SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ ૧૧૧ પૂજામાં દ્રવ્યશુદ્ધિ પોતે જ સારા સ્થાનથી અથવા જેના ગુણ જાણતો હોય એવા સારા માણસ પાસેથી પાત્ર, ઢાંકણું, લાવનાર માણસ અને માર્ગ એ બધાની પવિત્રતાની યતના રાખી વિધિપૂર્વક પાણી, ફૂલ આદિ વસ્તુ લાવવી. ફુલો વિગેરે આપનારને સારું મૂલ્ય આપી ખુશ કરવો. સારો મુખકોશ બાંધી પવિત્ર ભૂમિ જોઈ, જીવાદિરહિત સારું કેશર-કપૂર વિગેરે વસ્તુથી મિશ્ર કરેલું ચંદન ઘસવું, વણેલા અને ઉંચા આખા ચોખા, શોધેલો ધૂપ અને દીપ, સરસ નૈવેદ્ય તથા મનોહર ફલો ઈત્યાદિ સામગ્રી એકઠી કરવી. એ રીતિએ દ્રવ્યશુદ્ધિ કહી છે. પૂજા માટે ભાવશુદ્ધિ કોઈ ઉપર રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા, આલોક-પરલોકની સુખની ઈચ્છા, યશ અને કીર્તિની વાંછા, કૌતુક, વ્યાકૂલતા, વિગેરે ટાળીને ચિત્તની એકાગ્રતા રાખીને જે પૂજા કરવી તે ભાવશુદ્ધિ કહેવાય છે. કહ્યું છે કે - મનની શુદ્ધિ, વચનની શુદ્ધિ, કાયાની શુદ્ધિ, વસ્ત્રની શુદ્ધિ, ભૂમિની શુદ્ધિ, પૂજાના ઉપકરણની શુદ્ધિ, સ્થિતિ શુદ્ધિ એમ ભગવંતની પૂજાના અવસરે સાત પ્રકારની શુદ્ધિ કરવી. એમ દ્રવ્યથી અને ભાવથી શુદ્ધિ કરીને પવિત્રપણે દેરાસરમાં પ્રવેશ કરે. આ વિધિ ગૃહચૈત્ય માટે પણ સમજવી. દેરાસરમાં પ્રવેશ વિધિ દેરાસરની જમણી દિશાની શાખાને આશ્રયીને (જમણા પડખાથી) પુરુષે દેરાસરમાં પ્રવેશ કરવો, અને ડાબી બાજુની શાખાને આશ્રયીને સ્ત્રીઓ દેરાસરમાં પ્રવેશ કરવો. પણ દેરાસરના દરવાજા આગળ ના પહેલા પગથીયા ઉપર સ્ત્રી અથવા પુરુષે જમણો જ પગ મૂકીને ઉપર ચઢવું. પૂર્વદિશા કે ઉત્તરદિશા સામે બેસીને ચંદ્રનાડી વહેતાં સુગંધવાળા મીઠા પદાર્થોથી દેવની પૂજા કરે. સમુચ્ચયથી કેવી યુક્તિપૂર્વક દેવની પૂજા કરવી તે વિધિ બતાવે છે – ત્રણ નિસહિં ચિંતવવી, ત્રણ પ્રદક્ષિણા ફરવી, ત્રિકરણ (મન, વચન, કાયા) શુદ્ધિ કરવી એ વિધિથી શુદ્ધ પવિત્ર પાટલા પ્રમુખપર પદ્માસનાદિક સુખે બેસી શકાય એવા આસને બેસીને ચંદનના વાસણમાંથી બીજા વાસણ (વાટકી) વિગેરેમાં કે હાથની હથેળીમાં ચંદન લઈને કપાળમાં તિલક કરી હાથમાં કંકણ કે નાડાછડી બાંધીને હાથની હથેળી વળી ચંદનના રસથી વિલેપનવાળી કરી ધૂપથી ધૂપી પછી ભગવંતની (આ પુસ્તકમાં આગળ કહેવાશે) તે વિધિપૂર્વક પૂજાત્રિક (અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા) કરીને પહેલાં કર્યું હોય કે ન કર્યું હોય પણ પ્રભુસાક્ષીએ પચ્ચકખાણ કરે. (મૂળ ગ્રંથ ગાથા દહી) विहिणा जिणं जिणगेहे गंतुं अच्चेइ उचियचिंतरओ। उच्चरइ पच्चक्खाणं दढपंचाचारगुरुपासे ||६||
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy