SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર [દેવાધિકાર. પ્રથમ બુદ્વીપ તેલમાં તળેલા પુડલાના આકારવાળો અને ત્યારપછીના લવણસમુદ્ર વિગેરે બમણા–પ્રમાણવાળા વલયાકૃતિવાળા છે. તેમાં એક દિશાએ પુષ્કરવાઢીયાઈ વિસ્તારમાં આઠ લાખ યોજન, કાળોદસમુદ્ર આઠ લાખ યોજન, ધાતકીખંડ ચાર લાખ યોજન, લવણસમુદ્ર બે લાખ જન. સર્વ સંખ્યાએ રર લાખ વૈજન. તેટલા જ બીજી બાજુએ ૨૨ લાખ જન. બે મળીને ૪૪ લાખ તેમાં એક લાખ જંબુદ્વીપનું પ્રમાણ ભેળવતાં મનુષ્યક્ષેત્રનું પ્રમાણ ૪૫ લાખ થાજન થાય છે. ૮૧. હવે કેટલાક દ્વિપનાં નામે સાક્ષાત્ બે ગાથાવડે કહે છે – जंबुद्दीवो धायइ, पुरकरदीवो य वारुणिवरो य । खीरवरो वि य दीवो, घयवरदीवो य खोयवरो ॥ ८२॥ नंदीसरो य अरुणो, अरुणवाओ अ कुंडलवरो य । तह संखरुयगभुय (ग) वर-कुसकुंचवरो तओ दीवो ॥८३॥ ટીકાર્થ–પહેલે જંબદ્વીપ, ત્યારપછી બીજે ધાતકીખંડ, ત્રીજો પુષ્કરવરદ્વીપ, ચોથે વારૂણીવર, પાંચમે ક્ષીરવર, છઠ્ઠો વૃતવર, સાતમે ઈશુવર, આઠમ નંદીશ્વર, નવમે અરૂણ, ત્યારપછી અરૂણપપાત–એટલે અરૂણને–અરૂણશબ્દને ઉપ કેતાં સમીપ હોવાથી તેની પછી પાત શબ્દ ઉમેરતાં અરૂણપપાત. તે આવી રીતે-દશમે અરૂણવર, અગ્યારમે અરૂણુવરાવભાસ, ત્યારપછી જેમ અરૂણ શબ્દની ત્રિપ્રત્યવતારતા કહી છે તેમ કુંડળાદિ શબ્દની પણ કહેવી. કેમકે સૂત્રો તે સૂચના માત્રના કરનારા જ હોય છે. તે આ પ્રમાણે-બારમો કુંડળ, તેરમો કુંડળવર, ચંદમે કુંડળવરાવભાસ. એમ જબુદ્વીપથી આરંભીને દ્વીપના અનુક્રમે નામે સમજવા. આની પછી જે શંખાદિ નામ છે તે જેમ તેમ કહેલા છે પરંતુ તેને માટે ત્રિપ્રત્યવતારતા તે સમજવી. તે આ પ્રમાણેશંખ, શંખવર, શંખવરાવભાસ, ભુજગ, ભુજગવર, ભુજગવરાવભાસ, કુશ, કુશવર, કુશવરાવભાસ, કૈચ, ફ્રેંચવર, કચવરાવભાસ-આ પ્રમાણે ત્રિપ્રત્યવતારતા નામની ત્યાં સુધી સમજવી કે યાવત્ દેવદ્વીપની અગાઉ સૂર્યવરાવલાસ નામે દ્વીપ આવે. ૮૨-૮૩. એ બધા દ્વીપ પ્રત્યેક એકેક વલયાકાર સમુદ્રવડે વેષ્ટિત છે, તેના નામ આ પ્રમાણે--
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy