SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ ૧૮૭ શરીરમાં પડેલા અસંખ્ય કીડા મે જોયા. પણ તે માણસનો જીવ બહાર જવાને તથા તે કીડાના જીવોને અંદર આવવાને વાળના અગ્રભાગ જેટલો પણ માર્ગ મારા જોવામાં આવ્યો નહીં, એવી રીતે ઘણી પરીક્ષા કરીને હું નાસ્તિક થયો છું.” શ્રીકેશી ગણધરે કહ્યું "તારી માતા સ્વર્ગસુખમાં નિમગ્ન હોવાથી તેને કહેવા આવી નહીં. તથા તારા પિતા પણ નરકની ઘોર વેદનાથી આકુળ હોવાથી અહીં આવી શક્યા નહીં. અરણીના કાષ્ઠની અંદર અગ્નિ છતાં તેના ગમે તેટલા ઝીણા કટકા કરીએ, તો પણ તેમાં અગ્નિ, દેખાય એમ નહીં. લુહારની ધમણ વાયુથી ભરેલી અથવા ખાલી તોળો, તથાપિ તોલમાં રતિમાત્ર પણ ફેર જણાશે નહીં. તેમજ શરીરની અંદર જીવ છતાં અથવા તે નીકળી ગયા પછી શરીર તોળશો, તો તોલમાં કાંઈ ફેર જણાશે નહીં. કોઠીની અંદર પૂરેલો માણસ અંદર શંખ આદિ વગાડે તો શબ્દ બહાર સભળાય, પણ તે શબ્દ કયે માર્ગે બહાર આવ્યો? તે જણાય નહીં. તેમજ કુંભની અંદર પૂરેલા માણસનો જીવ શી રીતે બહાર ગયો? અને કુંભીની અંદર થયેલા કીડાના જીવ શી રીતે અંદર આવ્યા? તે પણ જણાય નહીં.” એવી રીતે શ્રીકેશી ગણધરે યુક્તિથી બરાબર બોધ કર્યો, ત્યારે પ્રદેશ રાજાએ કહ્યું, "આપ કહો છો તે વાત ખરી છે. પણ કુળપરંપરાએ આવેલું નાસ્તિકપણું શી રીતે છોડું?” શ્રીકેશી ગણધરે કહ્યું, "જેમ કુળપરંપરાથી આવેલા દારિદ્રય, રોગ, દુઃખ આદિ મૂકાય છે, તેમ નાસ્તિકપણું પણ મૂકી દેવું જ.” આ સાંભળી પ્રદેશી રાજા સુશ્રાવક થયો. તે રાજાની સૂર્યકાંતા નામે એક રાણી હતી, તે પરપુરુષને વિષે આસક્ત થઈ. એક દિવસે પૌષધને પારણે પ્રદેશ રાજાને ઝેર ખવરાવ્યું. તે વાત સુરત તે રાજાના ધ્યાનમાં આવી અને તેણે ચિત્રસારથીને કહી. તે પછી તેણે ચિત્રસારથી મંત્રીના વચનથી પોતાનું મન સમાધિમાં રાખ્યું અને આરાધના તથા અનશન કરી તે સૌધર્મ દેવલોકે સૂર્યાભ વિમાનની અંદર દેવતા થયો. વિષપ્રયોગની વાત ખબર પડવાથી સૂર્યકાંતા ઘણી શરમાઈ અને બીકથી જંગલમાં નાસી ગઈ, ત્યાં સર્પના દંશથી મરણ પામી નરકે પહોંચી. એક વખત આમલકલ્પાનગરીમાં શ્રી વીરભગવાન સમવસર્યા. ત્યારે સૂર્યાભદેવતા ડાબા તથા જમણા હાથથી એકસો આઠ કુંવર તથા કુંવરીઓ પ્રકટ કરવા વગેરે પ્રકારથી ભગવાન આગળ આશ્ચર્યકારી દિવ્ય નાટક કરી સ્વર્ગે ગયો, ત્યારે ગૌતમસ્વામીના પૂછવાથી શ્રી વીરભગવાને સૂર્યાભ દેવતાને પૂર્વભવ તથા દેવના ભવથી એવી મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધિ પામશે વગેરે વાત કહી. આ રીતે પ્રદેશી રાજાનું દષ્ટાંત છે. આમરાજા બપ્પભટ્ટસૂરિના અને કુમારપાળરાજા શ્રી હેમચંદ્રસૂરિનાં સદુપદેશથી બોધ પામ્યા એ વાત પ્રસિદ્ધ છે. આમરાજાની કથા પાંચાળ દેશમાં કુંભ નામના ગામના બપ્પક્ષત્રિય પિતા અને ભટ્ટીનામની માતાનો સુરપાળ નામે પુત્ર હતો. દીક્ષા વખતે ગુરૂમહારાજે તેનું નામ બપ્પભટ્ટી રાખ્યું. તે રોજના એક હજાર શ્લોક કંથસ્થ કરી
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy