SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ શ્રાવકના પંચાભિગમ ૧. પુષ્પ, તાંબુળ, સરસવ, દૂર્વા, છરી વિગેરે સર્વ જાતિનાં શસ્ત્ર, મુકુટ, પાદુકા, પગમાં પહેરવાના બુટ, હાથી, ગાડી, વિગેરે સચિત્ત અચિત્ત વસ્તુઓ છોડીને. ૨. મુકુટ મૂકીને બાકીના બીજા સર્વઆભૂષણ પ્રમુખ અચિત્ત દ્રવ્યને સાથે રાખીને. ૩. એક પનાના વસ્ત્રનું ઉત્તરાયણ કરીને, ૪. ભગવંતને દેખતાં તત્કાળ બે હાથ જોડી કંઈક મસ્તક નમાવતાં "નમો જિણાણ” એમ બોલતો, ૫. મનની એકાગ્રતા કરતો ઉપર જણાવ્યા મુજબ પાંચ પ્રકારના અભિગમ સાચવતો "નિસાહિ” એ પદને ઉચ્ચારતો દેરાસરમાં પેસે. મહર્ષિઓએ પણ એમ જ કહેલું છે. રાજાના પંચાભિગમ રાજા જ્યારે દેરાસરમાં જાય ત્યારે રાજ્યનાં પાંચ ચિહન-૧ ખઞાદિ સર્વ શસ્ત્ર, ૨. છત્ર. ૩. વાહન, ૪. મુકુટ, પ. બે ચામર બહાર મૂકે. નિશીહિ અહીંયાં એમ સમજવાનું છે કે દેરાસરને દરવાજે શ્રાવક આવ્યો ત્યારે મન, વચન, કાયાથી પોતાના ઘરના વ્યાપાર (ચિંતવન) છોડી દે છે એમ જણાવવા (સમજવા) દેરાસરના દરવાજા આગળ ચઢતા જ પ્રથમ નિશીહિ ત્રણ વાર કહેવી એવો વિધિ છે, પણ તેને એક જ (નિસાહિ) ગણાય છે; કેમકે, આ પ્રથમ નિતીતિથી ગૃહસ્થનો ફકત ઘરનો જ વ્યાપાર ત્યજાય છે, માટે બોલાય ત્રણવાર, પણ આ નિસીહિ એક જ ગણાય. ત્યારપછી મૂળનાયકને પ્રણામ કરીને જેમ વિચક્ષણ પુરુષો હરકોઈ પણ શુભ કાર્ય કરવું હોય તે ઘણું કરીને તેને (જેથી લાભ મેળવવો હોય તેને) જમણે હાથે રાખીને કરે છે, તેમ પોતાના જમણા અંગે પ્રભુને રાખીને જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ માટે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપે. શાસ્ત્રોમાં પણ કહેલું ત્યારપછી નમોનિમાં બોલીને અર્ધા અવનત (જરાનીચો વળી) પ્રણામ કરીને અગર પંચાંગનમસ્કાર કરીને ભક્તિના સમુદાયથી અત્યંત ઉલ્લસિત મનવાળો બની પંચાંગ પ્રણામ કરીને પૂજાના ઉપકરણ જે કેસર, ચંદનાદિક તે સર્વ સાથે લઈને ઘણીવાર ગંભીર મધુર ધ્વનિથી જિનેશ્વર ભગવંતના ગુણના સમુદાયથી બંધાયેલા એવા મંગળ સ્તુતિ-સ્તોત્ર બોલતો બે હાથ જોડીને પગલે પગલે જીવરક્ષાનો ઉપયોગ રાખતો જિનેશ્વર ભગવંતના ગુણમાં એકાગ્ર મનવાળો થઈને ત્રણ પ્રદક્ષિણા દે. જો કે પ્રદક્ષિણા પોતાના ઘર દેરાસરમાં ભમતી ન હોવાને લીધે ન બની શકે અથવા બીજા દેરાસરમાં પણ કોઈ કાર્યની ઉતાવળથી પ્રદક્ષિણા કરી ન શકે તો બુદ્ધિમાન પુરુષ સદાય તેવા વિધિ કરવાના પરિણામને તો છોડે જ નહીં. પ્રદક્ષિણા દેવાની રીત પ્રદક્ષિણા દેતાં સમવસરણમાં રહેલા ચાર રૂપે શ્રી વીતરાગને ધ્યાવતો. ગભારામાં રહેલા પાછળ તેમજ જમણા-ડાબા પાસમાં ત્રણ દિશે રહ્યા ત્રણ બિંબને વંદન કરે. એટલા જ માટે સમવસરણના
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy