SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ ૧૧૭ સ્થાનભૂત સર્વ દેરાસરના મૂળ ગભારાના બહારના ભાગમાં ત્રણ દિશાએ મૂળનાયકના નામનાં બિંબ ઘણું કરી સ્થાપન કરેલાં હોય છે, “વર્નવદંત: પૃષ્ણ ભગવાનની પીઠ વર્જવી જોઈએ એવું જે શાસ્ત્રવાકય છે તે પણ જો ભમતીમાં ત્રણે દિશાએ બિંબ સ્થાપન કરેલા હોય તો તે દોષ ચારે દિશામાંથી ટળે છે. - ત્યારપછી દેરાસરનું પ્રમાર્જન, પોતીયા વિગેરેનું નામું લખવું, તે વિગેરે આગળ કહેવાશે, તે પ્રમાણે યથાયોગ્ય ચિંતાપૂર્વક પૂજા વિગેરે સામગ્રી તૈયાર કરી, દેરાસરના કામકાજ ત્યજવારૂપ બીજી "નિસીહિ” દેરાસરના મુખ્ય મંડપ આદિમાં રહે. ત્યારપછી મૂળનાયકને ત્રણ વાર પ્રણામ કરી પૂજા કરે. ભાષ્યમાં કહેલું છે કે : "ત્યારપછી નિસાહિ કહીને દેરાસરમાં પ્રવેશ કરીને મૂળ મંડપમાં આવી પ્રભુ આગળ પંચાંગ નમાવીને વિધિપૂર્વક ત્રણ વાર પ્રણામ કરે. ત્યારપછી હર્ષના વશથી ઉલ્લાસ પામતો મુખકોશ બાંધીને જિનરાજની પ્રતિમાના આગલા દિવસના ચડેલા નિર્માલ્ય ઉતારે ત્યારપછી મોરપીંછીથી પ્રભુને પ્રાર્થના કરે. ત્યારપછી જિનેશ્વર ભગવંતના દેરાસરની પ્રાર્થના પોતે કરે તથા બીજા પાસે કરાવીને વિધિપૂર્વક યથાયોગ્ય અષ્ટપટ મુખકોશ બાંધીને જિનબિંબની પૂજા કરે.” મુખનો શ્વાસ-નિશ્વાસ, દુર્ગધ તથા નાસિકાના શ્વાસ-નિશ્વાસ, દુર્ગધ રોકવા નિમિત્તે અષ્ટપટ મુખકોશ બાંધવાની આવશ્યકતા છે. આગલા દિવસના નિર્માલ્ય જે ઉતાર્યા હોય તે પવિત્ર નિર્જીવ સ્થાનકે નખાવવા. વર્ષા ઋતુમાં કુંથુ પ્રમુખની ઘણી ઉત્પત્તિ થાય છે, તેથી નિર્માલ્ય તથા સ્નાત્રજળ જુદા જુદા ઠેકાણે એકાન્ત અને પવિત્ર જગ્યાએ નખાવવાનો ઉપયોગ કરવો કે જેથી આશાતનાનો સંભવ ન થાય. અભિષેક ઘર દેરાસરે પૂજા કરવી હોય તો પ્રતિમાને પવિત્ર ઉચ્ચ સ્થાનકે સ્થાપીને ભોજન પ્રમુખમાં ન વપરાતાં હોય એવા પવિત્ર વાસણ-રકેબી પ્રમુખમાં પ્રભુને સ્થાપીને સન્મુખ ઊભો રહી હાથમાં કળશ ધારીને શુભ પરિણામથી નીચે લખેલી ગાથા પ્રમાણે ચિંતવના કરતો અભિષેક કરે. ' વાછત્તifમ સામિક સુમેરુસિહમિ પાયરિં ! तिअसासुरेहि ण्हवीओ ते धन्ना जेहिं दिठोसि ॥ | "હે સ્વામી! બાલ્યાવસ્થામાં મેરુશિખર ઉપર સોનાના કળશોથી અસુર-સુરોએ તમને અભિષેક કર્યો તે વખતે જેણે તમારાં દર્શન કીધાં છે તેને ધન્ય છે.” ઉપર લખેલી ગાથા બોલી તેનો અભિપ્રાય ચિંતવી મૌનપણે ભગવંતને અભિષેક કરવો. અભિષેક કરતાં પોતાના મનમાં જન્માભિષેક સંબંધી સર્વ ચિતાર ચિંતવવો, ત્યારપછી ઘણા યત્નથી વાળાકુંચીથી ચંદન, કેસર આગલા દિવસના હોય તે સર્વ ઉતારવાં. વળી બીજી વાર પણ જળથી પખાળીને બે સુંવાળા અંગલુછણાથી પ્રભુનું અંગ નિર્જન કરવું. સર્વાગ નિર્જળ કરીને એક અંગ પછી બીજે અંગે એમ નીચે મુજબ અનુક્રમે પૂજા કરવી: નવ અંગની ચંદનાદિકથી પૂજા પગના બે અંગુઠા, બે ઢીંચણ, બે હાથ, બે ખભા, એક મસ્તક એમ નવ અંગે, જમણી બાજુથી
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy