SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધવિધિ પ્રકરણ પ્રમાણે ગુરુની આશાતના ટાળવાને માટે ગુરુથી સાડા ત્રણ હાથનું અવગ્રહક્ષેત્ર મૂકી તેની બહાર જીવજંતુ રહિત ભૂમિએ બેસીને ધર્મદેશના સાંભળવી. ૧૮૬ દેશના-શ્રવણના લાભો કહ્યું છે કે-શાસ્ત્રથી નિંદિત આચરણ આચરવાથી ઉત્પન્ન થયેલા તાપને નાશ કરનારૂં, સદ્ગુરુના મુખરૂપ મલય પર્વતથી ઉત્પન્ન થયેલું ચંદનરસ સરખું વચનરૂપી અમૃત ધન્ય પુરુષને જ મળે છે. ધર્મદેશના સાંભળવાથી અજ્ઞાનનો અને મિથ્યાજ્ઞાનનો નાશ થાય, સમ્યક્ત્વનું જ્ઞાન થાય, સંશય ટાળે, ધર્મને વિષે દઢપણું થાય, વ્યસન આદિ કુમાર્ગની નિવૃત્તિ થાય, સન્માર્ગને વિષે પ્રવૃત્તિ થાય, કષાય આદિ દોષનો ઉપશમ થાય, વિનય આદિ ગુણોની પ્રાપ્તિ થાય, કુસંગતિનો ત્યાગ થાય, સત્સંગતિનો લાભ મળે, સંસારને વિષે વૈરાગ્ય ઉપજે, મોક્ષની ઈચ્છા થાય, શક્તિ માફક દેશવિરતિ અથવા સર્વવિરતિની પ્રાપ્તિ થાય અને અંગીકાર કરેલી દેશવરતિની અથવા સર્વવિરતિની સર્વ પ્રકારે એકાગ્ર મનથી આરાધના થાય વગેરે અનેક ગુણ છે. તે નાસ્તિક એવો પ્રદેશી રાજા, આમરાજા, કુમારપાળ, થાવચ્ચાપુત્ર વગેરેનાં દૃષ્ટાંત ઉપરથી જાણવા. કહ્યું છે કે - જિનેશ્વર ભગવાનનું વચન સાંભળે તો બુદ્ધિનો મોહ જતો રહે, કુપંથનો ઉચ્છેદ થાય. મોક્ષની ઈચ્છા વૃદ્ધિ પામે, શાંતિ વિસ્તાર પામે અધિક વૈરાગ્ય ઉપજે અને અતિશય હર્ષ થાય. એવી કઈ વસ્તુ છે કે, જે જિનેશ્વર ભગવાનનું વચન સાંભળવાથી ન મળે ? પોતાનું શરીર ક્ષણભંગુર છે. બાંધવ બંધન સમાન છે. લક્ષ્મી વિવિધ અનર્થને ઉત્પન્ન કરનારી છે, માટે જૈન સિદ્ધાંત સાંભળવો. તેથી સંવેગ ઉત્પન્ન થાય છે, અને તે સિદ્ધાંત માણસ ઉપર કોઈ ઉપકાર કરવામાં ખામી રાખતો નથી. એ ઉપર પ્રદેશી રાજાનું દૃષ્ટાંત છે. પ્રદેશી રાજાનું સંક્ષિપ્ત દષ્ટાંત શ્વેતાંબીનગરીમાં પ્રદેશી નામે રાજા અને ચિત્રસારથી નામે તેનો મંત્રી હતો. ચિત્રસારથી મંત્રીએ ચાર જ્ઞાનના ધારક શ્રીકેશી ગણધર પાસે શ્રાવસ્તિનગરીમાં શ્રેષ્ઠ શ્રાવકધર્મ સ્વીકાર્યો હતો. એક વખતે ચિત્રસારથી મંત્રીના આગ્રહથી કેશીગણધર શ્વેતાંબીનગરીએ પધાર્યા. ચિત્રસારથી મંત્રી ઘોડા ઉપર બેસી ફરવાના બહાને પ્રદેશી રાજાને કેશી ગણધર પાસે લઈ ગયો. ત્યારે મુનિરાજને કહ્યું કે -"હે મુનિરાજ ! તમે વૃથા કષ્ટ ન કરો. કારણ કે ધર્મ વિગેરે જગતમાં સર્વથા છે જ નહિ, મ્હારી માતા શ્રાવિકા હતી અને પિતા નાસ્તિક હતો, મરણ સમયે મેં એમને કહ્યું કે, "મરણ થયા પછી સ્વર્ગમાં તમને જે સુખ અથવા નરકમાં દુઃખ થાય, તે મને જણાવજો” પણ મરણ પામ્યા પછી માતાએ સ્વર્ગ-સુખ આદિ તથા પિતાએ નરક દુઃખ આદિ કાંઈ પણ મને જણાવ્યું નહીં. વળી ચોરના મેં નખ જેવડા કટકા કર્યા તો પણ કયાંય પણ મને જીવ દેખાયો નહીં. તેમજ જીવતા તથા મરણ પામેલા માણસને તોલતાં ભારમાં કાંઈપણ ફેર જણાયો નહીં. વળી મેં છિદ્ર વિનાની કોઠી અંદર એક માણસને પૂર્યો અને તે કોઠી ઉપર સજ્જડ ઢાંકણું ઢાંકયું. અંદર તે માણસ મરી ગયો. તેના
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy