યાં નાટક, નૃત્ય વગેરે જોવાય છે, એવા ઘણા લોકોના મેળાવડામાં તેને જતાં અટકાવે. પોતાની કાય-સેવામાં સ્ત્રીને જોડવાનું કારણ એ છે કે તેમ કરવાથી તેનો પતિ ઉપર સારો વિશ્વાસ રહે છે, તેના મનમાં સ્વાભાવિક રીતે પ્રેમ ઉપજે છે અને તેથી તે કોઈ સમયે પણ પતિને અણગમતું લાગે તેવું કામ કરે નહીં. આભૂષણ આદિ આપવાનું કારણ એ કે-સ્ત્રીઓ આભૂષણ વગેરેથી શોભતી હોય તો તેથી ગૃહસ્થની લક્ષ્મી વધે છે. કેમકે લક્ષ્મી સારાં કાર્ય કરવાથી પેદા થાય છે, ધીરજથી વધે છે, દક્ષતાથી પોતાનું જડમૂળ કરીને રહે છે, અને ઈન્દ્રિયો વશ રાખવાથી સ્થિર રહે છે. નાટક વગેરેના મેળાવડામાં સ્ત્રીઓને જતાં અટકાવવાનું કારણ એ છે કે - ત્યાં હલકાં લોકોના અટકચાળા, મર્યાદા વગરનાં હલકાં વચન તથા બીજી
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy