SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ દેવાધિકાર. ] ભવનપતિના ઈદ્રોની શક્તિનું પ્રમાણ જંબદ્વીપને પ્રકાશિત કરી શકે છે. અગ્નિકુમારને અગ્નિશિખ નામને ઇંદ્ર એક અગ્નિજવાલાવડે આખા જબુદ્વીપને બાળી શકે છે. આ પ્રકારના સામર્થ્ય કરતાં ઉત્તર બાજુના બલિ, ભૂતાનન્દ, વેણુદાલિ, વશિષ્ઠ, જળપ્રભ, અમિતવાહન, પ્રભંજન, મહાઘેષ, હરિસહ અને અગ્નિમાણવક નામના ઇંદ્રોનું સામર્થ્ય કાંઈક અધિક જાણવું. હવે બીજી રીતે તેની શક્તિની ભાવના કહે છે-ભવનપતિના ૨૦ ઇદ્રોમાંથી કોઈપણ એક ઇદ્ર પોતાની ક્રિય શક્તિથી વિકુવેલા કુમાર અને કુમારિકાના રૂપિવડે તિછ સંખ્યાતા દ્વીપસમુદ્રોને સતત અવગાઢ કરી દેવાને સમર્થ છે. તેમ જ તેમને કોઈપણ એક ઇંદ્ર જંબુદ્વીપનું છત્ર અને મેરૂ પર્વતને દંડ કરીને તેને ડાબા હસ્તવડે ઉપાડે તે તેમાં તેને લેશ પણ પ્રયાસ જણાય નહીં એવી શક્તિવાળા છે. આ સંબંધમાં દેવેન્દ્રસ્તવ પ્રકરણમાં ઉપર જણાવ્યા પ્રમાણે જ ભવનપતિના ઇન્દ્રોની શક્તિને સૂચવનારી ૧૩ ગાથાઓ છે તે ટીકામાં આપેલી છે પરંતુ તેમાં કાંઈ પણ વિશેષ ન હોવાથી તે ગાથા કે અર્થ અહીં આપવામાં આવેલ નથી. હવે ઉપર જણાવેલા ઇંદ્રોમાંથી કયા ઇંદ્રના તિર્યગલેકમાં કયા દ્વીપમાં કે સમુદ્રમાં આવાસો છે તે કહે છે—વિદ્યુત કુમારના ઇંદ્ર હરિકાન્ત ને હરિસ્સહના આ જંબુદ્વીપમાં અનુક્રમે વિદ્યુતપ્રભ ને માલ્યવંત ગજદંત અથવા વક્ષસ્કાર પર્વત ઉપર આવાસ છે. વાયુકુમાર ને સુવર્ણકુમારના મળીને ચાર ઈંદ્રોના આવાસો પુષ્કરવર દ્વીપના મધ્યમાં રહેલા માનુષત્તર પર્વત ઉપર છે. દીપકુમાર, દિકુમાર, અગ્નિકુમાર ને સ્વનિતકુમારના મળીને આઠ ઈંદ્રોના આવાસો અરૂણવરદ્વીપમાં છે. અસુરકુમાર, નાગકુમાર ને ઉદધિકુમારના મળીને છ ઈંદ્રોના આવાસો અરૂણવર સમુદ્રમાં છે. કહ્યું છે કે–“બે ઇંદ્રોના જંબદ્વીપમાં, ચાર ઇંદ્રોના માનુષત્તર પર્વત ઉપર, છ ઈદ્રોના અરૂણવર સમુદ્રમાં ને આઠ ઈંદ્રોના અણવરદ્વીપમાં આવાસો છે. તે આ પ્રમાણે–અસુર, નાગ ને ઉદધિકુમારના આવાસ અરૂણવર સમુદ્રમાં છે ને ત્યાં જ તેની ઉત્પાદશમ્યા છે. અર્થાત્ ત્યાં જ ઉપજે છે. દ્વીપ, દિશા, અગ્નિ અને સ્વનિતકુમારના આવાસો અણવરદ્વીપમાં છે ને ત્યાં જ તેની ઉત્પાદશગ્યા છે. વાયુકુમાર ને સુવર્ણકુમારના ઇંદ્રોના આવાસ માનુષેત્તર પર્વત ઉપર છે. અને હરિકાન્ત ને હરિસ્સહ વિદ્યકુમારના ઇંદ્રના આવાસ વિધુસ્ત્ર ને માલ્યવંત ગજદંત ગિરિ ઉપર જંબદ્વીપમાં છે.” ઈતિ.
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy